રસાયણશાસ્ત્ર

માસ સ્પેક્ટ્રમિકી

માસ સ્પેક્ટ્રમિકી (Mass Spectroscopy) દ્રવ્યમાન સ્પેક્ટ્રૉસ્કોપ (mass spectroscope) નામના ઉપકરણ દ્વારા વાયુરૂપ આયનોને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો વડે જુદા પાડી પદાર્થોના રાસાયણિક બંધારણનું અભિનિર્ધારણ (identification), મિશ્રણોનું નિર્ધારણ (determination) તથા તત્વોનું માત્રાત્મક પૃથક્કરણ કરવાની વિશ્લેષણની એક તકનીક. તેને માસ સ્પેક્ટ્રમિતિ (spectrometry) પણ કહે છે. જો સ્પેક્ટ્રોસ્કોપ અલગ પાડવામાં આવેલા આયનોની પરખ…

વધુ વાંચો >

મિચેલ, પીટર ડેનિસ

મિચેલ, પીટર ડેનિસ (જ. 29 સપ્ટેમ્બર 1920, મીચામ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 10 એપ્રિલ 1992, બોડમિન, કૉર્નવોલ) : કોષકીય ઊર્જા-પરિવહન સિદ્ધાંતના પ્રયોજક બ્રિટિશ જૈવરસાયણવિદ. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1950માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. વિદ્યાર્થી-અવસ્થામાં જ તેઓ સજીવોના કોષો ઑક્સિજન અને સૂર્યપ્રકાશનું એક આવશ્યક સંયોજન એવા એડિનોસીન ટ્રાઇફૉસ્ફેટ(ATP)માં કેવી રીતે…

વધુ વાંચો >

મિચેલ, હાર્ટમુટ

મિચેલ, હાર્ટમુટ (જ. 18 જુલાઈ, 1948, લુડવિગ્ઝબર્ગ, જર્મની) : જર્મન રસાયણવિદ અને 1988ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબલ પુરસ્કારના ડીઝેનહોફર અને હુબર સાથેના સંયુક્ત વિજેતા. હાર્ટમુટે 1969-75 દરમિયાન ટ્યૂબિન્જેન અને મ્યૂનિકમાં જૈવરસાયણનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1977માં યુનિવર્સિટી ઑવ્ વૂર્ઝબર્ગમાંથી જૈવરસાયણમાં પીએચ.ડી.ની પદવી મેળવી અને 1977-79 દરમિયાન ત્યાં જ પોસ્ટડૉક્ટરલ ફેલો…

વધુ વાંચો >

મિજલી, ટૉમસ

મિજલી, ટૉમસ (જ. 18 મે 1889, બીવરફૉલ્સ, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 2 નવેમ્બર 1944, વર્ધિંગ્ટન, ઓહાયો, યુ.એસ.) : ઇજનેર અને રસાયણવિદ. મિજલીએ કૉર્નેલમાં ઇજનેરીનો અભ્યાસ કર્યો. તે પછી તેઓ 1911માં પીએચ.ડી. થયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કિટરિંગ સાથે ડેટોન (Dayton Engineering Laborataries Company) માટે કામ કરતાં તેમણે પેટ્રોલ-એંજિનમાં થતા ખટાકા (અપસ્ફોટ) (knocking)…

વધુ વાંચો >

મિથાઈલ આલ્કોહૉલ

મિથાઈલ આલ્કોહૉલ (મિથેનોલ, કાર્બિનોલ) : સાદામાં સાદો આલ્કોહૉલ. બંધારણીય સૂત્ર  . અગાઉ લાકડામાંથી કોલસો બનાવતી વખતે સહનીપજ (coproduct) તરીકે મળતો હોવાથી તે કાષ્ઠ આલ્કોહૉલ (wood alcohol) અથવા કાષ્ઠ સ્પિરિટ (wood spirit) કહેવાતો. તે નિર્મળ (clear), રંગવિહીન, વાસવિહીન, લગભગ સ્વાદવિહીન, વહનક્ષમ (mobile), ધ્રુવીય (polar) અને ઝેરી પ્રવાહી છે. તેનું ઉ. બિં.,…

વધુ વાંચો >

મિથાઈલ ઑરેન્જ

મિથાઈલ ઑરેન્જ : રાસાયણિક પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતો ઍસિડ-બેઝ સૂચક. [P– (P-ડાઇમિથાઈલઍમિનો ફિનાઇલએઝો) – બેન્ઝિન સલ્ફોનેટ ઑવ્ સોડિયમ]; હેલિયાન્થિન B; ઑરેન્જ-III; ગોલ્ડ ઑરેન્જ; ટ્રૉપીઓલિન D તરીકે પણ તે જાણીતો છે. અણુસૂત્ર : (CH3)2NC6H4NNC6H4SO3Na. તે કાર્બનિક એઝો રંગક છે. તેમાં એઝો સમૂહ (–N=N–) હોવાથી એઝોઇક રંગક પણ કહેવાય છે, નારંગી-પીળા રંગનો આ…

વધુ વાંચો >

મિથાઈલ ક્લોરાઇડ

મિથાઈલ ક્લોરાઇડ (ક્લોરોમિથેન; મૉનૉક્લોરોમિથેન) : ક્લોરિન પરમાણુ ધરાવતું કાર્બનિક સંયોજન. બંધારણીય સૂત્ર . રંગવિહીન, સંકોચિત વાયુ અથવા પ્રવાહી. ઈથર જેવી આછી મધુર વાસ ધરાવે છે. વિ. ઘ. 0.92 (20° સે.); ઉ. બિં.  –23 7° સે.; પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થઈ વિઘટન પામે છે. આલ્કોહૉલ, ક્લૉરોફૉર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બેન્ઝિન, ગ્લૅશિયલ ઍસેટિક…

વધુ વાંચો >

મિથિલીન ક્લોરાઇડ

મિથિલીન ક્લોરાઇડ (મિથિલીન ડાઇક્લોરાઇડ; ડાઇક્લોરો-મિથેન) : બે ક્લોરિન પરમાણુ ધરાવતું કાર્બનિક સંયોજન. અણુસૂત્ર, CH2Cl2. તે રંગવિહીન, બાષ્પશીલ; અજ્વલનશીલ (nonflammable), ઈથર જેવી તીક્ષ્ણ (penetrating) વાસવાળું પ્રવાહી છે. પાણી કરતાં ભારે છે. પાણીમાં અલ્પદ્રાવ્ય; જ્યારે આલ્કોહૉલ તથા ઈથરમાં દ્રાવ્ય પ્રવાહી છે. તેનું ઉ. બિં. 40° સે. અને ઘનતા 1.335 (15/4C) છે. ઔદ્યોગિક…

વધુ વાંચો >

મિથેન

મિથેન (માર્શ ગૅસ, મિથાઈલ હાઇડ્રાઇડ) : આલ્કેન અથવા પૅરેફિનહાઇડ્રોકાર્બન શ્રેણીનો પ્રથમ અને સાદામાં સાદો સભ્ય. બંધારણીય સૂત્ર : અનૂપ (swampy) ભૂમિમાં તેમજ ખાતરો અને અન્ય કૃષિવિષયક અપશિષ્ટ પદાર્થોના અવાયુજીવી (anaerobic) જીવાણ્વીય (bacterial) અપઘટનથી ઉત્પન્ન થતો હોવાથી તેને માર્શ વાયુ પણ કહે છે. વાહિતમલ આપંક(sewage sludge)માંથી પણ તે ઉદભવે છે. ગોબર-ગૅસનો…

વધુ વાંચો >

મિશ્રધાતુઓનું પૃથક્કરણ

મિશ્રધાતુઓનું પૃથક્કરણ (Analysis of alloys) મિશ્રધાતુમાં કયું તત્વ કેટલા પ્રમાણમાં હાજર છે તેનું નિર્ધારણ. સામાન્ય રીતે શુદ્ધ સ્વરૂપે ધાતુ ઓછી વપરાય છે, કારણ કે ધાતુનો જે હેતુ માટે ઉપયોગ કરવાનો હોય તેને અનુરૂપ તેના ગુણધર્મો મેળવવા માટે શુદ્ધ ધાતુમાં ઓછાવત્તા પ્રમાણમાં એક અથવા વધુ અન્ય ધાતુ ઉમેરી મિશ્રધાતુ બનાવવામાં આવે…

વધુ વાંચો >