મહેશ મ. ત્રિવેદી
એવરેસ્ટ શિખર
એવરેસ્ટ શિખર : પૃથ્વી પરનું મહત્તમ ઊંચાઈ ધરાવતું ગિરિશિખર. એશિયાની દક્ષિણે આવેલી હિમાલય પર્વતરચના પૈકીની મધ્યઅક્ષીય હારમાળાની ઉત્તરે, નેપાલ-તિબેટની સરહદે, પરંતુ નેપાલની ભૌગોલિક હદમાં આવેલું છે. ભૌગોલિક સ્થાન : 28° ઉ. અ. અને 87° પૂ. રે. પર તે બે શિખર-ટોચમાં વિભાજિત છે. ઉત્તરીય ટોચ સમુદ્રસપાટીથી 8,848 મીટરની અને દક્ષિણટોચ 8,748…
વધુ વાંચો >એસુન્સિયૉન
એસુન્સિયૉન (Asuncion) : દક્ષિણ અમેરિકા ખંડના અગ્નિ ખૂણામાં આવેલા પેરુગ્વે દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 250 16’ દ. અ. અને 570 40’ પ. રે.. પેરુગ્વે નદીના પૂર્વ કિનારે વસેલું આ શહેર ગ્રાનચાકોના મેદાની પ્રદેશમાં આર્જેન્ટિના અને પેરુગ્વેની સરહદ ઉપર આવેલું છે અને સેન્ટ્રલ પેરુગ્વે રેલવેનું મથક છે, તેથી રેલમાર્ગે મોન્ટેવીડિયો…
વધુ વાંચો >ઓખા
ઓખા : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના વાયવ્ય છેડા પર આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : 220 28′ ઉ. અ. અને 690 05′ પૂ. રે.. ભૂમિમાર્ગે તે દ્વારકાથી 32 કિમી., મીઠાપુરથી 11 કિમી. અને જામનગરથી 161 કિમી.ના અંતરે તથા જળમાર્ગે તે મુંબઈથી 323 નૉટિકલ માઈલના અંતરે આવેલું છે. ભારતનાં પશ્ચિમ કિનારા પરનાં, વિશેષે કરીને…
વધુ વાંચો >ઓખોટસ્કનો સમુદ્ર
ઓખોટસ્કનો સમુદ્ર : જાપાનની ઉત્તરે પ્રશાંત (પૅસિફિક) મહાસાગરનો આશરે 15.38 લાખ ચોકિમી.નો જળરાશિ વિસ્તાર ધરાવતો સમુદ્ર. ઉત્તર ધ્રુવની નજીક આવેલો હોવાથી તે વર્ષનો મોટો ભાગ બરફાચ્છાદિત રહે છે. આ સમુદ્રની ઈશાન દિશામાં સાઇબીરિયા, કામચટકાનો દ્વીપકલ્પ તેમજ કુરાઇલ ટાપુઓ પથરાયેલા છે, જ્યારે તેની દક્ષિણે વિશાળ સખાલિન ટાપુ તેમજ દૂર જાપાન દેશ…
વધુ વાંચો >ઓજત (નદી)
ઓજત (નદી) : પશ્ચિમ સૌરાષ્ટ્રની મહત્વની નદી. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં ગીરની ટેકરીઓમાંથી નીકળી આ નદી પશ્ચિમે વહી નવી બંદર નજીક ભાદર નદી સાથે અરબી સમુદ્રને મળે છે. જૂનાગઢ નજીક વંથલી ગામ પાસે તેને ઉબેણ નદી મળે છે. ગીરના જંગલવિસ્તારના મોટાભાગમાંથી આ નદી વહે છે; તેથી સિંચાઈ કરતાં વિશેષ તો…
વધુ વાંચો >ઓઝાર્કનો ઉચ્ચ પ્રદેશ
ઓઝાર્કનો ઉચ્ચ પ્રદેશ : ઉત્તર અમેરિકાની નૈર્ઋત્યે આ ઉચ્ચ પ્રદેશ આવેલો છે. અમેરિકાના ઓકલાહોમા, મિસુરી અને આરકાન્સાસ રાજ્યમાં લગભગ 1,28,000 ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલા આ ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર માઉન્ટ બોસ્ટન છે. મિસુરી અને આરકાન્સાસ નદીઓ દ્વારા ઉચ્ચ પ્રદેશનાં ભૂમિર્દશ્યો રચાયાં છે. પરિણામે સહેલાણીઓ માટે આ પ્રવાસધામ બનેલું છે. કુદરતી…
વધુ વાંચો >ઓરસંગ
ઓરસંગ : વડોદરા જિલ્લાની નદી. નર્મદાને જેમ ‘રેવા’ના ટૂંકા નામે તેમ આ નદીને ‘ઉર્વા’ના ટૂંકા નામે સંબોધવામાં આવે છે. મધ્યપ્રદેશ રાજ્યમાંથી નીકળીને છોટાઉદેપુર, જબુગામ, સંખેડા તેમજ ડભોઈ તાલુકામાંથી વહીને આ નદી અંતે ચાણોદ-કરનાળી પાસે નર્મદા નદીને મળે છે. તે સ્થળ જાણીતું સંગમતીર્થ છે. આ નદીના પ્રવાહમાર્ગમાં વચ્ચે તેને ઊછ અને…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલો સૌથી મોટો ટાપુમય દેશ. તે પૅસિફિક અને હિંદી મહાસાગરની વચ્ચે સેતુ સમાન છે. આ દેશ 100 41′ થી 430 39′ દ. અ. અને 1130 09’ થી 1530 39′ પૂ. રે. વચ્ચેનો 76,92,030 ચો.કિમી.નો વિસ્તાર આવરી લે છે. મકરવૃત્ત તેની લગભગ મધ્યમાંથી પસાર થાય છે. તેની જનસંખ્યા…
વધુ વાંચો >ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >કન્યાકુમારી
કન્યાકુમારી : તમિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 8o 03’થી 8o 35′ ઉ. અ. અને 77o 05’થી 77o 36′ પૂ. રે. વચ્ચેનો 1,685 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતીય દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા પરનો આ જિલ્લો હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળાના ઉપસાગરના સંગમસ્થળે આવેલો છે. તેની ઉત્તરે…
વધુ વાંચો >