રસાયણશાસ્ત્ર

પ્રકાશક્રિયાશીલતા

પ્રકાશક્રિયાશીલતા : એક અથવા વધુ અસમમિત (asymmetric) કાર્બન પરમાણુઓ ધરાવતા અણુઓ (સંયોજનો) દ્વારા તેમના ઉપર પડતા ધ્રુવીભૂત (polarised) પ્રકાશના આંદોલનતલની દિશાને ડાબી અથવા જમણી તરફ ઘુમાવવાનો ગુણધર્મ. આ ગુણધર્મ દર્શાવવા માટે આપેલો અણુ તેના આરસી-પ્રતિબિંબ (mirror image) ઉપર અધ્યારોપ્ય (superimposable) ન હોય તે આવશ્યક છે. પ્રકાશક્રિયાશીલ સંયોજન અને તેના પ્રતિબિંબને…

વધુ વાંચો >

પ્રકાશ-રસાયણ (photochemistry)

પ્રકાશ-રસાયણ (photochemistry) પ્રકાશની દ્રવ્ય સાથે આંતરપ્રક્રિયા દ્વારા થતી રાસાયણિક પ્રવિધિઓ(processes)નો અભ્યાસ. પ્રકાશમાં ર્દશ્ય, પારજાંબલી, પારરક્ત અને કેન્દ્રીય વિકિરણ(nuclear radiation)નો સમાવેશ થઈ શકે. રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક બંધો તૂટતા અથવા રચાતા હોવાથી તેમને 200થી 600 કિ.જૂલ/મોલ જેટલી ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા વીજચુંબકીય વિકિરણના પારજાંબલી (100થી 400 નેમી.), ર્દશ્ય (visible) (400થી…

વધુ વાંચો >

પ્રક્રિયા-ઉષ્મા (heat of reaction)

પ્રક્રિયા-ઉષ્મા (heat of reaction) : કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રણાલીનું પ્રારંભનું જે તાપમાન હોય તે જ તાપમાન અંતિમ અવસ્થાનું રાખવા માટે પ્રણાલી દ્વારા શોષાતી અથવા ઉત્સર્જિત થતી ઉષ્મા. પ્રક્રિયા જેમાં થાય તે પાત્રમાંનું દબાણ જો અચળ રાખવામાં આવે તો પ્રક્રિયા-ઉષ્માનું માપેલું મૂલ્ય પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી (enthalpy) અથવા…

વધુ વાંચો >

પ્રક્ષાલકો (અપમાર્જકો : detergents)

પ્રક્ષાલકો (અપમાર્જકો : detergents) કાપડ, રેસાઓ, માનવત્વચા તથા અન્ય ઘન પદાર્થોની સપાટી ઉપર રહેલા મેલના કણોને પાણીની મદદથી દૂર કરનાર પદાર્થો. ‘પ્રક્ષાલક’ શબ્દનો અર્થ ‘એવું કાંઈક કે જે સાફ કરે’ તેવો થાય છે. આવા પદાર્થો પૃષ્ઠસક્રિય (surface active) હોઈ પાણીનું પૃષ્ઠતાણ (surface tension) ઘટાડે છે અને તેલ-પાણી અંતરાપૃષ્ઠ (interface) આગળ…

વધુ વાંચો >

પ્રતિઑક્સીકારક (antioxidant)

પ્રતિઑક્સીકારક (antioxidant) : આણ્વિક ઑક્સિજન દ્વારા થતા પદાર્થોના ઉપચયનને –સ્વયંઉપચયન(autooxidation)ને – અટકાવવા માટે વપરાતો પદાર્થ, નિરોધક (inhibitor). આવા પદાર્થો રબર, પ્લાસ્ટિક, કુદરતી તેલ અને ચરબી, ખાદ્ય પદાર્થો, ગૅસોલીન વગેરેમાં ઉમેરવામાં આવે છે. તેમના ઉપયોગથી પદાર્થમાં આવતી વિકૃતિ (deterioration), ખોરાશ (rancidity) તથા રાળ કે ગુંદરસમ પદાર્થો ઉત્પન્ન થતા અટકાવી શકાતા હોવાથી…

વધુ વાંચો >

પ્રતિજીવકો (antibiotics)

પ્રતિજીવકો (antibiotics) સૂક્ષ્મજીવાણુઓ દ્વારા ઉત્પન્ન કરાતો એવો રાસાયણિક પદાર્થ કે જે મંદ દ્રાવણમાં અન્ય સૂક્ષ્મજીવાણુઓનો વિકાસ અટકાવવાની તથા તેમનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં આવાં સંયોજનો આંશિક અથવા પૂર્ણ રીતે રાસાયણિક સંશ્લેષણ દ્વારા પ્રયોગશાળામાં પણ બનાવી શકાય છે. બૅક્ટેરિયા, ફૂગ કે બીજા પરજીવી સંક્રમણકારકો પ્રતિજીવકો કહેવાતા નથી, કારણ તેઓ…

વધુ વાંચો >

પ્રતિપ્રવાહ વિતરણ (counter-current distribution)

પ્રતિપ્રવાહ વિતરણ (counter-current distribution) : પ્રવાહી અને બાષ્પની અથવા બે અમિશ્રણીય (immiscible) પ્રવાહી(દ્રાવકો)ની ધારાને એકબીજાની પાસપાસેથી, અથવા એકબીજામાંથી, ઘનિષ્ઠ સંપર્કમાં આવે તેવી રીતે સામસામી દિશામાં વહેવડાવતાં પદાર્થને એક પ્રાવસ્થા(phase)માંથી જેમાં તે વધુ દ્રાવ્ય હોય તેવી બીજી ધારામાં આંશિક અથવા સંપૂર્ણ વિતરિત કરવાની પ્રવિધિ. સામાન્ય રીતે આ પ્રવિધિ બહુપદી (multistep) હોય…

વધુ વાંચો >

પ્રતિવર્તી પ્રક્રિયા (reversible reactions)

પ્રતિવર્તી પ્રક્રિયા (reversible reactions) : પ્રથમ અગ્રગામી (ડાબી તરફથી જમણી તરફ થતી) હોય અને પરિવેશી સંજોગો બદલાતાં પ્રતિગામી (પ્રતીપ) (જમણી તરફથી ડાબી તરફ) થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયા. આને લીધે તાપમાન કે દબાણ જેવા સંજોગો બદલાતાં પ્રથમ પ્રક્રિયાની નીપજો વિઘટન પામીને પાછી મૂળ ઘટકોમાં ફેરવાય છે; દા.ત., નવસાર(NH4Cl)ને ગરમ કરતાં…

વધુ વાંચો >

પ્રવાહી અવસ્થા

પ્રવાહી અવસ્થા : દ્રવ્યની ઘન અને વાયુ પ્રાવસ્થા (gas phase) વચ્ચેની અસ્ફટિકીય (non-crystalline, amorphous) અવસ્થા. શુદ્ધ પદાર્થની બાબતમાં તેના ગલનબિંદુથી ઊંચે અને ઉત્કલનબિંદુથી નીચેની ત્રિક બિંદુ (triple point) દબાણ અને ક્રાંતિક (critical) દબાણ વચ્ચેની અવસ્થાને પ્રવાહી અવસ્થા કહી શકાય. અણુઓની સંકેન્દ્રિતતાની ર્દષ્ટિએ પ્રવાહી વાયુ કરતાં વધુ પણ ઘન કરતાં ઓછું…

વધુ વાંચો >

પ્રવાહી ઇંધનો

પ્રવાહી ઇંધનો : જુઓ ઇંધનો

વધુ વાંચો >