મુગટલાલ પોપટલાલ બાવીસી

પૅલેસ્ટાઇન (ઇતિહાસ)

પૅલેસ્ટાઇન (ઇતિહાસ) : ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારે આવેલો નાનકડો પ્રદેશ. દુનિયાના સૌથી વધારે ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રદેશોમાંનો તે એક છે. યહૂદી અને ખ્રિસ્તી ધર્મની શરૂઆત આ પ્રદેશમાં થઈ હતી. બાઇબલમાં વર્ણવેલાં ઘણાં સ્થળો આ પ્રદેશમાં આવેલાં છે. ઇજિપ્ત અને નૈર્ઋત્ય એશિયા વચ્ચે આવેલા આ પ્રદેશ ઉપર ઘણાં આક્રમણો થયાં છે…

વધુ વાંચો >

પ્રતાપ, મહારાણા

પ્રતાપ, મહારાણા (જ. 1540; અ. 1597) : મેવાડના મહાન દેશભક્ત, શક્તિશાળી અને શૂરવીર રાજવી. સમગ્ર ભારતના શ્રેષ્ઠ રાજપૂત રાજવીઓમાં એમની ગણતરી થાય છે. તેઓ એમની ટેક અને પ્રતિજ્ઞાપાલન માટે પ્રસિદ્ધ છે. મેવાડના સિસોદિયા વંશના રાણાઓએ મુઘલ સમ્રાટોને નહિ નમવાની અને એમને પોતાના કુળની પુત્રીઓ નહિ પરણાવવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેનું…

વધુ વાંચો >

પ્રતાપસિંહ–2

પ્રતાપસિંહ–2 : શિવાજીના વંશજો ‘છત્રપતિ’નું બિરુદ ધારણ કરી સતારામાં રાજ્ય કરતા હતા. ઈ. સ. 1749માં શાહુ-1ના મૃત્યુ પછી તેમની સત્તા માત્ર નામની જ રહી જ્યારે તેમનો મુખ્ય પ્રધાન ‘પેશવા’ સર્વોપરી બન્યો. 1808માં શાહુ-2ના અવસાન પછી પ્રતાપસિંહ ‘છત્રપતિ’ બન્યા, 1818માં અંગ્રેજો અને પેશવા બાજીરાવ-2 વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે બંનેએ ‘છત્રપતિ’ના…

વધુ વાંચો >

પ્લૂટાર્ક

પ્લૂટાર્ક  (જ. ઈ. સ. 46, ચિરોનિયા, બોએશિયા, ગ્રીસ; અ. ઈ. સ. 120) : ગ્રીક જીવનચરિત્રલેખક અને નિબંધકાર. એણે એથેન્સમાં રહીને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો તથા રોમમાં એ વિશે પ્રવચનો આપ્યાં હતાં. એણે ગ્રીસ, ઇજિપ્ત અને ઇટાલીનો વિસ્તૃત પ્રવાસ કરીને ત્યાંના મહાપુરુષોનાં જીવનચરિત્રોનો અભ્યાસ કર્યો હતો તથા એમના વિશે માહિતી એકઠી…

વધુ વાંચો >

ફૉર્બ્સ, જેમ્સ

ફૉર્બ્સ, જેમ્સ (જ. 1750 આશરે, ઇંગ્લૅન્ડ; અ. 1819 એ. લા. શાયેલ) : અંગ્રેજ વહીવટદાર અને લેખક. ઈ. સ. 1766માં માત્ર 16 વર્ષની વયે ઇંગ્લૅન્ડથી મુંબઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં ‘રાઇટર’ તરીકે  આવ્યો હતો. થોડાં વર્ષ મુંબઈમાં તેણે કામ કર્યું. તે પછી તેને મલબારના દરિયાકિનારે એન્જેન્ગો નામના સ્થળે કંપનીની ફૅક્ટરીમાં મોકલવામાં…

વધુ વાંચો >

બજાજ, કમલનયન

બજાજ, કમલનયન (જ. 23 જાન્યુઆરી 1915, વર્ધા; અ. 1 મે 1972, અમદાવાદ) : ભારતના પ્રગતિશીલ ઉદ્યોગપતિ, દાનવીર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા જમનાલાલ રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને પોતાને ‘ગાંધીજીના પાંચમા પુત્ર’ તરીકે ઓળખાવતા હતા. ધનવાન કુટુંબમાં જન્મ્યા હોવા છતાં કમલનયન નાની વયે આચાર્ય વિનોબા ભાવેના વર્ધા આશ્રમમાં રહીને…

વધુ વાંચો >

બજાજ, જાનકીદેવી

બજાજ, જાનકીદેવી (જ. 1893, જાવરા, મધ્યપ્રદેશ; અ. 21 મે 1979, વર્ધા) : સ્વાતંત્ર્યસૈનિક, ભૂદાન કાર્યકર. તેમનાં લગ્ન આશરે નવ વર્ષની વયે જમનાલાલ બજાજ સાથે થયાં હતાં. 1915માં તેઓ બંને ગાંધીજીના સંપર્કમાં આવ્યાં. 1920થી જાનકીદેવી ગાંધીભક્ત બન્યાં અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેમણે પરદા-પ્રથા બંધ કરી, કીમતી રેશમી કપડાં તથા અલંકારોનો…

વધુ વાંચો >

બરુવા, વેણીમાધવ

બરુવા, વેણીમાધવ (જ. 31 ડિસેમ્બર 1888, પહારતલી, જિ. ચિત્તાગૉંગ, બાંગ્લાદેશ; અ. 24 માર્ચ 1948, કલકત્તા) : ભારતીય વિદ્યાના વિદ્વાન. વેણીમાધવ ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા. એમણે 1911માં બરહામપુરની કૃષ્ણનાથ કૉલેજમાં અભ્યાસ કરીને પાલિ મુખ્ય વિષય સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ ક્રમે પસાર કરી.  1913માં કલકત્તા યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષામાં પાલિ મુખ્ય વિષય સાથે…

વધુ વાંચો >

બંડારનાયક, સિરિમાવો

બંડારનાયક, સિરિમાવો (જ. 1916, બેલનગોડા, દક્ષિણ શ્રીલંકા) : શ્રીલંકાનાં વડાપ્રધાન. એમના પતિ સૉલોમન બંડારનાયક શ્રીલંકાના અગ્રણી રાજકીય નેતા તથા 1956થી 1959 સુધી શ્રીલંકાના વડાપ્રધાન હતા. 1959માં તેમની હત્યા થઈ તે પછી સિરિમાવો બંડારનાયકને રાજકારણનો અનુભવ ન હતો, છતાં તેમને તેમના પતિના રાજકીય પક્ષ શ્રીલંકા ફ્રીડમ પાર્ટીનાં પ્રમુખ બનાવવામાં આવ્યાં. 1960માં…

વધુ વાંચો >

બાજીરાવ પહેલો

બાજીરાવ પહેલો (જ. 18 ઑગસ્ટ 1700; અ. 28 એપ્રિલ 1740, વારખેડી, મહારાષ્ટ્ર) : મરાઠા સંઘનો સર્જક, સફળ સેનાપતિ અને મુત્સદ્દી પેશ્વા. વિદ્યાર્થીકાળ દરમિયાન તેણે ઘોડેસવારી, તલવારબાજી, શિકાર વગેરે શૌર્યભરી રમતોમાં નિપુણતા મેળવી હતી. સાતારામાં તેને રાજકારણ અને વહીવટનો પણ અનુભવ મળ્યો હતો. 1720ના એપ્રિલમાં પ્રથમ પેશ્વા બાલાજી વિશ્વનાથનું અવસાન થતાં…

વધુ વાંચો >