રસાયણશાસ્ત્ર

ફ્લક્શિયોનલ સંયોજનો (fluxional compounds)

ફ્લક્શિયોનલ સંયોજનો (fluxional compounds) : બંધારણીય પ્રવાહિતા ધરાવતાં સંયોજનો. એકસરખાં (equivalent) બંધારણ ધરાવતા અણુઓમાંના ઘટક પરમાણુઓના આંતરવિનિમય (interchange) દ્વારા ઝડપી અંતરણુક પુનર્વિન્યાસને કારણે વિવિધ સંરચના દર્શાવતાં સંયોજનો. આવાં સંયોજનોનું વિશિષ્ટ બંધારણ ખૂબ જ સૂક્ષ્મ સમય માટે નિયત રહે છે. નાભિકીય ચુંબકીય સંસ્પંદન (nuclear magnetic resonance) સ્પેક્ટ્રમિતિ દ્વારા આવાં સંયોજનોનો 0.5થી…

વધુ વાંચો >

ફ્લોરાઇડ

ફ્લોરાઇડ : ફ્લોરિન નામનું તત્વ ધરાવતાં સંયોજનો. આ સંયોજનોમાં ફ્લોરિનની ઉપચયન અવસ્થા – 1 હોય છે. ક્લૉરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ જેવાં હેલાઇડોથી ફ્લોરાઇડ ઘણા અલગ પડે છે. ફ્લોરાઇડ આયન(F)નું નાનું કદ એમ દર્શાવે છે કે તેમાં વધારાનો ઇલેક્ટ્રૉન મજબૂત રીતે જકડાયેલો હોય છે. આથી ફ્લોરાઇડમાંથી ફ્લોરિન પરમાણુ સર્જવો મુશ્કેલ હોય…

વધુ વાંચો >

ફ્લોરિન

ફ્લોરિન : આવર્તકોષ્ટકના સત્તરમા (જૂના VII) સમૂહમાં હેલોજન શ્રેણીનું પ્રથમ રાસાયણિક અધાતુ તત્ત્વ. ફ્લોરસ્પાર તરીકે ઓળખાતું તેનું એક સંયોજન (કૅલ્શિયમ ફ્લોરાઇડ, CaF2). 1771માં શીલેએ આ તત્ત્વને પારખ્યું હતું. શરૂઆતમાં પ્રદ્રાવક (flum) તરીકે ઉપયોગમાં લેવાતું હોવાથી 12 ઑગસ્ટ 1812ના રોજ એ. એમ. એમ્પેરે હમ્ફ્રી ડેવીને આ તત્વ માટે ‘le floure’ નામ…

વધુ વાંચો >

ફ્લોરી, પૉલ જૉન

ફ્લોરી, પૉલ જૉન (જ. 19 જૂન 1910, સ્ટર્લિંગ, ઇલિનૉઇ, યુ.એસ.) : અમેરિકન બહુલકરસાયણવિદ. ફલોરીએ મૅન્ચેસ્ટર સ્ટેટ કૉલેજ (ઇન્ડિયાના) અને ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું અને 1934માં તેમણે ઓહાયો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. તેમનું કાર્યક્ષેત્ર યુનિવર્સિટી તથા ઉદ્યોગ વચ્ચે વહેંચાયેલું રહ્યું છે. 1934થી 1938 દરમિયાન તેમણે ડ્યૂ પૉન્ટ કંપનીમાં સંશ્લેષિત…

વધુ વાંચો >

ફ્લોરોકાર્બન

ફ્લોરોકાર્બન : કાર્બન સાથે ફ્લોરિન સીધો જોડાયેલો હોય તેવાં કાર્બનિક સંયોજનો. પ્રવાહી પ્રાવસ્થામાં કાર્બન ટેટ્રાક્લૉરાઇડની હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે ઍન્ટિમની ટ્રાઇફ્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી સાદાં ફ્લોરોકાર્બન મળે છે. 2CCL4 + 3HF → CCl3F + CCl2F2 + 3HCl નીપજનું પ્રમાણ તાપમાન તથા દબાણ ઉપર આધાર રાખે છે. CCl3F મુખ્યત્વે વાયુવિલય-નોદક (aerosol propellant)…

વધુ વાંચો >

બફર

બફર : એવી રાસાયણિક પ્રણાલીઓ કે જે એક વાર સ્થાપિત થાય પછી બાહ્ય અસરો હેઠળ પોતાના pH (હાઇડ્રોજન આયનની સાંદ્રતા), pM (ધાતુ આયનોની સાંદ્રતા) અથવા રેડૉક્સ વીજવિભવ (redox potential) જેવાં મૂલ્યોમાં થતા ફેરફારનો પ્રતિરોધ કરે છે. તાપમાન, દબાણ અને કદમાં થતા ફેરફારોને રોકવા માટેનાં બફર પણ શક્ય છે. બફર અસરકારક…

વધુ વાંચો >

બરફ

બરફ : પ્રવાહી પાણી અથવા પાણીની બાષ્પના થીજી જવાથી બનતો રંગવિહીન ઘન પદાર્થ. તે પાણીનું સ્ફટિકમય અપરરૂપ (allotropic form) છે. સામાન્ય રીતે એક વાતાવરણના દબાણે પ્રવાહી પાણીનું તાપમાન 0° સે.થી નીચું જતાં પ્રવાહી ઘન (બરફ) સ્વરૂપમાં આવે છે. દા.ત., કરા રૂપે પડતો બરફ, નદી કે સમુદ્રમાં જોવા મળતો કે રેફ્રિજરેટરમાં…

વધુ વાંચો >

બર્કેલિયમ

બર્કેલિયમ : આવર્ત કોષ્ટક(periodic table)માંની ઍક્ટિનાઇડ અથવા ઍક્ટિનૉઇડ શ્રેણીનું આઠમા ક્રમનું રેડિયોધર્મી, પરાયુરેનિયમ (transuranium) રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Bk. તેનો કોઈ સ્થાયી (stable) સમસ્થાનિક (isotope) ન હોવાથી પૃથ્વીના પોપડામાં તે મળતું નથી, પણ તેને નાભિકીય (nuclear) પ્રક્રિયાઓ દ્વારા મેળવવામાં આવે છે. આ માટે યોગ્ય લક્ષ્ય (target) પર વીજભારિત કણો કે ન્યૂટ્રૉન…

વધુ વાંચો >

બર્ગ, પૉલ

બર્ગ, પૉલ (જ. 30 જૂન 1926, ન્યૂયૉર્ક સિટી) : પ્રથમ નિર્ગમન આર. એન. એ.(transfer RNA)ની શોધ કરનાર તથા પુનર્યોજક ડીએનએ (recombinant DNA) તકનીકની પહેલ કરનાર અમેરિકન આણ્વિક જૈવવૈજ્ઞાનિક. બર્ગે પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટી તથા વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1952માં પીએચ.ડીની પદવી મેળવી. પ્રથમ વૉશિંગ્ટન યુનિવર્સિટી(સેન્ટ લૂઈસ)ની સ્કૂલ ઑવ્ મેડિસિનમાં અધ્યાપનકાર્ય…

વધુ વાંચો >

બર્ગિયસ, ફ્રેડરિખ કાર્લ રુડોલ્ફ

બર્ગિયસ, ફ્રેડરિખ કાર્લ રુડોલ્ફ (જ. 11 ઑક્ટોબર 1884, ગોલ્ડશ્માઇડેન, સિલેસિયા; અ. 30 માર્ચ 1949, બ્યુએનોસ આઇરિસ, આર્જેન્ટીના) : કોલસાનું તેલમાં રૂપાંતર કરવાની પ્રવિધિ વિકસાવનાર જર્મન નોબેલ પારિતોષિક વિજેતા રસાયણવિદ્. રસાયણ ઉદ્યોગપતિના પુત્ર બર્ગિયસનો અભ્યાસ બ્રેસલૉમાં થયેલો. રૂહરમાં છ માસ માટે ધાતુશોધનના કારખાનામાં કામ કરી અનુભવ મેળવ્યો. એબેગના માર્ગદર્શન નીચે  તેમણે…

વધુ વાંચો >