મુગટલાલ પોપટલાલ બાવીસી
બાબી, જવાંમર્દખાન
બાબી, જવાંમર્દખાન (જ. –; અ. 1765) : બાબીવંશનો ગુજરાતનો સૂબો. બહાદુરખાન બાબી ઈસુની સત્તરમી સદીની શરૂઆતમાં અફઘાનિસ્તાન છોડી હિંદ આવ્યો હતો. એણે એના પુત્ર શેરખાન બાબીને શાહજહાંના પુત્ર મુરાદબક્ષ સાથે ગુજરાત મોકલ્યો હતો. શેરખાનનો પુત્ર ઝફરખાન ઘણો શક્તિશાળી હતો. ઝફરખાનના પુત્ર મહમૂદ શેરને ઈ. સ. 1716માં ‘ખાનજહાન જવાંમર્દખાન’નો ઇલકાબ આપીને…
વધુ વાંચો >બાબી, શેરખાન
બાબી, શેરખાન : ગુજરાતના સૂબેદાર મુરાદબક્ષનો મદદનીશ. ગુજરાતના બાબી વંશનો મૂળ પુરુષ બહાદુરખાન બાબી ઈસુની સત્તરમી સદીની શરૂઆતમાં અફઘાનિસ્તાનથી હિંદ આવ્યો હતો. ઈ. સ. 1654માં મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાના પુત્ર મુરાદબક્ષને ગુજરાતના સૂબા તરીકે નીમ્યો ત્યારે બહાદુરખાને પોતાના પુત્ર શેરખાન બાબીને તેની સાથે ગુજરાત મોકલ્યો હતો. શેરખાન શૂરવીર, સાહસિક અને…
વધુ વાંચો >બાર્થોલૉમ્યુ, ડાયઝ
બાર્થોલૉમ્યુ, ડાયઝ (જ. આશરે 1450; અ. 1500) : પૉર્ટુગલના પંદરમી સદીના સાહસિક દરિયાઈ પ્રવાસી અને સંશોધક. એમણે પશ્ચિમ યુરોપથી આફ્રિકા થઈને એશિયા આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. એમના શરૂઆતના જીવન વિશે માહિતી મળતી નથી; પરંતુ એ દરિયો ખેડવાનું કામ કરતા હશે. 1481–82માં આફ્રિકાના ગોલ્ડ કોસ્ટ(વર્તમાન ઘાના)ના પ્રવાસે જનાર દરિયાઈ ટુકડીમાં એક…
વધુ વાંચો >બાલ્ફર ઘોષણા
બાલ્ફર ઘોષણા : પૅલેસ્ટાઇનમાં વસતા યહૂદીઓના અલગ અને સ્વતંત્ર રાજ્યને ઇંગ્લૅન્ડની સરકારનો ટેકો જાહેર કરતો દસ્તાવેજ. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં તુર્કીના સુલતાને પૅલેસ્ટાઇનમાં રહેલા યહૂદીઓ પરનાં નિયંત્રણો વધુ કડક બનાવ્યાં. તેમ છતાં પણ પૅલેસ્ટાઇનમાં અલગ યહૂદી રાજ્ય માટેની ઝાયન ચળવળ ઉગ્રતાભેર ચાલુ રહી. યુદ્ધની શરૂઆતમાં મિત્ર રાષ્ટ્રોની સ્થિતિ મુશ્કેલીભરી…
વધુ વાંચો >બાળાજી બાજીરાવ
બાળાજી બાજીરાવ (જ. 12 ડિસેમ્બર, 1721, અ. 23 જૂન, 1761 પુણે, મહારાષ્ટ્ર) : મરાઠી પેશવા, કુશળ વહીવટકર્તા. પેશવા બાજીરાવ પહેલાનું અવસાન થતાં એના સૌથી મોટા પુત્ર બાળાજી બાજીરાવ(ઊર્ફે બાળાજી બીજો ઊર્ફે નાનાસાહેબ)ને છત્રપતિ શાહુએે પેશવા તરીકે નીમ્યો. તેણે પિતા અને કાકા ચીમનાજીની દેખરેખ હેઠળ યુદ્ધનીતિ અને રાજનીતિનું શિક્ષણ મેળવ્યું હતું.…
વધુ વાંચો >બિયર્ડ, ચાર્લ્સ એ.
બિયર્ડ, ચાર્લ્સ એ. (જ. 27 નવેમ્બર 1874, કિંગ્સટાઉન, ઇન્ડિયાના; અ. 1 સપ્ટેમ્બર 1948, ન્યૂ હેવન, ‘કનેક્ટિકટ) : યુનાઇટેડ સ્ટેટ્સનો વીસમી સદીનો અગ્રણી ઇતિહાસકાર. એણે યુ.એસ.ના ઇતિહાસનું આર્થિક ર્દષ્ટિબિંદુથી મૌલિક અર્થઘટન કર્યું હતું. એનો જન્મ સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. એણે ઇન્ડિયાનાના ગ્રીન કેસલની ડી પૉ યુનિવર્સિટીમાં રાજનીતિ અને રાજ્યશાસ્ત્ર વિષયનો અભ્યાસ…
વધુ વાંચો >બુર્જિબા, હબીબ
બુર્જિબા, હબીબ (જ. 3 ઑગસ્ટ 1903, અલ મુનાસ્તીર, ટ્યુનિશિયા) : ટ્યુનિશિયાના સ્વાતંત્ર્યસંગ્રામના સેનાની, રાજનીતિજ્ઞ, પ્રથમ અને આજીવન પ્રમુખ, આરબજગતમાં મધ્યમમાર્ગ અને ક્રમવાદ(gradualism)ના આગ્રહી નેતા (મૂળ નામ : ઇબ્ન અલી) તેમના પિતા અલી બુર્જિબા ટ્યુનિશિયાના લશ્કરમાં અગ્રણી અધિકારી હતા. તેમણે શરૂઆતનું શિક્ષણ ટ્યુનિસમાં લીધું. અરબી ભાષા તથા ઇસ્લામનો અભ્યાસ કર્યો. ટ્યુનિશિયા…
વધુ વાંચો >બૅક્ટ્રિયા
બૅક્ટ્રિયા : મધ્ય એશિયાનો પ્રાચીન દેશ. એશિયામાં હિંદુકુશ પર્વતમાળા અને અમુદરિયા (ઓક્ષસ) નદી વચ્ચેના પ્રદેશમાં તે આવેલો છે. હાલના અફઘાનિસ્તાનનો થોડો ભાગ અને ઉઝબેકિસ્તાનના પ્રદેશોનો એ બનેલો હતો. તેની ઉત્તર તરફ સોઘડિયાના, પૂર્વ અને દક્ષિણ તરફ હિન્દુકુશ પર્વતો તથા પશ્ચિમે આરાકોસિયા અને અરિયાની સીમાઓ આવેલી છે. તેનો કુલ વિસ્તાર અફઘાનિસ્તાનના…
વધુ વાંચો >બૅનરજી, વ્યોમેશચન્દ્ર
બૅનરજી, વ્યોમેશચન્દ્ર (જ. 29 ડિસેમ્બર 1844, કૉલકાતા, બંગાળ; અ. 1906, ઇંગ્લૅન્ડ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રથમ પ્રમુખ, બંગાળના વિખ્યાત બૅરિસ્ટર અને વિનીત (મવાળ) રાજકીય નેતા. વ્યોમેશચન્દ્રના પિતા ગિરીશચન્દ્ર વકીલ હતા. તેમની માતા સરસ્વતીદેવીએ વ્યોમેશચન્દ્રનું જીવન ઘડવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. 1862માં એક વકીલની પેઢીમાં ક્લાર્ક તરીકે જોડાયા બાદ, શિષ્યવૃત્તિ મળવાથી…
વધુ વાંચો >બોનીફેસ-8
બોનીફેસ-8 (જ. 1235, અનાગ્નિ, ઇટાલી; અ. 11 ઑક્ટોબર 1303, રોમ) : 1294થી 1303 સુધી રોમના પોપ. 1294માં પોપ તરીકે ચૂંટાયા પછી ફ્રાન્સના રાજા ફિલિપ 4થા સાથે તેમને ઘણી વાર મતભેદો અને ઘર્ષણો થયાં હતાં. બિશપને દોષિત ઠરાવી એમને સજા કરવાની સત્તા રાજાને છે કે નહિ એ અંગે તેમની અને ફિલિપ…
વધુ વાંચો >