રસાયણશાસ્ત્ર
બેકર, ડેવિડ
બેકર, ડેવિડ (Baker, David) (જ. 6 ઑક્ટોબર 1962, સિઍટલ, વૉશિંગ્ટન, યુ.એસ.એ.) : કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન (પરિકલન અથવા ગાણિતિક પ્રોટીનરચના) માટે 2024નો રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારનો અર્ધભાગ મેળવનાર વિજ્ઞાની. બીજો અર્ધભાગ ડેમિસ હસાબિસ તથા જ્હૉન જમ્પરને સંયુક્ત રીતે પ્રોટીનની રચના(માળખા)ના અનુમાન માટે એનાયત થયો હતો. ડેવિડ બેકર અમેરિકન જીવ-રસાયણશાસ્ત્રી છે, જેમણે પ્રોટીનની…
વધુ વાંચો >બેકેલાઇટ
બેકેલાઇટ : લિયો બેઇકલૅન્ડ દ્વારા 1909માં બનાવાયેલ પ્રથમ સંશ્લેષિત પ્લાસ્ટિક. ફીનૉલનું ફૉર્માલ્ડિહાઇડ સાથે સંઘનન કરવાથી પાઉડર સ્વરૂપે જે રેઝિન બને છે તે બેકેલાઇટ નામે જાણીતું છે. આ પાઉડરને ગરમ કરવાથી તેને ઘન સ્વરૂપે યથોચિત આકાર આપી શકાય છે. ફીનૉલની ફૉર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરતાં મિથિલોલ ફીનૉલ્સ (i) બને છે. આ પ્રક્રિયા…
વધુ વાંચો >બેન્ઝાઇલ આલ્કોહૉલ
બેન્ઝાઇલ આલ્કોહૉલ (α–હાઇડ્રૉક્સિટૉલ્યુઈન; ફીનાઇલ મિથેનૉલ; ફીનાઇલકાર્બિનૉલ) : આછી વાસ ધરાવતું પાણી જેવું સફેદ પ્રવાહી. અણુસૂત્ર C6H5CH2OH; અણુભાર 108.14. તે ચમેલી (jasmine) તથા અન્ય ફૂલો, જલકુંભી (water hyacinth), અપૂર્વ ચંપક (ઇલાંગ–ઇલાંગ) તેલ, પેરુ અને ટોલુ બાલ્સમ, સ્ટૉરૅક્ષ વગેરેમાં એસ્ટર સ્વરૂપે રહેલો હોય છે. બેન્ઝાઇલ ક્લોરાઇડના જળવિભાજનથી, બેન્ઝાઇલ એમાઇનની નાઇટ્રસ ઍસિડ સાથેની…
વધુ વાંચો >બેન્ઝાલ્ડિહાઇડ
બેન્ઝાલ્ડિહાઇડ (બેન્ઝોઇક આલ્ડિહાઇડ) : કડવી બદામનું તેલ. રંગવિહીન, બાષ્પશીલ, કડવી બદામ જેવી વાસવાળું તૈલી પ્રવાહી. અણુસૂત્ર C6H5CHO; બંધારણીય સૂત્ર અણુભાર 106.12. તે 1803માં અલગ કરવામાં આવ્યું હતું. 1830માં લીબિગ અને વૉહલરે તેનું બંધારણ નક્કી કરેલું. તે કડવી બદામના મીજ(kernel)માં, ચેરી, પીચ તથા ચેરી લૉરેલ(laurel)નાં પાન વગેરેમાં એમિગ્ડેલિન નામના ગ્લાયકોસાઇડ સ્વરૂપે…
વધુ વાંચો >બેન્ઝીન
બેન્ઝીન : રંગવિહીન, પ્રવાહી અને સાદામાં સાદું ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન સંયોજન. અંગ્રેજ વૈજ્ઞાનિક માઇકેલ ફેરેડેએ 1825માં કોલવાયુ અથવા પ્રદીપક વાયુ(illuminating gas)માંથી સૌપ્રથમ તે મેળવેલું અને તેને ‘બેન્ઝીન’ (benzin) નામ આપેલું. જર્મન વૈજ્ઞાનિક લીબિગે તેને ‘બેન્ઝોલ’ તરીકે ઓળખાવેલું. ઑગસ્ટ હૉફમેને 1845માં ડામર(coaltar)માંથી આ પદાર્થ મેળવ્યો અને તેને હાલ વપરાતું ‘બેન્ઝીન’ નામ આપ્યું.…
વધુ વાંચો >બેન્ઝીન હેક્સાક્લૉરાઇડ
બેન્ઝીન હેક્સાક્લૉરાઇડ (BHC) : C6H6Cl6 અણુસૂત્ર ધરાવતા 1, 2, 3, 4, 5, 6–હેક્સાક્લૉરોસાઇક્લોહેક્ઝેન(HCH)ના જુદા-જુદા ભૌમિતિક સમઘટકો પૈકીનો ગમે તે એક. સંરચનાની ર્દષ્ટિએ દરેક સમઘટક સાઇક્લોહેક્ઝેન વલયના કાર્બન-પરમાણુઓ સાથે જોડાયેલ ક્લોરીન પરમાણુઓની વિભિન્ન અવકાશીય ગોઠવણી ધરાવે છે. પારદ-બાષ્પ (mercury vapour) દીવામાંથી મળતા પારજાંબલી પ્રકાશની હાજરીમાં બેન્ઝીન(C6H6)નું ક્લોરીન (Cl2) વડે ક્લોરીનીકરણ કરવાથી…
વધુ વાંચો >બેન્ઝોઇક ઍસિડ
બેન્ઝોઇક ઍસિડ (બેન્ઝીન કાબૉર્ક્સિલિક ઍસિડ, ફીનાઇલ ફૉર્મિક ઍસિડ) : કાબૉર્ક્સિલિક ઍસિડ કુટુંબનું સફેદ, સ્ફટિકમય, કાર્બનિક સંયોજન. સૂત્ર C6H5COOH; અણુભાર 122.12. તેમાં C 68.85 %, H 4.95 % અને O 26.20 % હોય છે. સોળમી સદીના મધ્યભાગ સુધી તે બેન્ઝીન કાર્બૉક્સિલિક ઍસિડ અથવા ફીનાઇલ ફૉર્મિક ઍસિડ તરીકે જાણીતો હતો. પરંતુ ત્યારબાદ…
વધુ વાંચો >બેન્ઝોઇન
બેન્ઝોઇન : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટાયરેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Styrax benzoin Dry (હિં., મ., બં., ગુ., લોબાન; અં. benzoin tree) છે. તે લગભગ 12 મી. સુધીની ઊંચાઈ ધરાવતો ક્ષુપ અથવા વૃક્ષ છે અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઈસ્ટ ઇંડિઝનું મૂલનિવાસી છે. તેનાં પર્ણો અંડાકાર-લંબચોરસ (ovate–oblong) કે અંડાકાર-ભાલાકાર (ovate–lanceolate)…
વધુ વાંચો >બેરિયમ
બેરિયમ : આવર્તક કોષ્ટકના બીજા (અગાઉના II A) સમૂહમાં આવેલ આલ્કલીય મૃદધાતુઓ પૈકીની એક. સંજ્ઞા Ba. ગ્રીક શબ્દ barys (ભારે) ઉપરથી તેને આ નામ આપવામાં આવ્યું છે, કારણ કે કૅલ્શિયમ અને સ્ટ્રૉન્શિયમ કરતાં તે ભારે છે. શીલેએ 1774માં તેના ઑક્સાઇડને પારખેલો, જ્યારે 1775માં ગાહને મિશ્ર ઑક્સાઇડમાંથી બેરિયમ ઑક્સાઇડ છૂટો પાડ્યો…
વધુ વાંચો >બેરિલિયમ
બેરિલિયમ : આવર્તક કોષ્ટકના 2જા (અગાઉના IIA) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Be. તેના કોઈ સ્થાયી સમસ્થાનિકો નથી. બાંધકામ માટે ઉપયોગી તેવી તે હલકામાં હલકી ધાતુ છે અને તેની ઘનતા ઍલ્યુમિનિયમ કરતાં ત્રીજા ભાગની છે. બેરિલિયમની મુખ્ય ખનિજ બેરિલ (beryl) અને ઍલ્યુમિનિયમની ખનિજ એલ્યુમિનાના ગુણધર્મોમાં સામ્ય હોવાથી લાંબા સમય સુધી બેરિલિયમનાં…
વધુ વાંચો >