મુગટલાલ પોપટલાલ બાવીસી
મલિક મુહમ્મદ ઇખ્તિયાર
મલિક મુહમ્મદ ઇખ્તિયાર : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા- (ઈ. સ. 1458–1513)ના સમયમાં થયેલા એક ફકીર. તેઓ સુલતાન સાથેની મિત્રતા અને પોતાની શક્તિ-હોશિયારીથી એ રાજ્યના મહત્વના અમીર બન્યા હતા. એક દિવસ અમદાવાદ નજીકના મીઠાપુર પાસેથી પસાર થતાં શેખ કબીરુદ્દીનના પરિચયમાં આવ્યા અને એમના શિષ્ય બનવા તત્પર થયા. મહમૂદ બેગડાએ એમને ફકીર…
વધુ વાંચો >મામલુક
મામલુક : ઇજિપ્ત ઉપર ઈ. સ. 1250થી 1517 સુધી રાજ્ય કરનાર લશ્કરી જૂથ. ‘મામલુક’ અરબી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ ‘ગુલામ’ થાય છે. મૂળમાં તેઓ તુર્કી, મૉંગોલ અને સિરકેશિયન ગુલામો હતા; જેમને બારમી સદીમાં ઇજિપ્ત લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ મામલુકોને સૈનિકો તરીકે તાલીમ આપવામાં આવી. એ પછી…
વધુ વાંચો >માર્કસ, ઍન્ટોનાઇનસ
માર્કસ, ઍન્ટોનાઇનસ (જ. 225; અ. 244, જૈથા, મેસોપોટેમિયા) : રોમન સમ્રાટ. માર્કસ ઍન્ટોનાઇનસ ગૉર્ડિયેનસ ઉર્ફે ગૉર્ડિયન ત્રીજો ઑગસ્ટ 238થી 244 સુધી પ્રાચીન રોમન સામ્રાજ્યનો સમ્રાટ હતો. એના પિતામહ ગૉર્ડિયન પહેલાએ અને કાકા ગૉર્ડિયન બીજાએ માર્ચ-એપ્રિલ 238માં માત્ર ત્રણ સપ્તાહ માટે રોમના સંયુક્ત સમ્રાટ તરીકે રાજ્ય કર્યું હતું. નુમિડિયાના ગવર્નર કાપેલિયાનસ…
વધુ વાંચો >માર્કસ ઑરેલિયસ
માર્કસ ઑરેલિયસ (જ. 26 એપ્રિલ 121, રોમ; અ. 17 માર્ચ 180, રોમ) : પ્રાચીન રોમન સમ્રાટ અને ફિલસૂફ. આત્મસંયમ વિશેની સ્ટોઇકવાદની ફિલસૂફી પરના ચિંતન-મનન માટે તે જાણીતો હતો. તેનો જન્મ રોમના ખાનદાન પરિવારમાં થયો હતો. ઍન્ટોનાઇનસ પાયસ રોમનો સમ્રાટ બન્યો (ઈ. સ. 138) એ અગાઉ તેણે માર્કસ ઑરેલિયસ અને લુસિયસ…
વધુ વાંચો >માર્કસ, ડ્રુસસ લિવિયસ
માર્કસ, ડ્રુસસ લિવિયસ (જ. ?; અ. ઈ. પૂ. 109) : પ્રાચીન રોમનો રાજકીય નેતા અને સુધારક. ઈ. પૂ. 122માં પ્રસિદ્ધ સુધારક ગાઇયસ ગ્રાક્સ સાથે એ ટ્રિબ્યૂનના હોદ્દા પર હતો. એણે ગાઇયસ ગ્રાક્સના સુધારા કરતાં વધારે લોકપ્રિય આર્થિક અને રાજકીય સુધારા રજૂ કર્યા હતા, પરંતુ એમને ગંભીરતાપૂર્વક અમલમાં મૂકવા પ્રયાસો કર્યા…
વધુ વાંચો >માર્કસ, કાર્લ
માર્કસ, કાર્લ (જ. 5 મે 1818, ટ્રિયર, પ્રશિયા; અ. 14 માર્ચ 1883, લંડન, ઇંગ્લૅન્ડ) : 19મી સદીના મહાન સામ્યવાદી વિચારક. કાર્લ હાઇનરિક માર્કસ એક જર્મન યહૂદીના પુત્ર હતા. તે 6 વર્ષના હતા ત્યારે તેમના વકીલ પિતાએ સકુટુંબ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. ઈ.સ. 1835માં 17 વર્ષની વયે તે કાયદાનો અભ્યાસ કરવા…
વધુ વાંચો >માહિમ
માહિમ : મુંબઈનું ઐતિહાસિક પરગણું. મુંબઈનો ટાપુ અને તેની આસપાસના નાના ટાપુઓ ગુજરાતના મુસ્લિમ સુલતાનોની સત્તા નીચે હતા. વસઈ એનું મુખ્ય મથક હતું. નુનો દ કુન્હા ઈ. સ. 1529માં ગોવાનો પૉર્ટુગીઝ ગવર્નર બન્યો એ પછી એણે 1532ના ડિસેમ્બરમાં વસઈ ઉપર આક્રમણ કરીને એ ટાપુ તથા ત્યાંનો મુસ્લિમ કિલ્લો જીતી લીધા.…
વધુ વાંચો >મિન્ટો, ગિલ્બર્ટ એલિયટ (લૉર્ડ)
મિન્ટો, ગિલ્બર્ટ એલિયટ (લૉર્ડ) (જ. 9 જુલાઈ 1845, લંડન; અ. 1 માર્ચ 1914, રૉક્સબર્ગ, સ્કૉટલૅન્ડ) : ભારતનો પૂર્વ ગવર્નર જનરલ અને વાઇસરૉય. કેમ્બ્રિજની ઈટન કૉલેજ અને ટ્રિનિટી કૉલેજમાં શિક્ષણ લીધા પછી ત્રણ વર્ષ માટે સ્કૉટલૅન્ડના રક્ષકદળમાં જોડાયો. એણે ઘોડેસવારીની તાલીમ લીધી. એ પછી સ્પેન અને તુર્કસ્તાનમાં રહી એણે વર્તમાનપત્રોના ખબરપત્રી…
વધુ વાંચો >મેઇજી યુગ
મેઇજી યુગ : જાપાનમાં સમ્રાટ મુત્સુહિટોનો રાજ્યકાલ(1867–1912). મુત્સુહિટોનો જન્મ ક્યોટોમાં ઈ. સ. 1852માં થયો હતો. 1853માં અમેરિકન નૌકાદળના અધિકારી કૉમોડૉર મેથ્યુ પેરીએ પશ્ચિમના દેશો માટે જાપાનનાં દ્વાર ખોલ્યાં; એ પછી જાપાનમાં પશ્ચિમની અસર વધતી ગઈ હતી. ઈ. સ. 1867માં મુત્સુહિટો જાપાનનો સમ્રાટ બન્યો ત્યારે જાપાન એક નબળું અને અવ્યવસ્થિત રાજ્ય…
વધુ વાંચો >મેગેલન, ફર્ડિનાન્ડ
મેગેલન, ફર્ડિનાન્ડ (જ. આશરે 1480, પોન્ટી દા બાર્કા, ઉત્તર પોર્ટુગલ; અ. 27 એપ્રિલ 1521, મકતાન ટાપુ, ફિલિપાઇન્સ) : પોર્ટુગીઝ દરિયાઈ નૌકા કપ્તાન અને સાગરરસ્તે વિશ્વની પ્રદક્ષિણા કરનાર પ્રથમ નાવિક. જોકે એ પોતે પ્રદક્ષિણા પૂરી કરી શક્યો ન હતો; પરંતુ એનાં દીર્ઘષ્ટિ, આયોજન અને સાહસિક માર્ગદર્શન નીચે એની ટુકડીએ પ્રદક્ષિણા પૂરી…
વધુ વાંચો >