માનસશાસ્ત્ર
આત્મસ્તુતિ
આત્મસ્તુતિ (autism) : જુઓ, મનોવિશ્લેષણ
વધુ વાંચો >આનંદ
આનંદ : ચિત્તની પ્રસન્ન સ્થિતિ. પ્રાણીમાત્ર આનંદને શોધે છે અને પીડા, વેદના કે વ્યથાને ટાળવાનો હરહંમેશ પ્રયત્ન કરે છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોએ પણ આ બાબતનું સમર્થન કરેલું છે. જેનાથી બદલો કે પુરસ્કાર (reward) મળે તેવા વર્તનનું પુનરાવર્તન થાય છે અને જેનાથી શિક્ષા કે સજા (punishment) થાય તેને પ્રાણીમાત્ર ટાળવાનો કે તેમાંથી…
વધુ વાંચો >આપઘાત
આપઘાત : ઇરાદાપૂર્વક પોતાના જીવનનો અંત લાવવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. ભારત સંવિધાનનો આ એકમાત્ર એવો ગુનો છે કે જેની અપૂર્ણતા સજાને પાત્ર છે. આપઘાત કરાવવો અથવા કરવા પ્રેરવું તે પણ ફોજદારી ગુનો છે. બળી મરવું, ઝેર પીવું, ડૂબી…
વધુ વાંચો >આવેગ
આવેગ : એક મન:શારીરિક અવસ્થા. આવેગ માટે ‘સંવેગ’, ‘ભાવના’, ‘મનોવેગ’, ‘ભાવાવેગ’ વગેરે શબ્દો પ્રયોજાય છે. આવેગની વ્યાખ્યા આપવી બહુ મુશ્કેલ છે, કારણ આવેગોનો અનુભવ અનન્ય હોવાથી તેનું કોઈ વ્યાવર્તક લક્ષણ આપી શકાતું નથી. આમ છતાં સ્વાનુભવથી તે જાણી શકાય છે. પ્રેમ, ભય, ગુસ્સો, ઈર્ષ્યા, આનંદ, તિરસ્કાર વગેરે આવેગો છે. વ્યક્તિના…
વધુ વાંચો >આંતરવ્યવહારલક્ષી વિશ્લેષણ
આંતરવ્યવહારલક્ષી વિશ્લેષણ (Transactional Analysis-T. A.) : માનવીના વર્તનને સમજવાના એક બૌદ્ધિક અભિગમ તરીકે તેમજ જૂથ માનસોપચાર તરીકે આંતરવ્યવહારલક્ષી વિશ્લેષણ અર્વાચીન કાળમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. ટી. એ.માં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સામાજિક વ્યવહારોનું વિશ્લેષણ કરી તેનો માનસોપચાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ટી. એ.ની શરૂઆત કરવાનું માન એરિક બર્નને છે. તેના…
વધુ વાંચો >ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ
ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ : પુત્રની માતા પ્રત્યેની અને પુત્રીની પિતા પ્રત્યેની જાતીય આકર્ષણ દર્શાવતી ગ્રંથિ. ડૉ. સિગ્મંડ ફ્રૉઇડના સિદ્ધાંત અનુસાર પુત્રની માતા પ્રત્યેની અને પુત્રીની પિતા પ્રત્યેની શારીરિક આસક્તિ અને જાતીય સહચાર માટેની ગ્રંથિ તેમજ એથી ઊલટા પ્રકારે પુત્રની પિતા પ્રત્યેની અને પુત્રીની માતા પ્રત્યેની ઈર્ષ્યાની ગ્રંથિ. આ…
વધુ વાંચો >ઉન્માદ, વિપત્તિકારી
ઉન્માદ, વિપત્તિકારી (amok) : હિંસા કરવાના આવેગવાળો માનસિક વિકાર. ‘ઍમોક’નો અર્થ ‘ભીષણ યુદ્ધ કરવું’ એવો થાય છે. આ પ્રકારની તકલીફમાં વ્યક્તિ આક્રમણકારી વર્તન કરે છે. મોટાભાગે પુરુષમાં તે જોવા મળે છે. વ્યક્તિ છરી અથવા બંદૂક જેવા હથિયાર સાથે, ગુસ્સામાં આવીને ગાંડા માણસની માફક ચારેબાજુ દોડ્યા કરે છે. કોઈ પણ કારણ…
વધુ વાંચો >ઍડલર, આલ્ફ્રેડ
ઍડલર, આલ્ફ્રેડ (જ. 17 ફેબ્રુઆરી 1870 પેજિંગ, વિયેના; અ. 28 મે 1937, ઓનર્ડીન, સ્કૉટલૅન્ડ) : વ્યક્તિલક્ષી મનોવિજ્ઞાનના સ્થાપક. તેમણે વિયેના મેડિકલ સ્કૂલમાંથી 1895માં તબીબી પદવી પ્રાપ્ત કરી હતી. પ્રારંભમાં આંખના રોગોના નિષ્ણાત તરીકે, પછી સામાન્ય સેવાઓ આપતા ડૉક્ટર તરીકે અને ત્યારબાદ સાઇકિયાટ્રિસ્ટ તરીકે વિયેનામાં સેવાઓ આપી હતી. 1902માં ફ્રૉઇડના આમંત્રણથી…
વધુ વાંચો >ઍબિંગહૉસ હરમાન
ઍબિંગહૉસ હરમાન (જ. 24 જાન્યુઆરી 1850, બર્ગેન; અ. 26 ફેબ્રુઆરી 1909, હેલે) : વિખ્યાત જર્મન મનોવૈજ્ઞાનિક. સ્મરણ અને વિસ્મરણ અંગે પ્રથમ પ્રાયોગિક અભ્યાસ માટે મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન મેળવનારા હરમાન ઍબિંગહૉસે જર્મનીની હેલે અને બર્લિન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો. 1873માં હાર્ટમેનના અચેતન મનના તત્ત્વજ્ઞાન ઉપર શોધનિબંધ તૈયાર કરીને પીએચ.ડી.ની ઉપાધિ…
વધુ વાંચો >એરિક્સન, એરિક ઓમબર્જર
એરિક્સન, એરિક ઓમબર્જર (Homberger) (જ. 15 જૂન 1902 ફ્રેન્કફર્ટ, જર્મની; અ. 12 મે 1994, માસાયુસેટ્સ, યુ. એસ.) : જાણીતા અમેરિકન મનોવિશ્લેષક. મનોવિશ્લેષણ દ્વારા પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ માનવવિદ્યાઓ, ઇતિહાસ તથા મનોવિજ્ઞાનના વિકાસ માટે કરવાની પહેલ તેમણે કરી હતી; જેને લીધે વર્તનલક્ષી વિદ્યાઓ તથા સમાજવિદ્યાઓના ક્ષેત્રમાં તેમનો વિશેષ પ્રભાવ દેખાય છે. ઔપચારિક…
વધુ વાંચો >