મ. ઝ. શાહ
રામબાવળ
રામબાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સીઝાલ્પિનિયોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Parkinsonia aculeata Linn. (હિં. વિલાયતી બબૂલ; બં. બલાતી કિકર; મ. અદાન્તી; ગુ. રામબાવળ, વિલાયતી બાવળ, પરદેશી બાવળ) છે. તે મોટો કંટમય (spinous) ક્ષુપ કે નાનું 5-6 મી. ઊંચું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું મૂલનિવાસી છે. તે…
વધુ વાંચો >રુક્મણી
રુક્મણી : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ixora arborea Roxb. syn. I. parviflora Vahl. (સં. નવમલ્લિકા, વનમાલિની; હિં. નીવારી, કોથાગંધાલ; મ. નેવાળી, વેક્ષમોગરી, માકડી, રાનમોગરી; ગુ. નેવારી નીમાળી; ક. નીકાડમલ્લિગે; અં. ટૉર્ચ વુડ ઇક્ઝોરા) છે. તે નાનું, બહુશાખિત, સદાહરિત વૃક્ષ કે ક્ષુપ છે અને ભારતમાં…
વધુ વાંચો >રૂખડો (ગોરખ આમલી)
રૂખડો (ગોરખ આમલી) : દ્વિદળી વર્ગમાં આવેલા બૉમ્બેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adansonia digitata Linn. (સં. ગોરક્ષી; હિં. ગોરખ ઇમલી; મ. ગોરખચીંચ, ચોરીચીંચ; ગુ. ગોરખ આમલી, રૂખડો, ચોર આમલી; ક. ગોરક્ષતુંણચી, માગીમાત્રું, બ્રહ્મામ્બિકા; ત. પપ્પારપ્પુલી, તોદી; અં. મંકી-બ્રેડ ટ્રી, મંકી પઝલ) છે. તે વિચિત્ર આકારનું, મધ્યમ કદનું 21…
વધુ વાંચો >રૉન્ડેલેશિયા (Rondeletia)
રૉન્ડેલેશિયા (Rondeletia) : દ્વિદળી વર્ગમાં આવેલા રૂબીએસી કુળની એક શોભન પ્રજાતિ. તેની ભારતમાં ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતી એક જાતિનું નામ Rondeletia speciosa છે. તેની ઊંચાઈ લગભગ 1.5 મી. જેટલી હોય છે. તેના છોડ બહુ ફેલાતા નથી. પર્ણો સાદાં, સંમુખ, ઉપપર્ણીય (stipulate) નાનાં અને સદાહરિત હોય છે. તેની ઉપરની સપાટી રોમિલ હોય…
વધુ વાંચો >લજામણી (રિસામણી)
લજામણી (રિસામણી) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના માઇમોઝોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimosa pudica Linn. (સં. લજ્જાલુ, રક્તમાદી; હિં. લાજવંતી, છુઈમુઈ; બં. લજ્જાવતી; મ. લાજરી, લાજાળુ; તે. મુનુગુડામારમુ; ત. તોટ્ટલશરંગિ; ક. લજ્જા; મલ. તોટ્ટનવાતિ; અં. સેન્સિટિવ પ્લાન્ટ, ટચ મી નૉટ) છે. તે ભૂપ્રસારી, ઉપક્ષુપ (under-shrub) અને 5૦…
વધુ વાંચો >લસણવેલ
લસણવેલ : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bignonia magnifica છે. તેનાં પુષ્પો લસણ જેવી વાસ ધરાવતાં હોવાથી તેનું નામ લસણવેલ પડ્યું છે. તે આરોહી વનસ્પતિ છે. આરોહી પ્રકૃતિને કારણે તેની ઝડપથી વૃદ્ધિ થાય છે. તેનાં પર્ણો સંમુખ ગોઠવાયેલાં, સંયુક્ત અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. પર્ણિકાઓ…
વધુ વાંચો >લાઇનમ
લાઇનમ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લાઇનેસી કુળની એક પ્રજાતિ. તે વિશ્વના સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થતી શાકીય અને ક્ષુપીય જાતિઓની બનેલી છે. તેઓ ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા દેશોમાં થાય છે. ભારતમાં તેની ત્રણથી ચાર જાતિઓ થાય છે. Linum bienne Mill syn. L. angustifolium Huds અને L. grandiflorum Desf.…
વધુ વાંચો >લાર્ક સ્પર
લાર્ક સ્પર : દ્વિદળી વર્ગમાં આવેલા રેન્ક્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delphinium majus છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ગુજરાતમાં શિયાળામાં થાય છે. તેના છોડ 50 સેમી.થી 60 સેમી. ઊંચા હોય છે. કેટલાક છોડ તેથી પણ નીચા રહે છે. તેનાં એકાંતરિક પર્ણોમાં પક્ષવત્ નિદર (pinnatisect) પ્રકારનું છેદન…
વધુ વાંચો >લાલ ચિત્રક
લાલ ચિત્રક : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના પ્લમ્બેજિનેસી કુળની એક નાની પ્રજાતિ. તે શાકીય, ઉપક્ષુપ (undershrub) કે ક્ષુપસ્વરૂપે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ નોંધાઈ છે, જે પૈકી બે – Plumbago indica Linn. syn. P. Rosea Linn. (ગુ. લાલ ચિત્રક) અને P. zeylanica Linn. (ચિત્રક) ઔષધીય દૃષ્ટિએ ઉપયોગી…
વધુ વાંચો >લાલ પત્તી
લાલ પત્તી : દ્વિદળી વર્ગના યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Poinsettia pulcherrima Grah. syn. Euphorbia pulcherrima Willd. (અં. Christmas flowers, Lobster flowers; ગુ. લાલ પત્તી, રક્તપર્ણી) છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં મેક્સિકોના વનસ્પતિશાસ્ત્રી પોઇનશેટીએ આ છોડને પ્રચારમાં આણ્યો; તેથી તેનું નામ ‘પોઇનશેટિયા’ પડ્યું છે. તે મેક્સિકોની મૂલનિવાસી છે અને…
વધુ વાંચો >