મ. ઝ. શાહ
પારિજાતક
પારિજાતક : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nyctanthes arbortristis Linn. (સં. પારિજાતક; હિં. હારસિંગાર; બં. શિઉલી) છે. ઘણા વનસ્પતિશાસ્ત્રીઓ તેને વર્બીનેસી કુળમાં મૂકે છે. કેટલાક તેને નીકટેન્થેસી નામના સ્વતંત્ર કુળમાં વર્ગીકૃત કરે છે. આ વૃક્ષનું મૂળ વતન હિમાલયની પર્વતમાળા છે. ત્યાં તે નૈસર્ગિક રીતે ઊગે…
વધુ વાંચો >પાર્કિયા (ચંદુફળ)
પાર્કિયા (ચંદુફળ) : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ માઇમોસોઇડી ઉપકુળની એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. Parkia biglandulosa Wight & Arn (ગુ. ચંદુફળ) અને P. roxburghii G. Don. syn. P. javanica (Lam.) Merrill નામની બે જાતિઓ ભારતમાં થાય છે. P. biglandulosa સુંદર, ઊંચું અને સદાહરિત વૃક્ષ છે. તે…
વધુ વાંચો >પીપર
પીપર : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મોરેસી (વટાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus amplissima Smith. syn. F. tsiela Roxb. ex Buch-Ham. (સં. પ્લક્ષ, પિપ્પરી, જટી, કણિનિકા, જટતિ, પર્કટી, પિપ્પલપાદપ, ગૃહદવારપરશ્વ; હિં. પાકરી, પાખર, પિલખન, પાકર; બં. પાકુડગાછ; મ. પિંપરી; ગુ. પીપર, પીંપરી, પીપળ; ક. વસુરીમાળા, જુવ્વીમારા; તે કાલજુવ્વી, ગર્દભાંડે; મલ.…
વધુ વાંચો >પીપળો
પીપળો : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મોરૅસી (વટાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus religiosa Linn. (સં. અશ્વત્થ, પિપ્પલ, ચલપત્ર, બોધિદ્રુ, કુંજરાશન, ચૈત્યવૃક્ષ, બોધિવૃક્ષ; હિં. પીપલ, પીપ્લી, બં. અશ્વત્થ, આશુદ; મ. પીંપળ, અશ્વત્થ; ગુ. પીપળો, તા. અશ્વત્થમ, અરસુ; તે. અશ્વત્થમુ, બોધિ; મલ. અશ્વત્થમ્, અરચુ, આયલ; ક. અશ્વત્થ, અરબીમાળા; ફા. દરખ્તે…
વધુ વાંચો >પુત્રવંતી (પુત્રંજીવા)
પુત્રવંતી (પુત્રંજીવા) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા યુફોરબિયેસી (આમલક્યાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Putranjiva roxburghiii wall. (સં. પુત્રજીવક, પુત્રજીવ, પવિત્ર, સુતજીવક, કુટજીવ, અપત્યજીવ, યષ્ટિપુષ્પ, ગર્ભકર, ગર્ભદા, હિં. જીયાપોતા, પુત્રંજીવ, બં. પુત્રંજીવ, જિયાપુતા, પુતજિયા, મ. પુત્રજીવ, પુત્રવંતી, જીવનપુત્ર, ક. પુત્રંજીવ, તા. ઇરુકોલ્લી, મલા. પોંગાલમ, તે. કુદુરુ, પુત્રજીવ્કા, અ. ચાઇલ્ડ લાઇફ…
વધુ વાંચો >પેટ્રિયા
પેટ્રિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Petra volubilis Linn. (અં. Purple Wreth; ગુ. નીલપ્રભા) છે. તે એક મોટી વળવેલ છે. તેનાં પર્ણો સાદાં, સમ્મુખ, અંડાકાર, દીર્ઘવૃત્તીય (elliptic) અથવા લંબચોરસ, અખંડિત અને તરંગિત હોય છે. તે અણીદાર પર્ણાગ્ર ધરાવે છે. પુષ્પવિન્યાસ નમિત (drooping) કક્ષીય…
વધુ વાંચો >પેનેક્સ
પેનેક્સ : દ્વિદળી વર્ગના ઍરાલિયેસી કુળની એક નાની પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય જાતિઓની બનેલી છે અને તેનું વિસ્તરણ પૂર્વ એશિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં અને ઉત્તર અમેરિકામાં થયેલું છે. Panax lancastrii નામની શોભન-જાતિ 20.00 સેમી. જેટલી ઊંચી હોય છે અને તેનાં પર્ણો લગભગ ગોળ અને લીલા રંગના આછા પીળા-સફેદ ધાબાવાળાં અને આકર્ષક…
વધુ વાંચો >પૅન્ઝી
પૅન્ઝી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના વાયોલેસી કુળની એક પ્રજાતિ. એને હાર્ટ ઇઝ પણ કહે છે. આમ તો આ છોડ બહુવાર્ષિક છે; પરંતુ એને મુખ્યત્વે મોસમી (વાર્ષિક) છોડ તરીકે ઉછેરવામાં આવે છે. એની ઊંચાઈ 20-25 સેમી. થાય છે અને છોડ જમીન ઉપર ફેલાય છે. શિયાળુ મોસમમાં તે થાય છે. એનાં ફૂલ…
વધુ વાંચો >પેપરોમિયા
પેપરોમિયા : દ્વિદળી વર્ગના પાઇપરેસી કુળની ભૌમિક કે પરરોહી માંસલ શાકીય પ્રજાતિ. તેનું વિતરણ દુનિયાના હૂંફાળા પ્રદેશોમાં થયેલું હોવા છતાં અમેરિકામાં તેની સૌથી વધારે જાતિઓ થાય છે. ભારતમાં લગભગ 12 જેટલી જાતિઓ વન્ય અને 10 જેટલી જાતિઓ ઉદ્યાનોમાં થાય છે. તેનાં પર્ણો સુંદર હોવાથી શૈલઉદ્યાન (rockery), કૂંડાંઓમાં અને છાબમાં ઉગાડવામાં…
વધુ વાંચો >પેલ્ટોફૉરમ
પેલ્ટોફૉરમ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ સિઝાલપિતીએસી ઉપકુળની એક નાનકડી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. તેની એક જાતિ Peltophorum ferrugineum Benth. syn. P. pterocarpum Backer ex K. Heyne. (અં. કૉપર પોડ, રસ્ટી શિલ્ડ બેરર; તે. કોન્ડાચિંટા; તા. ઇવાલ્વાગાઇ, પેરુન્ગોંડ્રાઇ; ગુ.મ.માં તામ્રશિંગી) છે. ભારતમાં ઉદ્યાનો કે રસ્તાની બંને…
વધુ વાંચો >