રાજ્યશાસ્ત્ર
ગિલ, એમ. એસ.
ગિલ, એમ. એસ. (જ. 14 જૂન 1936, પંજાબ; અ. 15 ઑક્ટોબર 2023, દિલ્હી) : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર. પિતા કર્નલ પ્રતાપસીંગ ગિલ અને માતા નિરંજન કૌર ગિલ. પંજાબના અમૃતસર જિલ્લાનું અલ્દીનપુર ગામ તેમનું વતન. સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની ડિગ્રીઓ ધરાવવા સાથે તેઓ ડેવલપમેન્ટ સ્ટડીઝનો ડિપ્લોમા ધરાવતા હતા. યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજમાંથી…
વધુ વાંચો >ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)
ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું. તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…
વધુ વાંચો >ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) : ગુજરાત સરકારની વિવિધ રાજ્ય સેવા માટે અધિકારીઓની પસંદગી કરનારું તંત્ર. કલ્યાણ રાજ્યની વિભાવના અને સમાજવાદી વિચારસરણીની સરકારો દ્વારા થતા અમલને પરિણામે વહીવટી માળખામાં ધરખમ વધારો થાય છે. વહીવટ માટે કાર્યક્ષમ અને નિષ્ઠાવાન અધિકારીઓની જરૂરિયાત રહે છે. તેમની પસંદગીમાં લાગવગ, ભ્રષ્ટાચાર કે સગાવાદને સ્થાન ન…
વધુ વાંચો >ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ
ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ : ગુજરાતમાં શાળા, કૉલેજ અને યુનિવર્સિટી કક્ષાએ રાજ્યશાસ્ત્ર વિષયમાં અધ્યાપન અને સંશોધન કરતા શિક્ષકો, અધ્યાપકો તેમજ ગુજરાતના જાહેર જીવનમાં રસ અને નિસબત ધરાવતા નાગરિકોનું બનેલું મંડળ. શરૂઆતમાં રાજ્યશાસ્ત્રનું અધ્યાપન કરતા કેટલાક મિત્રો અનૌપચારિક રીતે અમદાવાદમાં મળતા ત્યારે ગુજરાતવ્યાપી મંડળ ઊભું કરવાનો વિચાર કેટલાકને સ્ફુર્યો. ડિસેમ્બર 1966માં અખિલ…
વધુ વાંચો >ગુજરાત સભા
ગુજરાત સભા : ગુજરાતની તમામ રાજદ્વારી પ્રવૃત્તિ ચલાવવા માટે 1884માં અમદાવાદમાં સ્થાપવામાં આવેલી સંસ્થા. અમદાવાદના જાણીતા વકીલો ગોવિંદરાવ આપાજી પાટીલ, શિવાભાઈ મોતીભાઈ પટેલ અને ડૉ. જોસેફ બેન્જામિન વરસો સુધી તેના મંત્રીઓ હતા. આ સભા લોકોની મુશ્કેલીઓ વિશે સરકારને અરજીઓ કરી ફરિયાદ કરવાનું કામ કરતી. આ સંસ્થાની સ્થાપનામાં અમદાવાદના ઉદ્યોગપતિઓ, વેપારીઓ,…
વધુ વાંચો >ગુજરાલ ઇન્દર કુમાર
ગુજરાલ, ઇન્દર કુમાર (જ. 4 ડિસેમ્બર 1919, ઝેલમ, પશ્ચિમ પંજાબ [હાલના પાકિસ્તાનનો વિસ્તાર] અ. 30 નવેમ્બર 2012, ગુરગાંવ) : ભારતના પૂર્વવડાપ્રધાન, રાજકારણી અને કલારસિક નેતા. પિતા અવતાર નરેન ગુજરાલ સ્વાતંત્ર્ય સેનાની અને પાકિસ્તાની બંધારણસભાના સભ્ય; પરંતુ હિન્દુસ્તાનના વિભાજનની બેકાબૂ પરિસ્થિતિમાં પાકિસ્તાન છોડી ભારત આવ્યા અને જલંધરમાં સ્થાયી થયા. તેઓ નિરાશ્રિતોના…
વધુ વાંચો >ગુપ્ત, ઇન્દ્રજિત
ગુપ્ત, ઇન્દ્રજિત (જ. 16 માર્ચ 1919, કોલકાતા; અ. 20 ફેબ્રુઆરી 2001, કૉલકાતા) : પ્રથમ પંક્તિના સામ્યવાદી નેતા અને જાગરૂક સાંસદ. બ્રાહ્મોસમાજમાં વિશ્વાસ ધરાવતા કુટુંબમાં જન્મ. તેમના દાદા બિહારીલાલ ગુપ્ત અને મોટા ભાઈ ભારતીય સનદી સેવાના અધિકારીઓ હતા. તેમના પિતા ઇન્ડિયન ઑડિટ ઍન્ડ એકાઉન્ટ સર્વિસના સભ્ય હતા. શાલેય અભ્યાસ સિમલા ખાતે…
વધુ વાંચો >ગુપ્તચર
ગુપ્તચર : ગુપ્ત માહિતી પ્રાપ્ત કરવા તથા રાજકીય અને ગુનાઇત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે રોકવામાં આવતા જાસૂસી એજન્ટો. સંરક્ષણની ર્દષ્ટિએ મહત્વની ગણાતી માહિતી દેશવિદેશમાંથી પ્રાપ્ત કરવા માટે ગુપ્તચરો રાખવામાં આવે છે. મોટા ભાગના જાસૂસી એજન્ટો નાણાકીય કે અન્ય ભૌતિક લાભ મેળવવા માટે આ કામ કરતા હોય…
વધુ વાંચો >ગુપ્ત, ભૂપેશ
ગુપ્ત, ભૂપેશ (જ. 20 ઑક્ટોબર 1914, ઇટના, જિ. મૈમેનસિંગ, બાંગ્લાદેશ; અ. 6 ઑગસ્ટ 1981, મૉસ્કો) : ભારતના અગ્રણી સામ્યવાદી કાર્યકર. તદ્દન નાની વયે એ સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા હતા. તે સમયે બંગાળમાં ‘યુગાન્તર’ અને ‘અનુશીલન’ નામનાં બે ક્રાંતિકારી જૂથો હતાં. ભૂપેશ ગુપ્ત ‘અનુશીલન’ નામના જૂથમાં હતા. તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિના પરિણામે 1930, 1931…
વધુ વાંચો >ગૃહરક્ષક દળ
ગૃહરક્ષક દળ : રાજ્યના પોલીસ દળનું સહાયક સ્વૈચ્છિક અર્ધલશ્કરી દળ. સૌપ્રથમ 6 ડિસેમ્બર 1946ના રોજ જૂના મુંબઈ પ્રાંતમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. માર્ચ 1959માં કેન્દ્ર સરકારના ગૃહ ખાતાએ દરેક રાજ્યને કાનૂનસ્થાપિત (statutory) સ્વૈચ્છિક સંગઠનો રચવા જણાવેલ. 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે દરેક રાજ્યમાં તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં, તે…
વધુ વાંચો >