રસાયણશાસ્ત્ર

પ્રવાહી અવસ્થા

પ્રવાહી અવસ્થા : દ્રવ્યની ઘન અને વાયુ પ્રાવસ્થા (gas phase) વચ્ચેની અસ્ફટિકીય (non-crystalline, amorphous) અવસ્થા. શુદ્ધ પદાર્થની બાબતમાં તેના ગલનબિંદુથી ઊંચે અને ઉત્કલનબિંદુથી નીચેની ત્રિક બિંદુ (triple point) દબાણ અને ક્રાંતિક (critical) દબાણ વચ્ચેની અવસ્થાને પ્રવાહી અવસ્થા કહી શકાય. અણુઓની સંકેન્દ્રિતતાની ર્દષ્ટિએ પ્રવાહી વાયુ કરતાં વધુ પણ ઘન કરતાં ઓછું…

વધુ વાંચો >

પ્રવાહી ઇંધનો

પ્રવાહી ઇંધનો : જુઓ ઇંધનો

વધુ વાંચો >

પ્રવિધિ (process) નું અર્થશાસ્ત્ર (રસાયણઉદ્યોગ)

પ્રવિધિ(process)નું અર્થશાસ્ત્ર (રસાયણઉદ્યોગ) : પ્લાન્ટની સ્વીકૃત રચના (design) એવી હોવી જોઈએ, જેથી તે પ્રત્યેક સ્થિતિમાં નફો રળી આપવામાં કામિયાબ નીવડે. પેઢી માટે કુલ નફો તેની કુલ આવક અને તેના કુલ ખર્ચ વચ્ચેનો તફાવત હોય છે. ઔદ્યોગિક પ્રવિધિ માટે મૂડીરોકાણ કરવું પડે છે. કોઈ પણ પ્રવિધિ માટેના કુલ મૂડીરોકાણને બે વિભાગમાં…

વધુ વાંચો >

પ્રવેગ (acceleration)

પ્રવેગ (acceleration) : કોઈ કણ કે પદાર્થના વેગમાં ફેરફારનો દર. તે સદિશ રાશિ છે. કણના વેગમાં એકધારી કે નિયમિત Δt રીતે સમયમાં જેટલો વેગમાં ફેરફાર થાય તો એ તેનો સરેરાશ પ્રવેગ છે. જો વેગનો ફેરફાર નિયમિત ન હોય તો પ્રવેગ નીચે મુજબ વેગના સમય સાપેક્ષે વિકલન તરીકે લેવામાં આવે છે…

વધુ વાંચો >

પ્રવેશશીલતા

પ્રવેશશીલતા : જુઓ પારગમ્યતા

વધુ વાંચો >

પ્રાઉટનો સિદ્ધાંત

પ્રાઉટનો સિદ્ધાંત : વિવિધ તત્વોના પરમાણુઓ સંઘનિત (condensed) બનેલા છે તેવી વિલિયમ પ્રાઉટ દ્વારા 1815માં રજૂ કરાયેલી પરિકલ્પના. તે મુજબ (1) બધાં તત્વોના સાપેક્ષ પરમાણુભાર હાઇડ્રોજનના પરમાણુભારના પૂર્ણાંક ગુણાંક (integral multiple) છે, અને (2) મૂળ-દ્રવ્ય(primary matter)માં હાઇડ્રોજન પ્રાથમિક પદાર્થ છે. આ અનુસાર તત્વોના પરમાણુભાર પૂર્ણાંક સંખ્યા ધરાવે છે. આ પરિકલ્પના…

વધુ વાંચો >

પ્રાકૃતિક પેદાશો (natural products)

પ્રાકૃતિક પેદાશો (natural products) : કુદરતમાં મળી આવતાં કાર્બનિક સંયોજનો. પુરાણા કાળમાં પણ રંગકામ માટેના રંગકો, અત્તરો તથા ઔષધો (folk medicines) તરીકે પ્રાકૃતિક પદાર્થો વપરાતા હતા. ઔષધો તરીકે વપરાતા બધા જ પદાર્થો કાર્બનિક સંયોજનો હોય છે, જે તેમનાં કુદરતી પ્રાપ્તિસ્થાનો–વનસ્પતિમાંથી નિષ્કર્ષણ દ્વારા મેળવાતાં. પુનરુત્થાન (renaissance) ગાળા દરમિયાન 60થી વધુ અત્તરો…

વધુ વાંચો >

પ્રાણવાયુ

પ્રાણવાયુ : જુઓ ઑક્સિજન

વધુ વાંચો >

પ્રિગૉગીને ઇલ્યા

પ્રિગૉગીને ઇલ્યા (જ. 25 જાન્યુઆરી 1917, મૉસ્કો) : અપ્રતિવર્તી ઉષ્માગતિશાસ્ત્ર વિકસાવનાર રશિયન બેલ્જિયન ભૌતિક રસાયણવિદ્. રશિયામાં જન્મેલા પ્રિગૉગીને 1921માં કુટુંબ સાથે પશ્ચિમ યુરોપમાં વસાહતી તરીકે આવ્યા તથા 12 વર્ષની વયે બેલ્જિયમમાં બ્રસેલ્સ ખાતે અભ્યાસ શરૂ કર્યો. 1942માં બ્રસેલ્સની ફ્રી યુનિવર્સિટીમાંથી તેઓ પીએચ.ડી. થયા અને ત્યાં જ 1951થી પ્રોફેસર બન્યા. તેઓ…

વધુ વાંચો >

પ્રીસ્ટલી, જૉસેફ બૉયન્ટન

પ્રીસ્ટલી જૉસેફ બૉયન્ટન (જ. 13 માર્ચ 1733, બર્સ્ટોલ ફિલ્ડહેડ (લીડ્ઝ નજીક), યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 6 ફેબ્રુઆરી 1804, નૉર્ધમ્બરલૅન્ડ, પેન્સિલ્વેનિયા, યુ.એસ.) : સ્વિડનના કાર્લ વિલ્હેમ શીલે સાથે સ્વતંત્ર રીતે ઑક્સિજન શોધવાનો યશ પ્રાપ્ત કરનાર અંગ્રેજ પાદરી અને રસાયણવિદ્. બાલ્યાવસ્થામાં અનાથ બનવા છતાં સોળ વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે ભાષામાં સારી પ્રગતિ…

વધુ વાંચો >