રાજ્યશાસ્ત્ર
એકતંત્રી રાજ્યવ્યવસ્થા
એકતંત્રી રાજ્યવ્યવસ્થા : સમગ્ર દેશમાં એક જ કેન્દ્રમાંથી ચાલતી શાસનવ્યવસ્થા (unitary government system). રાજ્યોનાં વર્ગીકરણ ઘણી વાર સત્તાની વહેંચણીની ભૂમિકા ઉપર કરવામાં આવે છે ત્યારે રાજ્યોને ‘સમવાયતંત્રી’ કે ‘એકતંત્રી’ એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે. સમવાયતંત્રી રાજ્યમાં સ્થાનિક કક્ષાએ સત્તા રહે છે, જે કેન્દ્ર સરકાર તેમની પાસેથી લઈ શકતી નથી.…
વધુ વાંચો >એક દેશ – એક રેશન કાર્ડ
એક દેશ – એક રેશન કાર્ડ: 2018માં શરૂ થયેલી દેશભરમાં માન્ય રેશન કાર્ડ આપવાની યોજના. એક દેશ – એક રેશન કાર્ડની વ્યવસ્થા અંતર્ગત કોઈ પણ રાજ્યના કાર્ડધારકને દેશમાં કોઈ પણ સ્થળે કેન્દ્ર સરકારની સાર્વજનિક વિતરણ પ્રણાલીની યોજના હેઠળ સસ્તાં અનાજની દુકાનમાંથી રાહત દરે ખાદ્યસામગ્રી મળવા પાત્ર છે. રેશન કાર્ડના આધારે…
વધુ વાંચો >ઍક્વાયનસ, ટૉમસ
ઍક્વાયનસ, ટૉમસ (જ. 1225, રોકેસેકા, નેપલ્સ પાસે; અ. 7 માર્ચ 1274, ફોસાનૌઆ, ઇટાલી) : યુરોપના મધ્યયુગના મહાન ચિંતક. 1244માં ખ્રિસ્તી ધર્મના ડૉમિનિકન ઑર્ડરના સભ્ય થયા પછી તેમણે પૅરિસ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેઓ ‘ઍન્જેલિક ડૉક્ટર’ તરીકે જાણીતા હતા. તેરમી સદી યુરોપનો સંક્રાંતિકાળ હતો, તેમાં ગ્રીક ફિલસૂફીનો અનુવાદ સુલભ બન્યો તેનો…
વધુ વાંચો >ઍક્વિનો, કોરાઝોન
ઍક્વિનો, કોરાઝોન (જ. 25 જાન્યુઆરી 1933 તારલેક ફિલિપાઇન્સ આઇલેન્ડઝ, યુ. એસ.; અ. 1 ઑગસ્ટ 2009 મકાતી, મેટ્રો મનિલા, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સ પ્રજાસત્તાકનાં પ્રમુખ તથા આધુનિક જમાનાનાં એક અગ્રણી મહિલા રાષ્ટ્રનેતા. પિતા જોસ કૉજુઆંગકો – સિનિયર તથા માતા ડિમિટ્રિયા સુમુલૉગનાં 6 સંતાનોમાં તેઓ ચોથું સંતાન. શરૂઆતનું શિક્ષણ સેન્ટ સ્કોલૅસ્ટિકા કૉલેજમાં (1938-45).…
વધુ વાંચો >ઍક્વિનો, બેનિગ્નો સાઇમન જુ.
ઍક્વિનો, બેનિગ્નો સાઇમન જુ. (જ. 27 નવેમ્બર 1932, તારલેક, ફિલિપાઇન્સ; અ. 21 ઑગસ્ટ 1983, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સમાં ફર્દિનાન્દ માકૉર્સના પ્રમુખપણા હેઠળ લશ્કરી કાયદાના અમલ દરમિયાન (1972-81) વિરોધપક્ષના પ્રમુખ નેતા. જનરલનું પદ (rank) ધરાવતા ફિલિપાઇન્સના એક ઉચ્ચ લશ્કરી અધિકારીના પૌત્ર, જમીનદાર તથા જાણીતા રાજકીય નેતાના પુત્ર. માત્ર 17 વર્ષની વયે તેઓ…
વધુ વાંચો >ઍચિસન, ડીન
ઍચિસન, ડીન (જ. 19 એપ્રિલ 1893, મિડલટન, કનેક્ટિક્ટ; અ. 12 ઑક્ટો. 1971, સૅન્ડિ સ્પ્રિંગ, મેરીલૅન્ડ) : પ્રમુખ ટ્રુમેનના સમયમાં અમેરિકાના વિદેશમંત્રી (1949-1953) અને યુદ્ધોત્તર વર્ષોમાં વિદેશનીતિના અગ્રગણ્ય ઘડવૈયા. યેલ તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા પછી વકીલાત કરી. પ્રમુખ રૂઝવેલ્ટે તેમને નાણાખાતાના ઉપસચિવ તરીકે 1933માં નીમ્યા. ત્યારબાદ 1941થી 1953 સુધીના ગાળામાં…
વધુ વાંચો >ઍટલાન્ટા
ઍટલાન્ટા : યુ.એસ.ના અગ્નિખૂણામાં આવેલા જ્યૉર્જિયા રાજ્યનું પાટનગર તેમજ દક્ષિણમાં સૌથી મોટું ઔદ્યોગિક શહેર. ભૌ. સ્થાન : 33o 44′ ઉ. અ. અને 84o 23′ પ. રે. 1833માં આ નગરની સ્થાપના બાદ તેના પૂર્વના મેદાનમાંના ભૌગોલિક સ્થાનને કારણે 1900 પછી આ શહેરનો સતત વિકાસ થતો રહ્યો છે. મેટ્રોપૉલિટન ઍટલાન્ટાની વસ્તી 60,20,864…
વધુ વાંચો >એડન
એડન : યૅમૅન ગણરાજ્યની રાજધાની તથા પ્રાચીન વ્યાપારકેન્દ્ર. ભૌ. સ્થાન : 12o 45′ ઉ. અ. અને 45o 12′ પૂ. રે.. ઈ. પૂ. ત્રીજા શતકમાં વસેલું. અરબી ભાષામાં એ ‘આદન’ નામથી ઓળખાય છે. એડનના અખાતના દક્ષિણ-પશ્ચિમ કિનારા પર તથા લાલ સમુદ્રના પ્રવેશદ્વાર પર તે બંદર આવેલું છે. વ્યાપારના મહત્વના બંદર તરીકે…
વધુ વાંચો >ઍડમ્સ, જૉન
ઍડમ્સ, જૉન (જ. 30 ઑક્ટોબર 1735, ક્વીત્સી, મૅસેચૂસેટ્સ; અ. 4 જુલાઈ 1826, ક્વીન્સી, માસાટુસેટસ, યુ. એસ.) : અમેરિકાના રાજકારણી અને બીજા પ્રમુખ (1797-1801). તે ખેડૂતના પુત્ર હતા. તેમણે હાર્વર્ડ ખાતે અભ્યાસમાં નામના કાઢી. 1758માં તે ‘બાર’માં પ્રવેશ્યા. તેમને વિવિધ વસાહતો પ્રત્યે સમભાવ હતો; તેમણે ‘સ્ટૅમ્પ ઍક્ટ’ નામે કાયદા સામેના વિરોધની…
વધુ વાંચો >ઍડવોકેટ જનરલ
ઍડવોકેટ જનરલ : રાજ્ય સરકારના કાયદા અંગેના સર્વોચ્ચ સલાહકાર તથા વરિષ્ઠ સરકારી વકીલ. ભારતના બંધારણની કલમ 165 (1) મુજબ દરેક સંલગ્ન રાજ્ય માટે તેમની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણમાં નિર્દિષ્ટ લાયકાત તથા અનુભવ ધરાવતી વ્યક્તિની આ પદ પર રાજ્યપાલ દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે અને રાજ્યપાલ ઇચ્છે ત્યાં…
વધુ વાંચો >