રક્ષા મ. વ્યાસ
રાજકીય ચિંતન
રાજકીય ચિંતન : રાજ્યશાસ્ત્રના આધારરૂપ પાયાની મૂળભૂત વિચારણા. વ્યક્તિ અને તેની આસપાસના જગતને સમજવાની મથામણ માનવજાત કરતી રહી છે. તે સાથે માનવરચિત સંસ્થાઓ સમાજ, રાજ્ય અને તે સંદર્ભમાં સમગ્ર વિશ્વને સમજવાનો અને જોડવાનો સતત પ્રયાસ પરાપૂર્વથી માનવો કરતા રહ્યા છે. રાજ્ય અને તેના પરિવેશને સમજવાના પરાપૂર્વથી ચાલતા આ અવિરત પ્રયાસો…
વધુ વાંચો >રાજકીય પક્ષ
રાજકીય પક્ષ : રાજકીય જીવનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતાં અને સત્તાપ્રાપ્તિ ઇચ્છતાં સંગઠિત જૂથો. એક રાજકીય એકમ તરીકે વર્તીને તે સરકાર પર પ્રભુત્વ ધરાવવા ઉત્સુક હોય છે. આ સંગઠનો ભાગ્યે જ અધિકૃત (official) સરકારી સંગઠનો તરીકે કામ કરે છે. વિવિધ શાસનવ્યવસ્થામાં તે વિવિધ સ્વરૂપો ધરાવે છે. પ્રત્યેક દેશમાં, પ્રત્યેક સમયે અને…
વધુ વાંચો >રાજકીય ભૂગોળ
રાજકીય ભૂગોળ : ભૌગોલિક સંદર્ભ થકી રાજ્યશાસ્ત્ર અને રાજકારણને સમજવાનો પ્રયાસ કરતી ભૂગોળ વિષયની એક શાખા. પ્રાચીન કાળમાં ગ્રીસમાં તેનો એક વિષય તરીકે અભ્યાસ થતો હતો, પરંતુ અલગ વિષય તરીકે રાજકીય ભૂગોળની સમજ આપનાર સર્વપ્રથમ વિદ્વાન અને ભૂગોળવિદ હતા ફ્રેડરિક રૅટઝેલ. આ જર્મન વિદ્વાને ‘પૉલિટશે જિયૉગ્રાફી’ (Politsche Geographie) (1897) ગ્રંથ…
વધુ વાંચો >રાજકીય માનવવંશશાસ્ત્ર
રાજકીય માનવવંશશાસ્ત્ર : રાજકીય નિર્ણયોની પ્રક્રિયા પર પ્રભાવ પાડતાં પરિબળો તથા સામુદાયિક સંઘર્ષોના સંભવિત ઉકેલોનો વિચાર કરતું શાસ્ત્ર. આ વિષય પરનો સૌપ્રથમ ગ્રંથ મૉર્ગન દ્વારા ‘ઇરોક્વૉઇ’ (Iroquois, 1851) શીર્ષક હેઠળ પ્રકાશિત થયો હતો. તેમનો બીજો ગ્રંથ 1877માં પ્રકાશિત ‘એનદૃશ્યન્ટ સોસાયટી’ શીર્ષક હેઠળનો છે, જે જાણીતો બન્યો. આ બંને ગ્રંથો દ્વારા…
વધુ વાંચો >રાજકીય હિંસા
રાજકીય હિંસા : સત્તા હસ્તગત કરવાના કે સત્તાધીશોને નુકસાન પહોંચાડવાના આશયથી કરવામાં આવતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ. હિંસાનો જન્મ માનવસમાજ જેટલો જ પુરાણો અને વ્યાપક છે. મોટેભાગે સામાજિક કે રાજકીય પરિવર્તન લાવવાનો, સત્તા હાથ કરવાનો કે સત્તાધીશોને રંજાડવાનો હેતુ તેમાં મુખ્ય હોય છે. આવી હિંસા બિનઅધિકૃત કે ગેરકાયદેસરના માર્ગો અખત્યાર કરે છે.…
વધુ વાંચો >રાજકુમારી અમૃતકૌર
રાજકુમારી અમૃતકૌર (જ. 2 ફેબ્રુઆરી 1889, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 6 ફેબ્રુઆરી 1964, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની, મહિલા-નેત્રી અને ભારતનાં પ્રથમ અને મહિલા સ્વાસ્થ્ય-મંત્રી. તેઓ કપૂરથલાના રાજવી કુટુંબનાં સભ્ય હતાં. પિતા હરનામસિંહને સાત પુત્રો અને આ એક-માત્ર પુત્રી હતાં. રાજા હરનામસિંહે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો અને તેઓ ‘પવિત્ર અને શુદ્ધ’ ખ્રિસ્તી…
વધુ વાંચો >રાજગોપાલાચારી, ચક્રવર્તી
રાજગોપાલાચારી, ચક્રવર્તી (જ. ડિસેમ્બર 1878, હોસૂર, જિલ્લો સેલમ, તમિલનાડુ; અ. 25 ડિસેમ્બર 1972) : રાજનીતિજ્ઞ, મુત્સદ્દી અને સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર-જનરલ. પિતા નલ્લન ચક્રવર્તી આયંગર, માતા સિંગરામ્મલ. તેમના કુટુંબના કેટલાક પૂર્વ સભ્યો મૈસૂરના શાહી દરબારના પંડિતો હતા, જ્યારે પિતા હોસૂર તાલુકાના થોરાપલ્લીમાં મુનસફ હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ હોસૂરમાં અને કૉલેજશિક્ષણ…
વધુ વાંચો >રાજનારાયણ
રાજનારાયણ (જ. 1917, મોતીકોટ, ઉત્તરપ્રદેશ; અ. 30 ડિસેમ્બર, 1986, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી. પિતા અનંત પ્રસાદ સિંઘ. કૉલેજ-શિક્ષણ લઈ સ્નાતક અને કાયદાના સ્નાતક બન્યા. શિક્ષણ દરમિયાન સમાજવાદી વિચારોથી આકર્ષાયા અને સમાજવાદી પક્ષના સભ્ય બન્યા. ત્યારબાદ રાજકીય જીવનના વિવિધ તબક્કે જનતા પક્ષ અને ભારતીય લોકદળમાં પણ જોડાયા. 1966થી ’72ના ગાળામાં…
વધુ વાંચો >રાજેન્દ્રપ્રસાદ (ડૉ.)
રાજેન્દ્રપ્રસાદ (ડૉ.) (જ. 3 ડિસેમ્બર 1884, ઝેરાદેઈ, જિલ્લો સારણ, બિહાર; અ. 28 ફેબ્રુઆરી 1963, પટણા) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, મહાત્મા ગાંધીના નિકટના સાથી અને પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ. પિતા મહાદેવ સહાય સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા. માતા કમલેશ્વરી દેવી અત્યંત ધર્મિષ્ઠ હતાં. તેમના પૂર્વજો હથુઆ રાજ્યમાં પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર હતા…
વધુ વાંચો >રાજ્ય
રાજ્ય : સમાજની એકમાત્ર સંસ્થા, જે સાર્વભૌમ સત્તા વાપરવાનો કાયદેસરનો ઇજારો ધરાવે છે. માનવજીવન અને સમાજ સાથે વિવિધ સંસ્થાઓ સંકળાયેલી છે. તેમાંની એક સૌથી મહત્ત્વની સંસ્થા રાજ્ય છે. સમગ્ર દુનિયા આવાં વિવિધ રાજ્યોની બનેલી છે. પ્રત્યેક મનુષ્ય કોઈ ને કોઈ રાજ્ય હેઠળ જીવતો હોય છે. આ અર્થમાં રાજ્ય માનવજીવનની પાયાની…
વધુ વાંચો >