રમતગમત

માર્શ, રૉડની વિલિયમ (માર્શ, રૉડ)

માર્શ, રૉડની વિલિયમ (માર્શ, રૉડ) (જ. 4 નવેમ્બર 1947, આર્માડૅલ, પશ્ર્ચિમ ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખિલાડી. શરૂઆતમાં તેઓ ‘આયર્ન ગ્લવ’ તરીકેનું નામાભિધાન પામ્યા હતા. પછી ક્રમશ: સુધારો કરતા જઈ, તેઓ એક સૌથી કૌશલ્યપૂર્ણ વિકેટ-કીપર બની રહ્યા. પ્રથમ કક્ષાની મૅચની કારકિર્દીમાં તેઓ સૌથી વધુ ખેલાડીઓને વિકેટ પાછળ ઝડપવા(dismissal)નો ઑસ્ટ્રેલિયાનો વિક્રમ ઉપરાંત ટેસ્ટ-મૅચમાં…

વધુ વાંચો >

માર્સિયાનો, રૉકી

માર્સિયાનો, રૉકી (જ. 1923, બ્રૉક્ટન, મૅસેચુસેટ્સ; અ. 1969) : અમેરિકાના હેવીવેટ મુક્કાબાજીના ચૅમ્પિયન. મૂળ નામ રૉકૉ ફ્રાન્સિસ માર્સેજિયાનો. સૌપ્રથમ તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં સર્વિસમૅન તરીકે મુક્કાબાજીની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. 1947માં તેમણે વ્યવસાયી ધોરણે આ કારકિર્દી અપનાવી. 1951માં તેમણે ભૂતપૂર્વ વિશ્વચૅમ્પિયન જો લૂઈને હરાવીને વ્યાપક પ્રસિદ્ધિ મેળવી. તેમણે પછીના જ…

વધુ વાંચો >

માંકડ, વિનુ

માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…

વધુ વાંચો >

મિયર, ઉલ્રિક

મિયર, ઉલ્રિક (જ. 22 ઑક્ટોબર 1967, ઑસ્ટ્રિયા; અ. 29 જાન્યુઆરી 1994) : બરફ પર સરકવાની રમતનાં મહિલા ખેલાડી (skier). તેઓ સુપરજાયન્ટ સ્લૅલૉમ સ્કીઇંગ ચૅમ્પિયનશિપનાં 2 વાર વિજેતા બન્યાં હતાં. ત્યારબાદ એક વાર સરકવાની રમતના પૂર્વાભ્યાસમાં તેઓ વ્યસ્ત હતાં ત્યારે તેમને જીવલેણ અકસ્માત નડ્યો. વર્લ્ડ કપ રેસમાં આ રમતમાં અવસાન પામનાર…

વધુ વાંચો >

મિલર, કીથ (રૉસ)

મિલર, કીથ (રૉસ) (જ. 28 નવેમ્બર 1919, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા; અ. 11 ઓક્ટોબર 2004, મોર્નિગટન, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટ-ખેલાડી. 1948ની ડૉન બ્રૅડમૅન ટેસ્ટ ટીમમાં તેમણે વિશ્વના તે સમયના એક મહાન ઑલરાઉન્ડર ખેલાડી તરીકે નામના મેળવી. તેમની કારકિર્દી દરમિયાન તેમણે 55 ટેસ્ટ મૅચોમાં 2,598 રન કર્યા અને તેમાં 7 સદીઓ…

વધુ વાંચો >

મિલ્ખાસિંહ

મિલ્ખાસિંહ (જ. 8 ઑક્ટોબર 1935, લાયલપુર, પાકિસ્તાન) : ‘ઊડતા શીખ’નું પદ પામી દંતકથારૂપ બની જનાર ભારતીય રમતવીર. જન્મસમયે લાયલપુર ભારતીય પંજાબનું નગર હતું. પરિવાર સાધારણ સ્થિતિનો. પિતા સંપૂર્ણસિંહ અને માતા નિર્મલકૌર મિલ્ખાની બાલવય દરમિયાન અવસાન પામ્યાં. ભાગલા-સમયે માનવીમાંના શેતાને જે હત્યાકાંડ મચાવ્યો તેમાંથી માંડ બચીને અનાથ મિલ્ખાએ મોટા ભાઈ માખનસિંહનું…

વધુ વાંચો >

મીડ, રિચાર્ડ

મીડ, રિચાર્ડ (જ. 1938, એપસ્ટૉ, મન્માઉથશાયર, સાઉથ ઈસ્ટ વેલ્સ) : નિષ્ણાત અશ્વારોહક. બ્રિટનના તેઓ એક સૌથી સફળ અને ઑલિમ્પિક કક્ષાના અશ્વારોહક હતા. ઑલિમ્પિક્સમાં તેઓ ત્રિદિવસીય સાંધિક રમતના સુવર્ણચંદ્રકના 1968 અને 1972માં વિજેતા બન્યા તથા 1972માં વ્યક્તિગત વિજયપદકના વિજેતા બન્યા અને એ રીતે 3 સુવર્ણચંદ્રક મેળવ્યા. 1970 અને 1982માં તેઓ વિશ્વચૅમ્પિયનશિપની…

વધુ વાંચો >

મુજુમદાર, દત્તાત્રેય ચિંતામણ

મુજુમદાર, દત્તાત્રેય ચિંતામણ (જ. 13 ઑક્ટોબર 1882, પુણે; અ. 22 ઑગસ્ટ 1964, વડોદરા) : ગુજરાતની વ્યાયામપ્રવૃત્તિના મોખરાના આદ્ય સંચાલક. મૂળ નાસિક જિલ્લાના પિંપળગાંવ તરફના ચિત્તપાવન બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ચિંતામણ નારાયણ ઉર્ફે ભાઉસાહેબ વડોદરામાં પ્રતિષ્ઠિત ગર્ભશ્રીમંત આસામદાર હતા. તેમના વડીલોએ વડોદરા રાજ્યમાં મુજુમદારી મેળવેલી. તેથી મૂળની ‘કરંદીકર’ અટક ‘મુજુમદાર’માં ફેરવાઈ.…

વધુ વાંચો >

મુસ્તાકઅલી, સૈયદ

મુસ્તાકઅલી, સૈયદ (જ. 17 ડિસેમ્બર 1914, ઇંદોર, મધ્યપ્રદેશ; અ. 18 જૂન 2005, ઇંદોર) : જમોડી ઓપનિંગ બૅટ્સમેન અને સ્લો લેફ્ટ આર્મ ગોલંદાજી કરતા, ભારતના ક્રિકેટની રમતના છટાદાર અને લોકપ્રિય ટેસ્ટ ઑલરાઉન્ડર. બાળપણ, શાળાભ્યાસ અને ક્રિકેટની તાલીમમાં મધ્યપ્રદેશ એમનું કાર્યક્ષેત્ર રહ્યું. નાગપુર ખાતેના નિવાસ દરમિયાન તેઓ સી. કે. નાયડુના પરિચયમાં આવ્યા…

વધુ વાંચો >

મુસ્તાક મહંમદ

મુસ્તાક મહંમદ (જ. 22  નવેમ્બર 1943, કરાંચી) : પાકિસ્તાનના મજબૂત જમોડી બૅટ્સમેન અને લેગ બ્રેક ગોલંદાજ એવા સશક્ત ટેસ્ટ ઑલરાઉન્ડર તથા સુકાની. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરવેઝ, કરાંચી, નૉર્ધમ્પટનશાયર અને પાકિસ્તાન તરફથી 1956થી 1980 દરમિયાન સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી ચૂકેલા પાકિસ્તાનના સંગીન ઑલરાઉન્ડર, મુસ્તાક મહંમદના લોહીમાં ક્રિકેટ હતું. પાકિસ્તાનના વિખ્યાત ટેસ્ટ…

વધુ વાંચો >