રસાયણશાસ્ત્ર

બિંદુ-પરીક્ષણ

બિંદુ-પરીક્ષણ (spot tests) : વિશ્લેષણ રસાયણમાં નમૂનાનાં અને પ્રક્રિયકનાં એક કે બે ટીપાં વાપરી વિવિધ સંયોજનો ઓળખવા માટેની વિશિષ્ટ અને ચયનાત્મક (selective) પરખ-કસોટીઓ (identififcation tests). ગુણાત્મક (qualitative) વિશ્લેષણમાં તે મહત્વનું અંગ છે. ઘણા લાંબા સમયથી વૈશ્લેષિક રસાયણશાસ્ત્રીઓ ફિલ્ટર પેપર પર અથવા અપારગમ્ય સપાટી પર દ્રાવણનાં બિંદુઓ મૂકીને એકાકી (single) રાસાયણિક…

વધુ વાંચો >

બી.ઈ.ટી. સમીકરણ

બી.ઈ.ટી. સમીકરણ : બ્રુનૉર, એમેટ અને ટેલર દ્વારા 1938માં રજૂ થયેલો નાના અણુઓના ભૌતિક અધિશોષણમાં બહુસ્તરીય અધિશોષણની ઘટનાને સમજાવતો સિદ્ધાંત. લૅન્ગમ્યુરની માફક તેમનો સિદ્ધાંત પણ એક સમતાપી (isotherm) સમીકરણ આપે છે, જે બી.ઈ.ટી. સમતાપી તરીકે ઓળખાય છે. જો કોઈ એક સપાટી પર થતી ઘટનાઓનું ચોક્કસ ચિત્ર મેળવવું હોય તો સપાટીનું…

વધુ વાંચો >

બુકનેર, એડુઆર્ડ

બુકનેર, એડુઆર્ડ (જ. 20 મે 1860, મ્યૂનિક; અ. 13 ઑગસ્ટ 1917, ફોકસાની, રુમાનિયા) : આથવણ માટે જીવંત કોષોની જરૂર નથી તેવું દર્શાવનાર જર્મન રસાયણવિદ્. બુકનેરે પ્રો. નેગેલીના હાથ નીચે વનસ્પતિશાસ્ત્રનો તથા બાયર અને કર્ટિયસના હાથ નીચે યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિકમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1888માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બાયરના મદદનીશ તરીકે…

વધુ વાંચો >

બુતલેરલ, એલેક્ઝાન્દ્ર મિખાઇલોવિચ

બુતલેરલ, એલેક્ઝાન્દ્ર મિખાઇલોવિચ (જ. 6 સપ્ટેમ્બર 1828, ચિસ્ટાપોલ, રશિયા; અ. 17 ઑગસ્ટ 1886, બુનલેરોવ્કા, રશિયા) : રસાયણશાસ્ત્રમાં સંરચના સિદ્ધાંતને – ખાસ કરીને ચલાવયવતા(tautomerism)ને અનુલક્ષીને વિકસાવનાર રશિયન રસાયણવિદ્. કાઝાન વિશ્વવિદ્યાલયમાં 1849માં જોડાઈને ફ્રેન્ચ રસાયણજ્ઞો ઑગસ્ટે લૉરેન્ટ તથા ચાર્લ્સ ગર્હાર્ટના નવા સિદ્ધાંતોનો અભ્યાસ શરૂ કરીને કેટલાંક જાણીતાં તથા અવનવાં સંયોજનોના સંશ્લેષણ માટે…

વધુ વાંચો >

બુન્સેન બર્નર

બુન્સેન બર્નર : પ્રયોગશાળામાં પદાર્થોને ગરમ કરવા માટે જર્મન રસાયણવિદ્ રૉબર્ટ બુન્સેન (1811–1899) દ્વારા 1855માં ઉપયોગમાં લેવામાં આવેલું એક સાધન. તેમણે પીટર ડેસ્ડેગા કે માઇકેલ ફેરેડેની ડિઝાઇન ઉપરથી આ બર્નર તૈયાર કરેલું. ગૅસ-સ્ટવ અને વાયુ-ભઠ્ઠીનું તે પૂર્વજ (fore-runner) ગણી શકાય. તેમાં દહનશીલ વાયુને દહન પહેલાં યોગ્ય માત્રામાં હવા સાથે મિશ્ર…

વધુ વાંચો >

બુન્સેન, રૉબર્ટ વિલ્હેલ્મ

બુન્સેન, રૉબર્ટ વિલ્હેલ્મ (જ. 31 માર્ચ 1811, ગોટિન્જન, વેસ્ટફિલિયા; અ. 16 ઑગસ્ટ 1899, હાઇડલબર્ગ, બાડન) : પ્રયોગકાર તરીકે બહુમુખી પ્રતિભા ધરાવતા, રાસાયણિક  વર્ણપટમિતિની પહેલ કરનાર જર્મન રસાયણવિદ્. બુન્સેનના પિતા ગોટિન્જનમાં ગ્રંથપાલ તથા ભાષાવિજ્ઞાનના પ્રાધ્યાપક હતા. બુન્સેનનો રસાયણનો અભ્યાસ ત્યાં શરૂ થયો તથા પૅરિસ, બર્લિન અને વિયેનામાં પણ તેમણે વિશેષ અભ્યાસ…

વધુ વાંચો >

બેઇકલૅન્ડ, લિયો હેન્ડ્રિક

બેઇકલૅન્ડ, લિયો હેન્ડ્રિક (જ. 14 નવેમ્બર 1863, ઘેન્ટ, બેલ્જિયમ; અ. 23 ફેબ્રુઆરી 1944, બેકન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ‘બેકેલાઇટ’ની શોધ દ્વારા આધુનિક પ્લાસ્ટિક-ઉદ્યોગની સ્થાપનામાં મદદરૂપ થનાર અમેરિકન ઔદ્યોગિક રસાયણના નિષ્ણાત. બેઇકલૅન્ડે 21 વર્ષની ઉંમરે યુનિવર્સિટી ઑવ્ ઘેન્ટમાંથી ડૉક્ટરેટ મેળવી તે જ યુનિવર્સિટીમાં 1889 સુધી અધ્યાપનકાર્ય કર્યું. 1889માં મધુરજની માટે અમેરિકા ગયા…

વધુ વાંચો >

બેઇઝ (base) (રસાયણશાસ્ત્ર)

બેઇઝ (base) (રસાયણશાસ્ત્ર) : સામાન્ય રીતે જેમનું જલીય દ્રાવણ સ્વાદે કડવું અને સ્પર્શમાં લીસું (smooth) કે લપસણું (slippery) હોય તથા જે લાલ લિટમસને ભૂરું કે અન્ય સૂચકોને તેમનો લાક્ષણિક રંગ ધરાવતા બનાવે, તેમજ ઍસિડ સાથે પ્રક્રિયા કરી તેમને લવણમાં ફેરવતાં હોય તેવાં સંયોજનોના સમૂહ પૈકીનો એક પદાર્થ. તે કેટલીક રાસાયણિક…

વધુ વાંચો >

બેકમૅન થરમૉમિટર

બેકમૅન થરમૉમિટર : જર્મન રસાયણવિદ અર્ન્સ્ટ ઓટ્ટો બેકમૅન (1853–1923) દ્વારા તાપમાનમાં થતા અલ્પ ફેરફારો ઘણી ચોકસાઈપૂર્વક માપવા માટે શોધાયેલું તાપમાનમાપક. તે કાચમાં– મર્ક્યુરી (mercury-in-glass) પ્રકારનું થરમૉમિટર છે અને તેનો માપક્રમ 5°થી 6° સે.ની પરાસ(range)ને આવરી લે છે. તેના સ્તંભ (stem) ઉપર દરેક અંશના 100 કાપા પાડેલા હોય છે. ખાસ પ્રકારના…

વધુ વાંચો >

બેકેલાઇટ

બેકેલાઇટ : લિયો બેઇકલૅન્ડ દ્વારા 1909માં બનાવાયેલ પ્રથમ સંશ્લેષિત પ્લાસ્ટિક. ફીનૉલનું ફૉર્માલ્ડિહાઇડ સાથે સંઘનન કરવાથી પાઉડર સ્વરૂપે જે રેઝિન બને છે તે બેકેલાઇટ નામે જાણીતું છે. આ પાઉડરને ગરમ કરવાથી તેને ઘન સ્વરૂપે યથોચિત આકાર આપી શકાય છે. ફીનૉલની ફૉર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરતાં મિથિલોલ ફીનૉલ્સ (i) બને છે. આ પ્રક્રિયા…

વધુ વાંચો >