મીનુ પરબિયા
પ્લમ્બજિનેસી
પ્લમ્બજિનેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. તે 10 પ્રજાતિઓ અને લગભગ 300 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રના અને મધ્ય એશિયાના અર્ધશુષ્ક પ્રદેશોમાં થયેલું છે. સૌથી મોટી પ્રજાતિઓમાં Limonium (Statice) (150 જાતિઓ), Acantholimon (90 જાતિઓ), Armeria (40 જાતિઓ) અને Plumbago(10 જાતિઓ)નો સમાવેશ થાય છે. બહુવર્ષાયુ શાકીય કે…
વધુ વાંચો >પ્લાન્ટેજિનેસી
પ્લાન્ટેજિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ ત્રણ પ્રજાતિઓ ધરાવે છે; તે પૈકી Plantago લગભગ 200 જાતિઓ ધરાવતી સર્વદેશીય પ્રજાતિ છે. Litorellaની 2 જાતિઓ યુરોપ અને દક્ષિણ ધ્રુવમાં થાય છે; જ્યારે Bougueria એકલપ્રરૂપી (monotypic) ઍન્ડિયન પ્રજાતિ છે. શાકીય કે ભાગ્યે જ શાખિત ઉપક્ષુપ; પર્ણો સાદાં, એકાંતરિક કે જ્વલ્લે…
વધુ વાંચો >રત્નગુંજ (વાલ)
રત્નગુંજ (વાલ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ માઇમોસોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adenanthera pavonina Linn. (સં. રત્નગુંજ; મ. થોરલાગુંજ, રતનગુંજ; હિં. બડી ગુમચી; બં. રક્તચંદન; ત. મંજદી સેમ; તે. બંદી ગુરિતેન્ડ; અં. કૉરલ વુડ, રેડ બીડ ટ્રી, રેડ વુડ) છે. તે એક પર્ણપાતી, ઝડપથી વૃદ્ધિ પામતું, 18…
વધુ વાંચો >વાયોલા (Viola L.)
વાયોલા (Viola L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વાયોલેસી કુળની એક પ્રજાતિ. તે આશરે 500 જાતિઓ ધરાવે છે જે મોટેભાગે શીતકટિબંધમાં થાય છે. વાયેલા ઓડોરાટા અને વા. કેનિના (The Sweet and dog violets), વા. ટ્રાઇકલર (The Pansy or heart’s – ease) તેની જાણીતી જાતિઓ છે અને બગીચાઓમાં ઉગાડાય છે. તેના…
વધુ વાંચો >વિશ્વસુંદરી (વનસ્પતિ)
વિશ્વસુંદરી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ – સીઝાલ્પિનિયાઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amherstia nobilis wall. છે. કંચન, અશોક, ગુલમહોર, ગરમાળો જેવાં સુંદર વૃક્ષો તેના સહસભ્યો છે. વિશ્વસુંદરી આ બધાંમાં સુંદરતમ વૃક્ષ છે અને મ્યાનમારનું વતની છે. તે ગુજરાતમાં થતું નથી. તેને ‘પુષ્પ-વૃક્ષોની રાણી’ (queen of flowering…
વધુ વાંચો >વિષ્ણુકાંતા (કાળી શંખાવલી)
વિષ્ણુકાંતા (કાળી શંખાવલી) : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Evolvulus alsinoides L. (સં. વિષ્ણુકાંતા; હિં. અપરાજિતા, શંખપુષ્પી; બં. નીલ અપરાજિતા; ક. વિષ્ણુકાકે; ત. વિષ્ણુકાંતિ; તે. વિષ્ણુકાંતમુ; મલ. વિષ્ણુકીરાંતી.) છે. તેની બીજી જાતિ E. nummularius L. વલસાડ અને છોટાઉદેપુરનાં જંગલોમાં મળી આવે છે. કાળી શંખાવલી રોમિલ, બહુવર્ષાયુ…
વધુ વાંચો >વિસ્કમ (Viscum L.)
વિસ્કમ (Viscum L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વિસ્કેસી (જૂનું નામ – લૉરેન્થેસી) કુળની એક પ્રજાતિ. ઉષ્ણ પ્રદેશોમાં થતી આ પ્રજાતિ હેઠળ આશરે 60થી 70 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંગ્રેજીમાં ‘mistletoe’ તરીકે ઓળખાતું આ દ્રવ્ય આયુર્વેદમાં ખડકી રાસ્ના કે વાંદા તરીકે જાણીતું છે. તે ભારતભરમાં અને ગુજરાતનાં જંગલોમાં મોટાં…
વધુ વાંચો >વીંછીકંટો (ઍકેલીફા)
વીંછીકંટો (ઍકેલીફા) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની શાકીય, ક્ષુપ કે વૃક્ષ-પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેના સુંદર પર્ણ-સમૂહ અને નિલંબ શૂકી (catkin) પ્રકારના પુષ્પવિન્યાસ માટે ઉગાડવામાં આવે છે અને ઓછી કાળજીએ થઈ શકે છે. ભારતમાં તેની 27 જેટલી જાતિઓ થાય છે,…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >સાલ્વેડોરેસી
સાલ્વેડોરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 3 પ્રજાતિ અને આશરે 12 જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ઉપોષ્ણથી ઉષ્ણ અને શુષ્ક મરુદભિદીય (xerophytic) અને ખાસ કરીને સમુદ્રકિનારાની ખારી ભૂમિમાં થયેલું છે. આફ્રિકા, માડાગાસ્કર અને દક્ષિણ એશિયાઈ સમુદ્રતટો પર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વનસ્પતિઓ વૃક્ષ, ક્ષુપ કે આરોહી…
વધુ વાંચો >