રાજ્યશાસ્ત્ર
કેન્દ્રશાસિત પ્રદેશ
કેન્દ્રશાસિત પ્રદેશ : ભારતના બંધારણ અનુસાર કેન્દ્ર સરકારના સીધા અંકુશ નીચે મુકાયેલા વિસ્તારો. ભારતના સંઘ-રાજ્યમાં રાજ્યો ઉપરાંત કેન્દ્રશાસિત વિસ્તારોનો સમાવેશ થાય છે. 1947ની 15 ઑગસ્ટે દેશ આઝાદ થયો તે પછી બંધારણના ઘડવૈયાઓએ બ્રિટિશ સમયના પ્રાંતોને રાજ્યો તરીકે જાહેર કરી તેમનું ‘અ’, ‘બ’, ‘ક’, ‘ડ’ દરજ્જા પ્રમાણે વર્ગીકરણ જાહેર કર્યું હતું.…
વધુ વાંચો >કેન્યા
કેન્યા : પૂર્વ આફ્રિકામાં હિંદી મહાસાગરના પશ્ચિમ કિનારે આવેલો આફ્રિકા ખંડનો સૌથી વધુ વિકસિત દેશ. તેનું નામ તે જ નામના પર્વત ઉપરથી પડ્યું છે. તે 4° ઉ.અ. અને 4° દ.અ. અને 34° અને 41° પૂ.રે. ઉપર આવેલો છે. કુલ ક્ષેત્રફળ 5,82,646 ચોકિમી. વિષુવવૃત્ત તેની મધ્યમાંથી પસાર થાય છે. તેના અગ્નિખૂણે…
વધુ વાંચો >કેન્યાટા જોમો
કેન્યાટા, જોમો (જ. 1897, નૈરોબી, કેન્યા; અ. 22 ઑગસ્ટ 1978, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નેતા, સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી તેના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્રપ્રમુખ તથા સર્વ આફ્રિકાવાદના પ્રખર પુરસ્કર્તા. તેમનો જન્મ આફ્રિકાની કિકુયુ જાતિમાં થયો હતો. તે આ જ જાતિના કેન્દ્રીય મંડળ(Kikuyu Central Association)ના મહામંત્રી નિમાયા હતા (1928). પશ્ચિમના સામ્રાજ્યવાદના…
વધુ વાંચો >કેરળ
કેરળ ભારતની પશ્ચિમે અરબી સમુદ્રના કાંઠા પર આવેલું દક્ષિણ ભારતનું રાજ્ય. તે 9o 15′ ઉત્તરથી 12o 53′ ઉત્તર અક્ષાંશ અને 74o 46′ પૂર્વથી 77o 15′ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેના ઈશાનમાં કર્ણાટક, પૂર્વ અને અગ્નિમાં તામિલનાડુ તથા પશ્ચિમે અરબી સમુદ્ર છે. તેનો કુલ વિસ્તાર 38,863 ચોકિમી. છે. તેની દક્ષિણ-ઉત્તર…
વધુ વાંચો >કેરેન્સ્કી – ઍલેક્ઝાંડર ફિઓદોરોવિચ
કેરેન્સ્કી, ઍલેક્ઝાંડર ફિઓદોરોવિચ (જ. 4 મે 1881, સિમ્બિર્સ્ક [હાલનું ઉલ્યાનવ્સ્ક], રશિયા; અ. 11 જૂન 1970, ન્યૂયૉર્ક, અમેરિકા) : રશિયાના રાજદ્વારી મુત્સદ્દી. પિતા જે શાળાના મુખ્ય અધ્યાપક હતા તે જ શાળામાં શરૂઆતનું શિક્ષણ લીધા પછી 1904માં સેન્ટ પીટર્સબર્ગ (લેનિનગ્રાડ) યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રના સ્નાતક થયા. 1905માં સોશિયાલિસ્ટ રેવોલ્યૂશનરી પાર્ટીમાં જોડાયા અને સાથોસાથ વકીલાત…
વધુ વાંચો >કૅલેઘન – લૅનર્ડ જેમ્સ
કૅલેઘન, લૅનર્ડ જેમ્સ (જ. 27 માર્ચ 1912, પૉટર્સમથ, હૅમ્પશાયર; અ. 26 માર્ચ 2005, રીંગમર, ઇસ્ટ સસેક્સ, ઇગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી, લેબર પાર્ટીના વડા (1976થી ’80) તથા દેશના વડા પ્રધાન (1976થી 1979). ગરીબ કુટુંબમાં જન્મ. નવ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં યુનિવર્સિટી-શિક્ષણથી વંચિત રહ્યા. 1929માં મુલકી વહીવટી તંત્રમાં કારકુન…
વધુ વાંચો >કેલૉગ – ફ્રૅન્ક બિલિંગ્ઝ
કેલૉગ, ફ્રૅન્ક બિલિંગ્ઝ (જ. 22 ડિસેમ્બર 1856, પોટ્સડૅમ, ન્યૂ યૉર્ક; અ. 21 ડિસેમ્બર 1937, સેન્ટ પૉલ, મિનેસોટા) : અમેરિકન રાજનીતિજ્ઞ, મુત્સદ્દી તથા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા (1929). મિનેસોટા રાજ્યના સેન્ટ પૉલ ખાતે કૉર્પોરેશનના વકીલ તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1904માં ટ્રસ્ટવિરોધી કાયદાઓની સુનાવણી દરમિયાન અમેરિકાની સરકારના વકીલ તરીકે કરેલા…
વધુ વાંચો >કેળકર – લક્ષ્મીબાઈ ‘મૌસીજી’
કેળકર, લક્ષ્મીબાઈ ‘મૌસીજી’ (જ. 6 જુલાઈ 1905, સાતારા, મહારાષ્ટ્ર; અ. 27 નવેમ્બર 1978, નાગપુર) : અગ્રણી સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રસેવિકા સમિતિનાં સંસ્થાપક. મૂળ નામ કમલ દાતે. પિતા ભાસ્કરરાવ કેન્દ્ર સરકારના નાગપુર ખાતેના એકાઉન્ટન્ટ જનરલના કાર્યાલયમાં નોકરી કરતા હતા. માતાનું નામ યશોદાબાઈ. વતન સાતારા જિલ્લાનું બાવદાન ગામ. તેમના દાદા રામચંદ્ર…
વધુ વાંચો >કૈરોન – પ્રતાપસિંગ
કૈરોન, પ્રતાપસિંગ (જ. 1 ઑક્ટોબર 1901, કૈરોન, પંજાબ; અ. 6 ફેબ્રુઆરી 1965, પ્રવાસ દરમિયાન) : સ્વાતંત્ર્યસેનાની, રાજકીય નેતા અને પંજાબના મુખ્યમંત્રી. પ્રગતિશીલ કુટુંબમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ પોતાના વતનમાં. લાહોર યુનિવર્સિટીમાંથી 1920માં સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. 1920-29ના ગાળામાં અમેરિકાના નિવાસ દરમિયાન ગદર પાર્ટીની…
વધુ વાંચો >કૉટન – હેન્રી (સર)
કૉટન, હેન્રી (સર) (જ. 13 સપ્ટેમ્બર 1845, કુંભાકોણમ્; અ. 22 ઑક્ટોબર 1915) : ભારતપ્રેમી બ્રિટિશ અમલદાર. બ્રિટિશ હોવા છતાં એમના પૂર્વજોને ત્રણ પેઢીથી હિંદુસ્તાન સાથે સંબંધ હતો. તેઓ 1867માં બંગાળ સરકારની નોકરીમાં દાખલ થયા. વિવિધ હોદ્દાઓ પર કામ કર્યા પછી 1896માં આસામના મુખ્ય કમિશનર બન્યા. એ પદ ઉપરથી 1902માં નિવૃત્ત…
વધુ વાંચો >