રાજ્યશાસ્ત્ર
આફ્રો-એશિયન પીપલ્સ સૉલિડારિટી ઑર્ગેનાઇઝેશન -આપ્સો
આફ્રો-એશિયન પીપલ્સ સૉલિડારિટી ઑર્ગેનાઇઝેશન (આપ્સો) (AAPSO) : બીજા વિશ્વયુદ્ધ પછી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરેલાં એશિયા તથા આફ્રિકાનાં નવોદિત રાષ્ટ્રોનું મંડળ, જેમાં ભારત, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, બ્રહ્મદેશ તથા પાકિસ્તાને અગ્રણી ભાગ ભજવ્યો હતો. આ મંડળની સ્થાપના કોલંબો ખાતે 16 ડિસેમ્બર, 1957ના રોજ કરવામાં આવી હતી. આ મંડળ પાછળની ભાવના તથા આદર્શના ઘડતરમાં ભારતના…
વધુ વાંચો >આબે, પિયર
આબે, પિયર (5 ઑગસ્ટ 1912, ફ્રાન્સ; અ. 22 જાન્યુઆરી 2007, પૅરિસ, ફ્રાન્સ) : લોકોમાં અનેકવિધ સેવાકાર્યોથી અને યુદ્ધમોરચે પરાક્રમોથી જાણીતા થયેલા ફ્રાન્સના પાદરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના લશ્કરના આક્રમણનો સામનો કરવામાં તેમણે અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો અને આલ્સેસ તથા આલ્પ્સના મોરચે અપૂર્વ પરાક્રમ દાખવ્યું હતું. 1944માં તેમણે કાસાબ્લેન્કામાં નૌકાસૈન્યમાં પાદરીનું…
વધુ વાંચો >આબે શિન્જો
આબે શિન્જો (જ. 21 સપ્ટેમ્બર 1954, શિંજુકુ, ટોક્યો, જાપાન અ. 8 જુલાઈ 2022, કાશીહારા, નારા, જાપાન) : સૌથી વધુ સમય સુધી વડાપ્રધાનપદ પર રહેલા જાપાની વડાપ્રધાન. તેમનો જન્મ ટોક્યોમાં રાજનીતિક પરિવારમાં થયો હતો. તેઓ ફિલ્મ ક્ષેત્રે જવા માગતા હતા પરંતુ કુટુંબને કારણે તેઓ રાજકારણમાં જોડાયા. તેમના પિતામહ કાન આબે અને…
વધુ વાંચો >આમસભા
આમસભા (House of Commons) : બ્રિટિશ સંસદનાં બે ગૃહોમાંનું નીચલું ગૃહ. 13મી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે પહેલી જ વાર શહેરો અને કાઉન્ટીઓને નાણાકીય બાબતો અંગે પોતાના પ્રતિનિધિઓ મોકલવાની સત્તા અપાઈ ત્યારે આમસભાની શરૂઆત થઈ હતી. 16મી સદીમાં આમસભા અને ઉપલા ગૃહની ઉમરાવસભા(House of Lords)ને સત્તાવાર રીતે જુદી પાડવામાં આવી. 1801થી 1885…
વધુ વાંચો >આયંગર, એન. ગોપાલસ્વામી
આયંગર, એન. ગોપાલસ્વામી (જ. 31 માર્ચ 1882 ચેન્નાઇ ; અ. 10 ફેબ્રુઆરી 1953 ચેન્નાઇ ) : તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં જન્મ. ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ કાયદાના સ્નાતક થયા. શરૂઆતમાં ચેન્નાઈની કૉલેજમાં પ્રાધ્યાપક. પછી રાજ્યની સનંદી નોકરીમાં ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર તરીકે નીયુકતી થઇ. 1937 માં તેઓ કાશ્મીરના દીવાન…
વધુ વાંચો >આયંગર, એમ. અનંતશયનમ્
આયંગર, એમ. અનંતશયનમ્ (જ. 4 ફેબ્રુઆરી તિરુચેન્નુર, ચેન્નાઇ 1891 ; અ. 19 માર્ચ 1978, ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : ભારતની લોકસભાના પૂર્વઅધ્યક્ષ. વતન તિરુપતિ. શાળાકીય શિક્ષણ તિરુપતિમાં અને ઉચ્ચ શિક્ષણ ચેન્નાઈ ખાતે લીધું હતું. 1915માં તેમણે ચિત્તુર ખાતે વકીલાત શરૂ કરી. વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆતથી જ તેઓ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં રસ લેતા…
વધુ વાંચો >આયંગર, શેષાદ્રિ શ્રીનિવાસ
આયંગર, શેષાદ્રિ શ્રીનિવાસ (જ. 11 સપ્ટેમ્બર 1874 રામનાથપુરમ્ ; અ. 19 મે 1941 ચેન્નાઇ ) : દક્ષિણ ભારતના એક રાષ્ટ્રવાદી નેતા. પિતા રામનાથપુરમના જમીનદાર. મદુરાઈ અને ચેન્નાઈમાં શિક્ષણ લીધું. 1895માં પ્રેસિડેંસી કૉલેજ, ચેન્નાઈમાંથી કાયદાના સ્નાતક બન્યા. 1898થી વકીલાત શરૂ કર્યા બાદ 1920માં ઍડવોકેટ જનરલની જગ્યાનું રાજીનામું. રાજકારણમાં પ્રવેશ બાદ 1926માં…
વધુ વાંચો >આરબ-ઇઝરાયલ સંઘર્ષ
આરબ-ઇઝરાયલ સંઘર્ષ : 1890 માં યહૂદીઓએ યુરોપ છોડી પૅલેસ્ટાઇનમાં વસવાની શરૂઆત કરી અને યહૂદીવાદી લડતનો તેમજ યહૂદી રાજ્યની રચના અંગેની માંગનો પ્રારંભ થયો. તે સમયે સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં આરબો અને જૂજ યહૂદી-વસ્તી પૅલેસ્ટાઇનમાં વસવાટ કરતી હતી. 1917 માં બાલ્ફર ઘોષણા પછી ઇઝરાયલના યહૂદી રાજ્યની સ્થાપનાનો ઇરાદો સ્પષ્ટ થયો, જેનો…
વધુ વાંચો >આરબ ક્રાંતિ
આરબ ક્રાંતિ : 2000 સુધીનું આરબ જગત વિશ્વમાં સામાન્યતયા રાજકીય સ્થિરતાની છાપ ઊભી કરતું હતું જેમાં મુખ્ય અપવાદ ઇઝરાયલ-પૅલેસ્ટાઇન સંઘર્ષ હતો; પરંતુ 2010થી ત્યાં સંખ્યાબંધ દેખાવો અને વિરોધો આરંભાયા અને 2012ના મધ્યભાગ સુધીમાં મધ્યપૂર્વના અને ઉત્તર આફ્રિકાના દેશો વિવિધ રીતે તેમનો આક્રોશ અને પ્રજાકીય બેચેની વ્યક્ત કરી રહ્યા છે. પ્રજાની…
વધુ વાંચો >આરબ લીગ
આરબ લીગ : મધ્યપૂર્વમાંનાં આરબ રાજ્યોનું પ્રાદેશિક સંગઠન. સ્થાપના 22 માર્ચ, 1945ના રોજ કેરોમાં. ઇજિપ્ત, સીરિયા, લેબેનૉન, ઇરાક, ટ્રાન્સજૉર્ડન (હવે જૉર્ડન), સાઉદી અરેબિયા અને યેમન (હવે યેમનસાના) રાજ્યો તેનાં સ્થાપક સભ્યો હતાં. બીજાં પછીથી તેમાં જોડાયાં, તેમાં લિબિયા (1953), સુદાન (1956), ટ્યૂનિશિયા અને મોરૉક્કો (1958), કુવૈત (1961), બેહરીન, ઓમાન, કતાર…
વધુ વાંચો >