રાજ્યશાસ્ત્ર
સુબ્બારાવ કાલ્લુરી
સુબ્બારાવ, કાલ્લુરી (જ. 25 મે 1897, કાલ્લુરુ, અનંતપુર જિલ્લો, આંધ્રપ્રદેશ; અ. 1973) : સ્વાતંત્ર્યસેનાની, સામાજિક ઉત્કર્ષની દૃષ્ટિ ધરાવતા કાર્યકર, લેખક અને પત્રકાર. તેમનો પ્રારંભિક અભ્યાસ વતન કાલ્લુરુમાં આરંભાયો. ત્યાં ખ્યાતનામ વિદ્વાનો પાસે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. એડવર્ડ કૉરોનેશન સેકન્ડરી સ્કૂલ અને થિયૉસૉફિકલ હાઈસ્કૂલ(મદનાપલ્લૈ)માં અને પછીથી વેસ્લેયાન મિશન હાઈસ્કૂલ,…
વધુ વાંચો >સુબ્રહ્મન્યમ, જયશંકર
સુબ્રહ્મન્યમ, જયશંકર (જન્મ 9 જાન્યુઆરી, 1955, દિલ્હી) : 30 મે, 2019થી ભારત સરકારમાં વિદેશ મંત્રી તરીકે કાર્યરત. નટવર સિંહ પછી ભારતીય વિદેશ સેવાના બીજા અધિકારી, જેઓ દેશના વિદેશ મંત્રી બન્યાં. પિતા ક્રિષ્નાસ્વામી સુબ્રહ્મન્યમ અને માતા સુલોચના સુબ્રહ્મન્યમ. ‘ફાધર ઑફ ઇન્ડિયન સ્ટ્રેટેજિક થૉટ્સ’ તરીકે પ્રસિદ્ધ પિતા ભારતના પ્રસિદ્ધ સ્ટ્રેટેજિક અફેર્સના વિશ્ર્લેષક,…
વધુ વાંચો >સુમરો મહોમ્મદમિયાં
સુમરો, મહોમ્મદમિયાં (જ. 19 ઑગસ્ટ 1950) : પાકિસ્તાનના સરમુખત્યાર પરવેઝ મુશર્રફે નવેમ્બર 2007માં લાદેલ કટોકટી દરમિયાન પાકિસ્તાનની ધુરા કામચલાઉ ધોરણે સંભાળવા માટે નિયુક્ત કરેલા પ્રધાનમંત્રી. મુશર્રફના નિકટના વિશ્વાસુ હોવા ઉપરાંત તેઓને આંતરરાષ્ટ્રીય બૅંકિંગ વ્યવહારના નિષ્ણાત ગણવામાં આવે છે. તેઓ હાલ દેશમાં સત્તા ધરાવનાર પાકિસ્તાન મુસ્લિમ લીગ (કાયદેઆઝમ) રાજકીય પક્ષના સક્રિય…
વધુ વાંચો >સુસ્લૉવ મિખાઇલ આંદ્રેવિચ
સુસ્લૉવ, મિખાઇલ આંદ્રેવિચ (જ. 21 નવેમ્બર 1902, સોખોવસ્કોઈ, રશિયા; અ. 25 જાન્યુઆરી 1982, મૉસ્કો) : સોવિયેત સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. ખેડૂત પિતાના પુત્ર તરીકે તેમણે રશિયન ક્રાંતિની ઊથલપાથલમાં ભાગ લીધો હતો. આ ઘટના દરમિયાન તેઓ યંગ કમ્યુનિસ્ટ લીગમાં અને પછી દેશમાં ચાલેલા આંતરવિગ્રહમાં જોડાયા. 1921માં 19 વર્ષની વયે તેઓ સામ્યવાદી…
વધુ વાંચો >સુહરાવર્દી હુસેન શહીદ
સુહરાવર્દી, હુસેન શહીદ (જ. 8 સપ્ટેમ્બર 1893, મિદનાપોર, બંગાળ; અ. 5 ડિસેમ્બર 1963, બૈરૂત, લેબેનૉન) : પાકિસ્તાનના વડાપ્રધાન, અવામી લીગના સ્થાપક. હુસેન શહીદ સુહરાવર્દીનો જન્મ બંગાળના ખૂબ પ્રબુદ્ધ પરિવારમાં થયો હતો. કોલકાતા મદરેસામાં અભ્યાસ કરીને તેઓ કોલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાઈને 1913માં બી.એસસી. થયા. તે પછી ઇંગ્લૅન્ડ જઈને તેમણે ઑક્સફર્ડ…
વધુ વાંચો >સુહાર્તો થોજીબ
સુહાર્તો થોજીબ (જ. 8 જૂન 1921, કેમુસુ આરગામુલ્જા, જાવા, ડચ, ઈસ્ટ ઇન્ડીઝ) : ઇન્ડોનેશિયાના બીજા પ્રમુખ. તેમની કારકિર્દીનો પ્રારંભ બક-ક્લાર્ક તરીકે થયેલો. પછી તેઓ સામ્રાજ્યવાદી ડચ શાસકોના લશ્કરમાં જોડાયા. 1942માં જાપાનના વિજય બાદ જાપાન-સંચાલિત લશ્કરી દળમાં જોડાયા અને લશ્કરી અધિકારી તરીકેની તાલીમ લીધી. જાપાનની શરણાગતિ સમયે ગેરીલા દળો વતી ડચ…
વધુ વાંચો >સુંદરૈયા પુચલા પિલ્લાઈ
સુંદરૈયા પુચલા પિલ્લાઈ (જ. 14 મે 1913, આલાગિરિ પાડુ, નેલોર જિલ્લો; અ. ?) : દક્ષિણ ભારતના કર્મઠ સામ્યવાદી નેતા. પિતા સુંદરરામી રેડ્ડી મધ્યમવર્ગીય ખેડૂત હતા. 1943માં લીલા સાથે લગ્ન કરી, તેમણે નિ:સંતાન રહેવાનું પસંદ કર્યું. તેમનાં પત્ની લીલા સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયામાં નોકરી કરતાં હતાં, પણ 1940માં સામ્યવાદી પક્ષની પૂરા…
વધુ વાંચો >સૂરત કૉંગ્રેસ અધિવેશન (1907)
સૂરત કૉંગ્રેસ અધિવેશન (1907) : 1907માં સૂરતમાં મળેલું કૉંગ્રેસનું ત્રેવીસમું ઐતિહાસિક અધિવેશન. આ અધિવેશન મળ્યું તે અગાઉના બનાવો વિશે જાણવું જરૂરી છે. દાદાભાઈ નવરોજીના પ્રમુખપદે મળેલા 1906ના કોલકાતા કૉંગ્રેસ અધિવેશનમાં વિદેશી માલનો બહિષ્કાર, સ્વદેશી, સ્વરાજ અને રાષ્ટ્રીય શિક્ષણ અંગેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. તેને લીધે મવાળ અને જહાલ જૂથો…
વધુ વાંચો >સેન પ્રફુલ્લચંદ્ર
સેન, પ્રફુલ્લચંદ્ર (જ. 1897; અ. 1990) : ગાંધીવાદી કૉંગ્રેસી નેતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી. તેઓ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના આરામબાગમાં રહ્યા હતા. તેમનાં માતાપિતા વિશે માહિતી મળતી નથી. તેઓ ગરીબ કુટુંબમાંથી આવ્યા હતા અને શરૂના જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો એમ માનવામાં આવે છે. તેઓ આજીવન અપરિણીત રહ્યા હતા. તેમણે…
વધુ વાંચો >સેન સૂર્ય (‘માસ્ટરદા’)
સેન, સૂર્ય (‘માસ્ટરદા’) (જ. 22 માર્ચ 1894, નોઆપરા, જિ. ચિત્તાગોંગ, હાલ બાંગ્લાદેશ; અ. 12 જાન્યુઆરી 1934, ચિત્તાગોંગ જેલ) : બંગાળના આગેવાન ક્રાંતિકાર. સૂર્ય સેનનો જન્મ નીચલા મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજમણિ સેન હતું. ઇન્ટરમિજીએટ પરીક્ષા પાસ કર્યા પછી તેમનાં લગ્ન પુષ્પા કુંતલ સાથે થયાં. તે પછી…
વધુ વાંચો >