રસાયણશાસ્ત્ર
ડેબાય–હૂકેલ સિદ્ધાંત
ડેબાય–હૂકેલ સિદ્ધાંત : વિદ્યુત વિભાજ્યો(electrolytes)નાં મંદ દ્રાવણોની અનાદર્શ (nonideal) વર્તણૂક સમજાવવા માટે પીટર ડેબાય અને એરિક હૂકેલે 1923માં રજૂ કરેલો સિદ્ધાંત. આ સિદ્ધાંત દ્રાવણમાં એક આયનની આસપાસ અન્ય આયનો કેવી રીતે વિતરણ પામે છે અને આસપાસનાં આયનોની તે આયન ઉપર કેવી વાસ્તવિક અસર થાય છે તેની ચર્ચા કરવા ઉપરાંત તે…
વધુ વાંચો >ડેવી, (સર) હમ્ફ્રી
ડેવી, (સર) હમ્ફ્રી [જ. 17 ડિસેમ્બર 1778, પેન્ઝાન્સ (Penzance) (ઇંગ્લૅન્ડ); અ. 29 મે 1829, જિનીવા] : સોડિયમ, પોટૅશિયમ જેવી ધાતુઓ તથા ખાણિયા માટેના સલામતી દીવાના શોધક અંગ્રેજ રસાયણવિદ. તેઓ મધ્યમવર્ગનાં માતાપિતાના પુત્ર હતા. તેમના પિતા રૉબર્ટ લાકડા પર કોતરકામ કરનાર એક નાના ખેડૂત હતા. શરૂઆતનું શિક્ષણ પેન્ઝાન્સની ગ્રામર સ્કૂલમાં અને…
વધુ વાંચો >ડૉલ્ટન, જૉન
ડૉલ્ટન, જૉન (જ. 6 સપ્ટેમ્બર 1766, ઈગલ્સફીલ્ડ; અ. 27 જુલાઈ 1844, મૅન્ચેસ્ટર) : બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણવિદ. કુમ્બ્રિયાના નાના ગામમાં વણકરપુત્ર તરીકે ઉછેર. 15 વર્ષની વયે ગામ છોડી મધ્ય કુમ્બ્રિયાના કેન્ડલ ખાતે શિક્ષક તરીકે સ્થિર થયા. અહીં તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈને અંધ વૈજ્ઞાનિક જૉન ગ્રાઉફે કરેલા સૂચન અનુસાર તેમણે હવામાનશાસ્ત્ર(meteorology)નો…
વધુ વાંચો >ડૉસ, કદરુન્ડલિગે સીતારામ ગુરુરાજ
ડૉસ, કદરુન્ડલિગે સીતારામ ગુરુરાજ [જ. 10 ઑગસ્ટ 1906, નાગમંગલા (કર્ણાટક); અ. 18 ઑક્ટોબર 1989] : ભારતના ભૌતિક રસાયણવિજ્ઞાની. મૈસૂર અને બૅંગાલુરુમાં શ્રેષ્ઠ સિદ્ધિ સાથે શિક્ષણ મેળવી, સેન્ટ્રલ કૉલેજ, બૅંગાલુરુમાં અધ્યાપક/સહાયક – પ્રાધ્યાપક (1928–43); નૅશનલ શુગર ઇન્સ્ટિટ્યૂટ, કાનપુર ખાતે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક અને કાર્યકારી નિયામક (1943–57); સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરાઈકુડીના મદદનીશ…
વધુ વાંચો >ડ્યુટેરિયમ
ડ્યુટેરિયમ : હાઇડ્રોજન તત્વનો એક સમસ્થાનિક. સંજ્ઞા 2H અથવા D પરમાણુઆંક 1, પરમાણુભાર 2.014102. તે ભારે હાઇડ્રોજન પણ કહેવાય છે. નાભિકીય (કેન્દ્રકીય, nuclear) સ્થાયિત્વ અને હાઇડ્રોજનના રાસાયણિક તથા ભૌતિક પરમાણુભાર વચ્ચેની વિસંગતતા લક્ષમાં લેતાં હાઇડ્રોજનનો પરમાણ્વિકદળ 2 ધરાવતો સ્થાયી સમસ્થાનિક હોવો જોઈએ તેવી આગાહી કરવામાં આવી હતી. આ સમસ્થાનિક શોધવાનો…
વધુ વાંચો >ડ્યુરૅલ્યુમિન
ડ્યુરૅલ્યુમિન : ઍલ્યુમિનિયમની કૉપર ધરાવતી મજબૂત, કઠણ અને હલકી મિશ્રધાતુ. તે એક ઘડતર પ્રકાર(wrought-type)ની અને ઉષ્મોપચાર માટે સાનુકૂળ મિશ્રધાતુ છે. ધાતુશાસ્ત્રીઓએ ઍલ્યુમિનિયમ(Al)ની મજબૂતી વધારવાનો પ્રયત્ન કર્યો ત્યારે શરૂઆતમાં તેમણે સૌથી પહેલું તત્વ કૉપર (Cu) ઉમેરી Al-Cu પ્રકારની મિશ્રધાતુઓ બનાવી હતી પણ એ ધાતુઓની ક્ષારણ-અવરોધકતા (corrosion resistance) ઘણી નબળી હતી. 1910–11માં …
વધુ વાંચો >ડ્યુલૉંગ અને પેટિટનો નિયમ
ડ્યુલૉંગ અને પેટિટનો નિયમ : ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી પીરે લુઈ ડ્યુલૉંગ (Pierre-Louis Dulong) અને ફ્રેન્ચ ભૌતિકવિદ ઍલેક્સી-થેરે પેટિટ(Alexis-Therese Petit)એ 1819માં રજૂ કરેલો પારમાણ્વિક ઉષ્માધારિતા (heat capacity) અંગેનો નિયમ. આ નિયમ પ્રમાણે દરેક ઘન તત્વ માટે તેના પરમાણુભાર અને વિશિષ્ટ ઉષ્માધારિતાનો ગુણાકાર એક અચળ મૂલ્ય ધરાવે છે. તત્વના એક ગ્રામ-પરમાણુ (પરમાણુભાર ગ્રામમાં)…
વધુ વાંચો >ડ્યૂ પોં (Du Pont) કુટુંબ
ડ્યૂ પોં (Du Pont) કુટુંબ : દુનિયાની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક એવી ‘ઈ.આઈ. ડ્યૂ પોં દ નેમૂર્ઝ ઍન્ડ કંપની’(ડ્યૂ પોં કંપની)ની સ્થાપના કરનાર, મૂળ ફ્રાન્સનું પણ અઢારમા સૈકાના અંતભાગથી અમેરિકામાં સ્થાયી થયેલું કુટુંબ. કુટુંબના વડવા પીઅર સેમ્યૂઅલ ડ્યૂ પોં દ નેમૂર્ઝનો જન્મ 14 ડિસેમ્બર, 1739માં એક ઘડિયાળીને ત્યાં થયો…
વધુ વાંચો >ડ્યૂબ્નિયમ
ડ્યૂબ્નિયમ (dubnium) : આવર્તક કોષ્ટકમાંના અનુઍક્ટિનાઇડ તત્વો પૈકી પ. ક્ર. 105 ધરાવતું તત્વ. 1968માં આ તત્વના સંશ્લેષણ અંગે ડ્યૂબના (મૉસ્કો પાસે) ખાતેથી જાહેરાત કરવામાં આવેલી અને 1970માં તે બનતું હોવાનું પ્રસ્થાપિત થયું હતું. સંશ્લેષણ માટેની મુખ્ય નાભિકીય પ્રક્રિયાઓ આ પ્રમાણે છે : 243Am(22Ne, 4n)261105 અને 243Am(22Ne, 5n)260105 બર્કલી ખાતેના સંશોધકોએ…
વધુ વાંચો >તટસ્થીકરણ
તટસ્થીકરણ (neutralization) : ઍસિડ અને બેઇઝ પારસ્પરિક ક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરતાં હોય તેવી રાસાયણિક પ્રક્રિયા. ઍસિડ અને બેઇઝનાં વજનો તુલ્યપ્રમાણમાં લેવાથી સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. કદમાપક વિશ્લેષણમાં આવી તત્વપ્રમાણ-મિતીય (stoichiometric) પ્રક્રિયા થાય ત્યારે તટસ્થીકરણબિંદુ અથવા અંતિમ બિંદુ યોગ્ય સૂચક(indicator)ના ઉપયોગ દ્વારા નક્કી થઈ શકે છે. ઍસિડ અથવા…
વધુ વાંચો >