રાજ્યશાસ્ત્ર
પાર્થસારથિ ગોપાલસ્વામી
પાર્થસારથિ, ગોપાલસ્વામી (જ. 7 જુલાઈ 1912, ચેન્નઈ; અ. 1 ઑગસ્ટ 1995, નવી દિલ્હી) : ભારતીય ઉદ્દામવાદી પત્રકાર, શિક્ષણકાર. પિતા ન. ગોપાલસ્વામી આયંગર જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં પ્રધાન હતા. એવા બ્રાહ્મણ પરિવારમાં તમિળનાડુના ચેન્નઈમાં તેમનો જન્મ થયો. કાકા રંગસ્વામી આયંગર અંગ્રેજી દૈનિક ‘હિન્દુ’ના તંત્રી હતા. તેમનાથી પ્રભાવિત ગોપાલે લંડનમાં શિક્ષણ પૂરું કરી…
વધુ વાંચો >પાલ બિપિનચંદ્ર રામચંદ્ર
પાલ, બિપિનચંદ્ર રામચંદ્ર (જ. 7 નવેમ્બર 1858, પોઈલ, જિ. સિલ્હટ, બાંગ્લાદેશ; અ. 20 મે 1932, કૉલકાતા) : બંગાળના પત્રકાર, લેખક અને રાજકીય નેતા. તેમણે સિલ્હટની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં તથા કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આનંદમોહન બોઝ, દ્વારકાનાથ ગાંગુલી, અઘોરનાથ ચૅટરજી, કેશવચંદ્ર સેન જેવા પ્રતિષ્ઠિત આગેવાનોના સંપર્કમાં આવ્યા અને…
વધુ વાંચો >પાલેજવાળા ફતેહઅલી હુસેનદીન
પાલેજવાળા, ફતેહઅલી હુસેનદીન (જ. 11 જૂન 1911, પાલેજ, જિ. વડોદરા; અ. 30 સપ્ટેમ્બર 1995) : જાહેર કાર્યકર અને ગુજરાત વિધાનસભાના એક વખતના અધ્યક્ષ. ઉચ્ચ શિક્ષણ વડોદરા કૉલેજમાં. ત્યાંથી બી.એ. તથા એલએલ.બી. થયા. જૂના વડોદરા રાજ્યની સરકારી નોકરીમાં મામલતદાર-કક્ષાએ પ્રોબેશનર અધિકારી તરીકે અને ત્યારબાદ 4 વર્ષ ડેપ્યુટી કલેક્ટર તરીકે કામગીરી બજાવી.…
વધુ વાંચો >પાલ્મે ઓલેફ
પાલ્મે, ઓલેફ (જ. 30 જાન્યુઆરી, 1927, સ્ટૉકહોમ, સ્વીડન; અ. 28 ફેબ્રુઆરી 1986 સ્ટૉકહોમ) : સ્વીડનના વિશ્વશાંતિના હિમાયતી, અગ્રણી મુત્સદ્દી તથા ભૂતપૂર્વ વડાપ્રધાન. 1950ના દાયકાની શરૂઆતનાં વર્ષો દરમિયાન જ તેઓ સોશિયલ ડેમોક્રૅટિક પક્ષના સક્રિય સભ્ય બન્યા હતા. તેઓ સ્વીડનની સોશિયલ ડેમોકૅટિક પાર્ટીના અગ્રિમ નેતા હતા (1968-76 તથા 1982). 1958માં તેઓ સ્વીડનની…
વધુ વાંચો >પાસવાન રામવિલાસ
પાસવાન, રામવિલાસ (જ. 5 જુલાઈ 1946, શાહરબાની, જિ. ખાગરિયા, બિહાર) : અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત ફાળવવાની બાબતને વરેલા બોલકા દલિત નેતા અને સાંસદ. પિતા જામુન પાસવાન અને માતા રાજકુમારી પાસવાન. તેમણે ખાગરિયાની કોસી કૉલેજમાં અભ્યાસ કરી વિનયનની અનુસ્નાતક પદવી હાંસલ કરી તથા વિદ્યાર્થીકાળ દરમિયાન જ અગ્રણી વિદ્યાર્થી નેતા…
વધુ વાંચો >પિલ રૉબર્ટ
પિલ, રૉબર્ટ (જ. 5, ફેબ્રુઆરી 1788, બરી, લકેશાયર; અ. 2 જુલાઈ, વેસ્ટમિન્સ્ટર, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ 1850) : ઓગણીસમી સદીના બ્રિટનના બાહોશ વડાપ્રધાન તથા રૂઢિચુસ્ત પક્ષના સ્થાપક રાજપુરુષ. એક ધનાઢ્ય વેપારી અને ઉમરાવ કુટુમ્બમાં જન્મ. હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું હતું. પિતાની આર્થિક વગને કારણે 1809માં – ઑક્સફર્ડના અને 1817માં ઑક્સફર્ડ યુનિવર્સિટીના…
વધુ વાંચો >પિલ્લાઈ પટ્ટમ થાનુ
પિલ્લાઈ, પટ્ટમ થાનુ [જ. 15 જુલાઈ 1885, તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ્); અ. 27 જુલાઈ 1970, તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ્)] : ત્રાવણકોર રાજ્ય કૉંગ્રેસના નેતા, સ્વાતંત્ર્યસેનાની, કેરળ રાજ્યના મુખ્ય પ્રધાન, આંધ્રપ્રદેશ અને પંજાબના ગવર્નર. જન્મ મધ્યમવર્ગના કુટુંબમાં. પિતા બ્રાહ્મણ અને માતા નાયર જ્ઞાતિનાં હતાં. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ તિરુવનંતપુરમમાં મેળવીને બી.એ. અને બી.એલ.ની ડિગ્રી…
વધુ વાંચો >પુણે કરાર
પુણે કરાર (1932) : ઈ. સ. 1919ના મૉન્ટફર્ડ સુધારા પછી અંગ્રેજ-સરકાર નવા બંધારણીય સુધારા જાહેર કરવા ઇચ્છતી હતી; પરંતુ કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓમાં વિવિધ કોમો તથા વર્ગોને કેટલું પ્રતિનિધિત્વ આપવું એની ચર્ચાવિચારણા કરવા માટે બ્રિટિશ હિંદ, દેશી રાજ્યો તથા ઇંગ્લૅન્ડની બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ઇંગ્લૅન્ડમાં ગોળમેજી પરિષદો યોજાઈ. તેમાં સર્વસંમત…
વધુ વાંચો >પેઇન ટૉમસ
પેઇન, ટૉમસ (જ. 29 જાન્યુઆરી 1737, થેટફર્ડ, નૉરફોક પરગણું, ઇંગ્લૅન્ડ; અ. 8 જૂન 1809, ન્યૂયૉર્ક, યુ.એસ.એ) : અમેરિકા અને ફ્રાંસની ક્રાંતિઓમાં મહત્ત્વનું વૈચારિક પ્રદાન કરનાર અઢારમી સદીના અગ્રણી રાજકીય ચિંતક. પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે વ્યવસ્થિત શિક્ષણ ન પામી શકનાર પેઇનને ઘણી નાની વયે વહાણમાં ખલાસી તરીકે, ઇંગ્લૅન્ડના સરકારી આબકારી…
વધુ વાંચો >પૅરિસ કરાર (પૅરિસની શાંતિ-સમજૂતી)
પૅરિસ કરાર (પૅરિસની શાંતિ–સમજૂતી) : પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) બાદ વિજેતા દેશોએ પૅરિસમાં કરેલા કરાર. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી, 1919ના જાન્યુઆરી માસમાં ફ્રાન્સની રાજધાની પૅરિસમાં વિજેતા રાષ્ટ્રો દ્વારા ભરવામાં આવેલા સંમેલને શાંતિ માટે વ્યવસ્થા ઊભી કરી હતી; જેમાં પરાજિત જર્મન જૂથનાં રાષ્ટ્રો તથા વિજેતા રાષ્ટ્રો વચ્ચે કેટલીક શાંતિ-સમજૂતી કરવામાં આવી…
વધુ વાંચો >