રમતગમત
મિયર, ઉલ્રિક
મિયર, ઉલ્રિક (જ. 22 ઑક્ટોબર 1967, ઑસ્ટ્રિયા; અ. 29 જાન્યુઆરી 1994) : બરફ પર સરકવાની રમતનાં મહિલા ખેલાડી (skier). તેઓ સુપરજાયન્ટ સ્લૅલૉમ સ્કીઇંગ ચૅમ્પિયનશિપનાં 2 વાર વિજેતા બન્યાં હતાં. ત્યારબાદ એક વાર સરકવાની રમતના પૂર્વાભ્યાસમાં તેઓ વ્યસ્ત હતાં ત્યારે તેમને જીવલેણ અકસ્માત નડ્યો. વર્લ્ડ કપ રેસમાં આ રમતમાં અવસાન પામનાર…
વધુ વાંચો >મિલર, કીથ (રૉસ)
મિલર, કીથ (રૉસ) (જ. 28 નવેમ્બર 1919, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા; અ. 11 ઓક્ટોબર 2004, મોર્નિગટન, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટ-ખેલાડી. 1948ની ડૉન બ્રૅડમૅન ટેસ્ટ ટીમમાં તેમણે વિશ્વના તે સમયના એક મહાન ઑલરાઉન્ડર ખેલાડી તરીકે નામના મેળવી. તેમની કારકિર્દી દરમિયાન તેમણે 55 ટેસ્ટ મૅચોમાં 2,598 રન કર્યા અને તેમાં 7 સદીઓ…
વધુ વાંચો >મિલ્ખાસિંહ
મિલ્ખાસિંહ (જ. 8 ઑક્ટોબર 1935, લાયલપુર, પાકિસ્તાન) : ‘ઊડતા શીખ’નું પદ પામી દંતકથારૂપ બની જનાર ભારતીય રમતવીર. જન્મસમયે લાયલપુર ભારતીય પંજાબનું નગર હતું. પરિવાર સાધારણ સ્થિતિનો. પિતા સંપૂર્ણસિંહ અને માતા નિર્મલકૌર મિલ્ખાની બાલવય દરમિયાન અવસાન પામ્યાં. ભાગલા-સમયે માનવીમાંના શેતાને જે હત્યાકાંડ મચાવ્યો તેમાંથી માંડ બચીને અનાથ મિલ્ખાએ મોટા ભાઈ માખનસિંહનું…
વધુ વાંચો >મીડ, રિચાર્ડ
મીડ, રિચાર્ડ (જ. 1938, એપસ્ટૉ, મન્માઉથશાયર, સાઉથ ઈસ્ટ વેલ્સ) : નિષ્ણાત અશ્વારોહક. બ્રિટનના તેઓ એક સૌથી સફળ અને ઑલિમ્પિક કક્ષાના અશ્વારોહક હતા. ઑલિમ્પિક્સમાં તેઓ ત્રિદિવસીય સાંધિક રમતના સુવર્ણચંદ્રકના 1968 અને 1972માં વિજેતા બન્યા તથા 1972માં વ્યક્તિગત વિજયપદકના વિજેતા બન્યા અને એ રીતે 3 સુવર્ણચંદ્રક મેળવ્યા. 1970 અને 1982માં તેઓ વિશ્વચૅમ્પિયનશિપની…
વધુ વાંચો >મુજુમદાર, દત્તાત્રેય ચિંતામણ
મુજુમદાર, દત્તાત્રેય ચિંતામણ (જ. 13 ઑક્ટોબર 1882, પુણે; અ. 22 ઑગસ્ટ 1964, વડોદરા) : ગુજરાતની વ્યાયામપ્રવૃત્તિના મોખરાના આદ્ય સંચાલક. મૂળ નાસિક જિલ્લાના પિંપળગાંવ તરફના ચિત્તપાવન બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ચિંતામણ નારાયણ ઉર્ફે ભાઉસાહેબ વડોદરામાં પ્રતિષ્ઠિત ગર્ભશ્રીમંત આસામદાર હતા. તેમના વડીલોએ વડોદરા રાજ્યમાં મુજુમદારી મેળવેલી. તેથી મૂળની ‘કરંદીકર’ અટક ‘મુજુમદાર’માં ફેરવાઈ.…
વધુ વાંચો >મુસ્તાકઅલી, સૈયદ
મુસ્તાકઅલી, સૈયદ (જ. 17 ડિસેમ્બર 1914, ઇંદોર, મધ્યપ્રદેશ; અ. 18 જૂન 2005, ઇંદોર) : જમોડી ઓપનિંગ બૅટ્સમેન અને સ્લો લેફ્ટ આર્મ ગોલંદાજી કરતા, ભારતના ક્રિકેટની રમતના છટાદાર અને લોકપ્રિય ટેસ્ટ ઑલરાઉન્ડર. બાળપણ, શાળાભ્યાસ અને ક્રિકેટની તાલીમમાં મધ્યપ્રદેશ એમનું કાર્યક્ષેત્ર રહ્યું. નાગપુર ખાતેના નિવાસ દરમિયાન તેઓ સી. કે. નાયડુના પરિચયમાં આવ્યા…
વધુ વાંચો >મુસ્તાક મહંમદ
મુસ્તાક મહંમદ (જ. 22 નવેમ્બર 1943, કરાંચી) : પાકિસ્તાનના મજબૂત જમોડી બૅટ્સમેન અને લેગ બ્રેક ગોલંદાજ એવા સશક્ત ટેસ્ટ ઑલરાઉન્ડર તથા સુકાની. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરવેઝ, કરાંચી, નૉર્ધમ્પટનશાયર અને પાકિસ્તાન તરફથી 1956થી 1980 દરમિયાન સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી ચૂકેલા પાકિસ્તાનના સંગીન ઑલરાઉન્ડર, મુસ્તાક મહંમદના લોહીમાં ક્રિકેટ હતું. પાકિસ્તાનના વિખ્યાત ટેસ્ટ…
વધુ વાંચો >મૂર, આર્ચી
મૂર, આર્ચી (જ. 13 ડિસેમ્બર 1913 અથવા 1916, બૅનૉઇટ, મિશિગન; અ. 9 ડિસેમ્બર 1998, સૅન ડાયેગો, કેલિફોર્નિયા) : અમેરિકાના જાણીતા મુક્કાબાજ. મૂળ નામ આર્ચિબાલ્ડ લી રાઇટ. તેમના કહેવા મુજબ તેમની સાચી જન્મતારીખ વિશે કોઈ ચોકસાઈ નથી. તેઓ અત્યારે પણ સૌથી મોટી વયના મુક્કાબાજ છે. લાઇટ-હેવી વેટના કોઈ પણ અન્ય ચૅમ્પિયન…
વધુ વાંચો >મેઇડન ઓવર
મેઇડન ઓવર : ક્રિકેટની મૅચમાં કોઈ ગોલંદાજ પોતાની છ કે આઠ દડાની ઓવરમાં બૅટ્સમૅનને એક પણ રન નોંધાવવાની તક ન આપે તે ઓવર, એક પણ વાઇડ, નો-બૉલ કે લેગ-બાયનો રન પણ ન આપે તેવી લાગલાગટ છ કે આઠ દડાની ઓવરને ‘મેઇડન ઓવર’ (કોરી ઓવર) કહેવામાં આવે છે. 1851માં ઑલ ઇંગ્લૅન્ડ…
વધુ વાંચો >મૅક, કૉની
મૅક, કૉની (જ. 22 ડિસેમ્બર 1862, ઈસ્ટ બ્રુકફીલ્ડ, મૅસેચૂસેટ્સ; અ. 8 ફેબ્રુઆરી 1956, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા) : અમેરિકાના બેઝબૉલ ખેલાડી અને મૅનેજર. 1886થી 1916 દરમિયાન વિવિધ ટીમમાં તે ‘કૅચર’ તરીકે રમ્યા. 1894–96માં પિટ્સબર્ગ ખાતે મૅનેજર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. 1901માં તે ફિલાડેલ્ફિયા ગયા અને ત્યાં 50 વર્ષ રહ્યા. તેમને નામે ચઢેલા…
વધુ વાંચો >