મ. ઝ. શાહ

ગુલમેંદી

ગુલમેંદી : દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lagerstroemia indica Linn (હિં. બં. ફરશ, તેલિંગચિના; તે. ચિનાગોરંટા; તા. પાવાલાક-કુરિન્જી, સિનાપ્પુ; ગુ. ગુલમેંદી, લલિત, ચિનાઈ મેંદી; અં. કૉમન ક્રેપ મિર્ટલ) છે. તે સુંદર પર્ણપાતી (deciduous) ક્ષુપ કે નાનું વૃક્ષ છે. ગુલમેંદી ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે અને સુંદર…

વધુ વાંચો >

ગુલમોર

ગુલમોર : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delonix regia Rafin. syn. Poinciana regia Bojer ex Hook. (પં. શંખોદરી, મ. ગલતુર, ગુલતુરા, ગુલ્પરી, શંખાસર, ધાક્ટી-ગુલમોહોર; તે. સામિડીતાં-ઘેડું; અં. ગોલ્ડન મોહર, ફ્લેમ ટ્રી, ફ્લેમ્બોયન્ટ) છે. તે ધ્યાનાકર્ષક, શોભન, મધ્યમ કદનું 10 મી. જેટલી ઊંચાઈ ધરાવતું છાયા વૃક્ષ છે.…

વધુ વાંચો >

ગુલાબ

ગુલાબ : ગુ. તરુણી, મંજુલા, સં. तरुणीया, લૅ. Rosa Sp. દ્વિબીજ- દલાના કુળ રોઝેસીનો છોડ. તે કુળનો એક જ ફેલાતો શાકીય છોડ નર્મદાના તળ(bed)માં અને પાવાગઢના ખાબોચિયામાં ઊગતો Pontentilla supina L છે. બદામ અને સફરજન તે કુળના છે. ગુલાબની ઉત્પત્તિ કે સ્થાન અગમ્ય રહેલ છે. R. centifolia કૉકેસસમાં, R. indica…

વધુ વાંચો >

ગુલાબ કાતર (secateures)

ગુલાબ કાતર (secateures) : છોડની નાનીમોટી ડાળીઓ સરળતા અને સહેલાઈથી કાપી શકાય તે માટેની મોટી કાતર. ગુલાબની કાંટાવાળી વાંકીચૂકી ડાળીઓ કાપવા માટે ખાસ અનુકૂળ હોવાથી તેને ગુલાબ કાતર કહે છે. ડાળી કાપવાનું પાનું પોપટની ચાંચ જેવું વાંકું હોય છે અને પાછળના હાથાના ભાગમાં સ્પ્રિંગ હોય છે. તેથી તે ડાળી ઉપર…

વધુ વાંચો >

ગેલાર્ડિયા

ગેલાર્ડિયા : કુળ- Compositae (Asteraceae)નો મોસમી 40­–50 સેમી. ઊંચો ફૂલછોડ. ગુ. તપ્તવર્ણા, અં. Blanket flower. ફૂલને બેસતાં 3­–4 માસ લાગે છે, પણ પછી 5–­6 માસ સુધી ફૂલોના ઢગલાથી છોડ લચી પડે છે. તે પુષ્પગુચ્છ, હાર, કટફ્લાવર કે ફૂલદાનીમાં શોભે છે. તેમાંની ઘણી જાતો હાલમાં બગીચામાં વવાય છે. જેમ કે એકલ…

વધુ વાંચો >

ગોમ્ફ્રીના (Gomphrena)

ગોમ્ફ્રીના (Gomphrena) : કુળ Amarantaceaeનો કોઈ પણ ઋતુમાં ઊગી શકતો, 30થી 40 સેમી. ઊંચો મોસમી ફૂલનો છોડ. ગુ. બટન, અં. Globe Amaranthus = Bachelor’s button. જાંબલી રંગનો પ્રકાંડ; સપ્ટેમ્બરથી નવેમ્બર અને જાન્યુઆરીથી એપ્રિલ સુધી લાલાશ પડતા કે જાંબલી કે સફેદ, જાંબુડા કે કેસરી રંગના નાના પરિમિત મુંડક પુષ્પવિન્યાસમાં આવતાં પુષ્પો;…

વધુ વાંચો >

ગોલ્ડન રૉડ (golden rod)

ગોલ્ડન રૉડ (golden rod) : કુળ Compositaeનો બહુવાર્ષિક નાનાં પીળાં ફૂલો ધરાવતો છોડ. ગુ. સોનછડી, અં. yellow daisy.   તેનું લૅટિન નામ Solidago canadensis L. છે. વચમાંથી છોડની લાંબી દાંડી ટોચ ઉપર પીંછા જેવી થઈને ફૂલોથી ભરાઈ જાય છે તેથી ચોમાસામાં આકર્ષક લાગે છે. ફૂલદાનીમાં ફૂલો લાંબો સમય ટકી રહે છે…

વધુ વાંચો >

ગોલ્ડન શાવર (golden shower)

ગોલ્ડન શાવર (golden shower) : દ્વિદળીના કુળ Bignoniaceaeના વિશાળ પ્રતાનતંતુથી ચડતી વેલ. તેનું લૅટિન નામ Bignonia venusta ker છે. તે મંડપ, માંચડા કે કમાન ઉપર જલદી ચડે છે. શિયાળામાં આ વેલ ઉપર ઝૂમખામાં લટકતાં આંગળી જેવાં જાડાં, ભૂંગળા આકારનાં કેસરી ફૂલો રમણીય લાગે છે. આખીયે વેલ ફૂલોથી લચી પડે છે.…

વધુ વાંચો >

ગ્રેવિલિયા

ગ્રેવિલિયા : દ્વિબીજ દલાના કુળ Proteaceaeનું 10થી 12 મી. ઊંચું ઠીક ઠીક ઝડપથી વધતું વૃક્ષ. અં. silver oak; ગુ. રૂપેરી ઓક. તેનું લૅટિન નામ Grevillea robusta Cunn છે. ઝાડનું ગ્રેવિલિયા નામ વનસ્પતિશાસ્ત્રી C. F. Grevilleના સંભારણા રૂપે છે. તે વૃક્ષની અન્ય જાતો ફક્ત ઠંડા પ્રદેશમાં પાંગરે છે. તે ઠીક ઠીક…

વધુ વાંચો >

ગ્લિરિસિડિયા

ગ્લિરિસિડિયા (Gliricidia maculata) : દ્વિદળીના કુળ Leguminosaeના ઉપકુળ Papilionaceae(Fabaceae)નો આશરે 5–7 મીટર ઊંચો પતનશીલ છોડ. અં. Madre tree. The spotted Glirid. ગુ. સુંદરી. તે મૂળ દક્ષિણ અમેરિકાનો વતની હોવા છતાં ભારત અને ગુજરાતની વનસ્પતિઓ સાથે ભળી જતો હોવાથી સહેલાઈથી ઉગાડી શકાય છે. ડિસેમ્બરથી એપ્રિલ સુધી આછા ગુલાબી રંગનાં ફૂલોથી તેની…

વધુ વાંચો >