રસાયણશાસ્ત્ર

મેન્થૉલ

મેન્થૉલ (હેક્ઝાહાઇડ્રોથાયમોલ) : CH3C6H9(C3H7)OH સૂત્ર ધરાવતો એક ચક્રીય, સંતૃપ્ત, દ્વિતીયક ટર્પીન આલ્કોહૉલ. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે : તેમાં ત્રણ અસમ કાર્બન પરમાણુઓ (ફૂદડી વડે દર્શાવેલા) છે. તેથી તે આઠ પ્રકાશક્રિયાશીલ સ્વરૂપમાં મળે છે. કુદરતમાં આ આઠ પૈકી માત્ર બે, l-મેન્થૉલ તથા d-નિયોમેન્થૉલ મળે છે. બાકીના સંશ્લેષણ દ્વારા મેળવી…

વધુ વાંચો >

મેન્દેલિયેવ, દમિત્રી ઇવાનોવિચ

મેન્દેલિયેવ, દમિત્રી ઇવાનોવિચ (જ. 8 ફેબ્રુઆરી 1834, તોબોલ્સ્ક, સાઇબીરિયા (રશિયા); અ. 2 ફેબ્રુઆરી 1907, સેંટ પીટર્સબર્ગ) : તત્વોના આવર્તક કોષ્ટક(periodic table)ને વિકસાવનાર રશિયન રસાયણશાસ્ત્રી. તેઓ શિક્ષક પિતા (વ્યાયામશાળાના નિયામક) અને પ્રભાવશાળી માતાનું 17મું (છેલ્લું) સંતાન હતા. તેમના પિતાને અંધાપો આવવાથી માતાએ આવક માટે 32 કિમી. દૂર એક કાચની ફૅક્ટરી ચલાવવા…

વધુ વાંચો >

મેન્દેલિવિયમ

મેન્દેલિવિયમ (Mendelevium) : માનવસર્જિત અનુયુરેનિયમ (transuranium) તત્વોમાં 9મું અને આવર્તક કોષ્ટકમાંની ઍક્ટિનાઇડ શ્રેણીનું 12મા ક્રમનું રાસાયણિક તત્વ. સંજ્ઞા Md; પરમાણુક્રમાંક 101; ઇલેક્ટ્રૉનીય સંરચના [Rn] 5f¹³ 7s². તે કુદરતમાં મળી આવતું નથી. 1955માં કૅલિફૉર્નિયા રેડિયેશન લૅબોરેટરી ખાતે અમેરિકન રસાયણવિદો આલ્બર્ટ ઘિયૉર્સો, બર્નાર્ડ જી. હાર્વે, ગ્રેગરી આર. ચૉપિન, સ્ટૅન્લી જી. ટૉમ્સન અને…

વધુ વાંચો >

મેરિફિલ્ડ (રૉબર્ટ) બ્રુસ

મેરિફિલ્ડ (રૉબર્ટ) બ્રુસ (જ. 15 જુલાઈ 1921, ફૉર્ટ વર્થ, ટેક્સાસ, યુ.એસ.; અ. 14 મે 2006, યુ.એસ.) : જીવરસાયણશાસ્ત્રી અને કેળવણીકાર. યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા ઍટ લૉસ એન્જેલસ(UCLA)માંથી 1943માં સ્નાતક થઈ 1943–44માં રસાયણશાસ્ત્રી તરીકે તથા 1948–49માં શિક્ષણ અને સંશોધન-સહાયક તરીકે કાર્ય કર્યું. 1949માં UCLAમાંથી જીવરસાયણમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આ જ વર્ષે…

વધુ વાંચો >

મેલામાઇન

મેલામાઇન : રેઝિન બનાવવામાં ઉપયોગી સાયનુર્ટ્રાઇ-એમાઇડ(cynurtriamide) અથવા 2, 4, 6-ટ્રાઇએમિનો-S-ટ્રાયાઝીન નામનું રસાયણ. તેનું બંધારણ નીચે મુજબ છે : તે સફેદ રંગનો, એકનતાક્ષ (monoclinic) સ્ફટિકમય પદાર્થ છે તથા પાણીમાં સાધારણ દ્રાવ્ય, પરંતુ ઈથર, બેન્ઝિન, કાર્બનટેટ્રાક્લૉરાઇડમાં અદ્રાવ્ય છે. તેનું ગ.બિં. 354° સે. છે. તે બાષ્પશીલ છે. મેલામાઇન બે રીતે બનાવી શકાય છે.…

વધુ વાંચો >

મેલેનિન (Melanin)

મેલેનિન (Melanin) : વિવર્ણ (albino) સિવાયનાં પૃષ્ઠવંશી પ્રાણીઓનાં ર્દષ્ટિપટલ, ચામડી, પીંછાં તથા વાળમાં રહેલું તપખીરિયા (બદામી) કાળા રંગનું જૈવિક વર્ણક (biological biochrome) રંગદ્રવ્ય (pigment). તે ટાયરૉસિનેઝ (tyrosinase) નામના ઉત્સેચક દ્વારા ટાયરોસીન(ઍમિનોઍસિડ)માંથી ઉદભવતો બહુલક પદાર્થ છે. ચોક્કસ પ્રકારના બાહ્ય ત્વચામાંના કોષો જેને મેલાનોફૉર અથવા મેલેનોસાઇટ કહે છે, તેમના દ્વારા આ મેલેનિન…

વધુ વાંચો >

મેસ

મેસ : એક પ્રકારનો ટિયર ગૅસ. હાથમાં પકડેલા કૅનમાંથી તે છોડી શકાય છે. તોફાની કે અશાંત પરિસ્થિતિમાં ટોળાનો નજીકથી સામનો કરવાનો હોય ત્યારે પોલીસ અને લશ્કર ટોળાને શાંત પાડી નિયંત્રણમાં રાખવા તેનો ઉપયોગ કરે છે. તેનાથી તત્પૂરતો અંધાપો આવી જાય છે. 1.8 મી. કરતાં ઓછા અંતરેથી તે મોઢા પર છાંટવામાં…

વધુ વાંચો >

મૅસ્ટિક

મૅસ્ટિક (Mastic અથવા Mastich) : મૅસ્ટિક વૃક્ષને કાપા પાડતાં તેમાંથી ઝરતું નરમ ઍરોમૅટિક રેઝિન. તે મુખ્યત્વે ધાતુઓ તથા ચિત્રકામોના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતો પીળો વાર્નિશ બનાવવા વપરાય છે. અગાઉ તે ઘા ઉપર મલમપટ્ટા માટે પણ વપરાતું. ગરમ કરી ઘટ્ટ બનાવેલા અળસીના તેલ(linseed oil)ને મેગિલ્પ (megilp) કહે છે, જે રંગના માધ્યમ…

વધુ વાંચો >

મૅંગેનીઝ

મૅંગેનીઝ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII A) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Mn. તે આવર્તક કોષ્ટકના પ્રથમ દીર્ઘ આવર્તના સંક્રાંતિક (transition) તત્વો પૈકીનું ક્રોમિયમ અને આયર્ન વચ્ચે આવેલું તત્વ છે. કેટલાક ગુણધર્મોમાં તે આ બે તત્વો સાથે સમાનતા ધરાવે છે. શુદ્ધ ધાતુ તરીકે તે ઓછું જાણીતું અને ઉપયોગમાં લેવાતું તત્વ…

વધુ વાંચો >

મૅંગેનીઝ ડાયૉક્સાઇડ

મૅંગેનીઝ ડાયૉક્સાઇડ : શ્યામ મૅંગેનીઝ (manganese black), બૅટરી મૅંગેનીઝ અથવા મૅંગેનીઝ પેરૉક્સાઇડ તરીકે ઓળખાતો કાળો મૅંગેનીઝ(IV) ઑક્સાઇડ. સૂત્ર MnO2. કુદરતમાં તે પાયરોલ્યુસાઇટ (pyrolusite) ખનિજ તરીકે મળે છે. મૅંગેનીઝ(II) ઑક્સાઇડને ઑક્સિજનની હાજરીમાં ગરમ કરવાથી અથવા મૅંગેનીઝ(II) નાઇટ્રેટ-  [Mn(NO3)2]ને તપાવવાથી પણ તે મેળવી શકાય છે. તે કાળા સ્ફટિક-સ્વરૂપે અથવા પાઉડર-સ્વરૂપે મળે છે.…

વધુ વાંચો >