રાજ્યશાસ્ત્ર

અય્યર ટી. વી. શેષગિરિ

અય્યર, ટી. વી. શેષગિરિ (જ. 1860, તીરુચિરાપલ્લી, ચેન્નઇ; અ. ફેબ્રુઆરી 1926, ચેન્નઇ) : ચેન્નઈ(મદ્રાસ)ના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ અને દક્ષિણ ભારતના વિનીતમતવાદી નેતા. પ્રાથમિક શિક્ષણ તિરુચિરાપલ્લી(ત્રિચિનાપલ્લી)માં અને ઉચ્ચ શિક્ષણ ચેન્નઈમાં લીધું હતું. 1886માં તેમણે વકીલાત શરૂ કરી તથા ચેન્નઈમાં લૉ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. તેઓ મદ્રાસ (ચેન્નઈ) યુનિવર્સિટીના ફેલો…

વધુ વાંચો >

અય્યર પી. એસ. શિવસ્વામી

અય્યર, પી. એસ. શિવસ્વામી (જ. 7 ફેબ્રુઆરી 1864, તાજાવુર, ચેન્નઈ; અ. 5 નવેમ્બર 1946, માઈલાપોર, ચેન્નઈ) : ઉદારમતવાદી વિચારક અને ભારતીય વિદ્યાઓના વિદ્વાન પુરસ્કર્તા. શાળાકીય શિક્ષણ તંજાવુર ખાતે લીધા પછી સંસ્કૃત અને ઇતિહાસના વિષય સાથે શિવસ્વામીએ મદ્રાસ પ્રૅસિડેન્સી કૉલેજમાં સ્નાતકની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. તેઓ શ્રીમદભગવદગીતાના નિષ્ઠાવાન અભ્યાસી તથા…

વધુ વાંચો >

અય્યર વી. આર. કૃષ્ણ

અય્યર, વી. આર. કૃષ્ણ (જ. 15 નવેમ્બર 1915, વૈદ્યનાથપુરમ, પલક્કડ; અ. 4 ડિસેમ્બર 2014, કોચી, કેરાલા) : ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયમૂર્તિ. વતન વૈદ્યનાથપુરમ્. શાળાકીય શિક્ષણ કુઆલિચાંડી તથા ઉચ્ચ શિક્ષણ (B.A.B.L.) ચેન્નઈ ખાતે. સપ્ટેમ્બર 1938માં વકીલાતનામું પ્રાપ્ત કર્યું અને તેલિયેરી જિલ્લા ન્યાયાલય તથા ઍર્નાકુલમ્ ખાતે કેરળની વડી અદાલતમાં વકીલાત કરી.…

વધુ વાંચો >

અય્યર સી. પી. રામસ્વામી સર

અય્યર, સી. પી. રામસ્વામી, સર (જ. 13 નવેમ્બર 1879, ચેન્નઈ; અ. 26 સપ્ટેમ્બર 1966, લંડન) : પ્રથમ કક્ષાના પ્રશાસક તથા રાજનીતિજ્ઞ. પિતા સી. આર. પટ્ટાભિરામ અય્યર સરકારી નોકરીમાં હતા. શાળાકીય તથા ઉચ્ચ શિક્ષણ ચેન્નઈ ખાતે લીધેલું. ચેન્નઈની લૉ કૉલેજમાંથી કાયદાની પદવી મેળવ્યા પછી વી. કૃષ્ણસ્વામી અય્યરના માર્ગદર્શન હેઠળ ચેન્નઈની વડી…

વધુ વાંચો >

અરાજકતાવાદ

અરાજકતાવાદ (anarchism) : રાજ્યસત્તાવિહીન તંત્રની હિમાયત કરતી વિચારધારા. કોઈની પણ અધિસત્તા નહિ સ્વીકારવાનું વ્યક્તિ કે સમૂહનું વલણ અરાજકતાવાદના પાયામાં રહેલું છે. આ મતના પુરસ્કર્તાઓ માને છે કે સાર્વભૌમત્વ અને સરકાર દ્વારા રાજ્ય મુખ્ય અધિસત્તા બને છે. આથી અરાજકતાવાદીઓ આ બંને(સરકાર અને રાજ્ય)ના વિસર્જનની માંગ કરે છે. તેઓ માને છે કે…

વધુ વાંચો >

અરાફત યાસેર

અરાફત, યાસેર (જ. 24 ઑગસ્ટ 1929, કેરો, ઈજિપ્ત; અ. 11 નવેમ્બર 2004, પેરિસ, ફ્રાન્સ) : 1969થી ‘પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠન’(પી.એલ.ઓ.)ના અધ્યક્ષ અને સંગઠનના સૌથી મોટા જૂથ ‘અલ-ફતહ’ના નેતા. કેરો યુનિવર્સિટીમાં સિવિલ ઇજનેર થયા બાદ કુવૈત સરકારમાં ઇજનેર તરીકે કામ કરેલું અને પોતાની એક પેઢી પણ સ્થાપી હતી. ‘અલ-ફતહ’ના તેઓ સહસ્થાપક રહ્યા…

વધુ વાંચો >

અરુણા અસફઅલી

અરુણા અસફઅલી (જ. 16 જુલાઈ 1909, કાલકા, પંજાબ; અ. 29 જુલાઈ 1996, દિલ્હી) : ભારતનાં અગ્રણી સ્વાતંત્ર્યસેનાની. મૂળ નામ અરુણા ગાંગુલી. તેમનો જન્મ બંગાળી કુટુંબમાં થયો હતો. તે કુટુંબ બ્રહ્મોસમાજમાં માનતું હતું. તેમણે લાહોર અને નૈનીતાલમાં મિશનરી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું. તેમના પિતા નૈનીતાલમાં હોટલ ચલાવતા હતા. અરુણા બંગાળના ક્રાંતિકારીઓની…

વધુ વાંચો >

અર્થશાસ્ત્ર-1

અર્થશાસ્ત્ર-1 (ઈ. પૂ. ચોથી સદી) : પૃથ્વીનાં પ્રાપ્તિ અને પાલનનો ઉપદેશ આપતું શાસ્ત્ર. સંસ્કૃતમાં ‘અર્થશાસ્ત્ર’ શબ્દ રાજ્યશાસ્ત્રના અર્થમાં પ્રયોજાયો છે. એમાં સર્વજનની વૃત્તિરૂપ અર્થ, એટલે કે દ્રવ્યનો પુરુષાર્થ નહિ પણ રાજાની વૃત્તિરૂપ અર્થ એટલે કે પૃથ્વીના લાભ અને પાલનના ઉપાય અભિપ્રેત છે. અર્થશાસ્ત્રને લગતા ગ્રંથોમાં ‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ અર્થાત્ કૌટિલ્ય-કૃત’અર્થશાસ્ત્ર’ સુપ્રસિદ્ધ…

વધુ વાંચો >

અર્સ દેવરાજ

અર્સ, દેવરાજ (જ. 20 ઑગસ્ટ 1915, મૈસૂર, કર્ણાટક; અ. 6 જૂન 1982, બૅંગાલુરુ, કર્ણાટક) : કર્ણાટક રાજ્યના અગ્રણી રાજકીય નેતા તથા પૂર્વ મુખ્ય પ્રધાન. રાજ્યના મૈસૂર જિલ્લાના હાંસુર તાલુકાના કલ્લાહાલીના વતની. કુટુંબનો પરંપરાગત વ્યવસાય ખેતી, તેથી મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી બી.એસસી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી કુટુંબના વ્યવસાયમાં જોડાવાના હેતુથી વતન પાછા ફર્યા,…

વધુ વાંચો >

અલગતાવાદ

અલગતાવાદ (isolationism) : અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ  (1939-45) પહેલા સુધી અપનાવેલો વિદેશનીતિનો સિદ્ધાંત. અલગતાવાદ, તટસ્થતા અને બિનજોડાણ શબ્દપ્રયોગોનો ઉપયોગ વિદેશનીતિના ક્ષેત્રમાં થાય છે. રાજ્યશાસ્ત્રની દૃષ્ટિએ આ ત્રણે શબ્દોના અર્થ ભિન્ન છે. વળી અલગ અલગ ઐતિહાસિક સંદર્ભમાં તેમનો ઉપયોગ થયેલો છે. ‘અલગતાવાદ’, ‘અલગતાવાદી માનસ’ એ શબ્દોનો ઉપયોગ અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના બીજા દેશો…

વધુ વાંચો >