મહેશ ચોકસી

વૉન, સોલત્ઝા

વૉન, સોલત્ઝા (જ. 3 જાન્યુઆરી 1944, સૅન ફ્રૅન્સિસ્કો, યુ.એસ.) : અમેરિકાનાં મહિલા તરણ-ખેલાડી. 1960ના ઑલિમ્પિક રમતોત્સવમાં તેઓ 3 સુવર્ણચન્દ્રક (400 મી. ફ્રીસ્ટાઇલ અને 2 રિલે) તથા 1960ના ઑલિમ્પિકમાં 100 મી. ફ્રીસ્ટાઇલમાં રૌપ્ય ચન્દ્રક જીત્યાં હતાં. યુ.એસ. તરણ-કૌશલ્યમાં તેમણે નવી ચેતના પ્રગટાવેલી. 1959ની પૅન-અમેરિકન ગેમ્સમાં તેઓ 5 સુવર્ણચન્દ્રક(100 મી., 200 મી.…

વધુ વાંચો >

વૉરોબ્યેવ આર્કેડલી

વૉરોબ્યેવ આર્કેડલી (જ. 3 ઑક્ટોબર 1924, મૉર્ડૉવો, રશિયા) : રશિયાના વેઇટલિફ્ટિંગના ખેલાડી. તેઓ 1956 અને 1960માં 90 કિગ્રા.ના વર્ગમાં તે 3 ઑલિમ્પિક સુવર્ણચંદ્રકના અને 1952માં 82.5 કિગ્રા.ના વર્ગમાં કાંસ્યચંદ્રકના વિજેતા બન્યા. 1953માં 82.5 કિગ્રા.ના વર્ગમાં, 1954-55માં અને 1957-58માં 90 કિગ્રા.ના વર્ગમાં વિશ્વચૅમ્પિયન બન્યા. 1950થી 1960 દરમિયાન તેમણે 18 વિશ્વવિક્રમ સ્થાપ્યા.…

વધુ વાંચો >

વૉર્નર, પેલહેમ

વૉર્નર, પેલહેમ (જ. 2 ઑક્ટોબર 1873, પૉર્ટ ઑવ્ સ્પેન, ત્રિનિડાડ; અ. 30 જાન્યુઆરી 1963; વેસ્ટ લૅવિંગ્ટન; સસેક્સ) : આંગ્લ ખેલાડી. તેઓ એક છટાદાર બૅટધર હતા. તેમણે પોતાનું મોટાભાગનું જીવન ક્રિકેટને સમર્પિત કર્યું હતું. 1905 અને 1938ની વચ્ચે અનેક પ્રસંગોએ તેઓ ટેસ્ટના પસંદગીકાર બન્યા હતા; 1932/33માં તેમણે ઇંગ્લૅન્ડની ટીમનું ઑસ્ટ્રેલિયામાં સંચાલન…

વધુ વાંચો >

વૉલકૉટ, ક્લાઇડ

વૉલકૉટ, ક્લાઇડ (જ. 17 જાન્યુઆરી 1976, બ્રિજટાઉન, બાર્બાડૉસ) : બાર્બાડૉસના ક્રિકેટ-ખેલાડી. વેસ્ટ ઇન્ડિઝના ત્રણ મશહૂર ‘Ws’માંના સૌથી મહાન અને પ્રભાવક બૅટધર. તેમનામાં બૅટિંગ સાથે વિકેટકીપિંગની સમર્થ શક્તિ હતી. આ શક્તિનો તેમણે તેમની ટેસ્ટ- કારકિર્દીના પ્રારંભિક તબક્કા માટે ઉપયોગ કર્યો; પરંતુ તેમણે તેમની બૅટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યારે તેમને પુષ્કળ…

વધુ વાંચો >

વૉલકોટ, જર્સી જો

વૉલકોટ, જર્સી જો (જ. 31 જાન્યુઆરી 1914; મર્ચન્ટવિલે, ન્યૂ જર્સી, યુ. એસ.) : અમેરિકાના મુક્કાબાજ. તેઓ કેવળ 16 વર્ષની વયના હતા ત્યારે વ્યવસાયી ખેલાડી બન્યા. તેઓ 1944 સુધી મુક્કાબાજી ખેલતા રહ્યા પણ તેમની તરફ કોઈનું ધ્યાન ગયું ન હતું. 30 વર્ષની વયે નિવૃત્ત થયા. તેમણે અનેક પ્રકારની વિવિધ કામગીરી બજાવી.…

વધુ વાંચો >

વૉલ્ટર્સ, કેવિન ડગ્લાસ

વૉલ્ટર્સ, કેવિન ડગ્લાસ (જ. 21 ડિસેમ્બર 1945; ડંગૉગ, ન્યૂ સાઉથ વેલ્સ) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખેલાડી. કઠણ (hard) વિકેટ પર તેઓ એક તેજસ્વી બૅટધર નીવડ્યા હતા; પણ સામાન્ય રીતે તેઓ ઇંગ્લૅન્ડના પ્રવાસો દરમિયાન બહુધા નિષ્ફળ નીવડ્યા હતા, કારણ કે તેમની તકનીક કંઈક વાંધાજનક હતી. ધીમી પિચ પર પણ તેમની રમત શંકાસ્પદ નીવડી…

વધુ વાંચો >

વૉલ્શ, કર્ટની ઍન્ડ્રૂ

વૉલ્શ, કર્ટની ઍન્ડ્રૂ (જ. 30 ઑક્ટોબર 1962, કિંગસ્ટન, જમૈકા, વેસ્ટ ઇન્ડિઝ) : વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ પંક્તિના જમણેરી ઝડપી ગોલંદાજ. 1980ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં તેઓ દાખલ થયા હતા અને વર્ષ 2001 સુધી પોતાના દેશ વતી ટેસ્ટ-મૅચોમાં અને એક-દિવસીય મૅચોમાં ગોલંદાજ તરીકે રમતા રહ્યા, જે દરમિયાન મેળવેલ સિદ્ધિઓને કારણે ક્રિકેટના ત્યાં…

વધુ વાંચો >

વૉશબ્રૂક, સિરિલ

વૉશબ્રૂક, સિરિલ (જ. 6 ડિસેમ્બર 1914, બૅરો, કિલથ્રો, લૅન્કેશાયર, યુ.કે.; અ. 27 એપ્રિલ 1999, સેલ, ચેશાયર, યુ.કે.) : ઇંગ્લૅન્ડનો સલામી બલ્લેબાજ તથા કપ્તાન. બ્રિજનૉર્થ ગ્રામર સ્કૂલમાં ઉંમરના 18 વર્ષ સુધી (1933) રહ્યા પછી તેઓ લૅન્કેશાયર પરગણાની ક્લબમાં જોડાયા અને બે વર્ષ બાદ 1935માં તે ક્લબમાં કાયમી ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયા.…

વધુ વાંચો >

વ્યાસ, ભગવતીલાલ

વ્યાસ, ભગવતીલાલ (જ. 10 જુલાઈ 1941, ગિલુન્દ, જિ. રાજસમદ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી કવિ. તેમણે એમ. એલ. સુખડિયા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમ. એડ. અને પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેમની કૃતિ ‘અનહદ નાદ’ને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે રાજસ્થાન વિદ્યાપીઠમાં તથા લોકમાન્ય ટિળક ટીચર્સ…

વધુ વાંચો >

વ્લાસૉવ યુર્લી

વ્લાસૉવ યુર્લી (જ. 5 ડિસેમ્બર 1935, મૅકેયેવકા, ડૉન્તસ્ક, ઑબબલ્સટ, ઈસ્ટ યુક્રેન સોવિયેટ રાજ્ય યુ.એસ.એસ.આર.) : રશિયાના વેઇટલિફ્ટિંગના ખેલાડી. તેઓ ‘ધ વર્લ્ડ્ઝ સ્ટ્રૉન્ગેસ્ટ મૅન’નું બિરુદ પામ્યા હતા. સુપર હેવી-વેટ લિફ્ટિંગમાં સોવિયેટ ચૅમ્પિયન તરીકે લાંબી કારકિર્દી સ્થાપી. 1959માં તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા. તેમણે યુરોપિયન તેમજ વિશ્વવિજયપદકો મેળવ્યા અને 1961-67ના 3 વિશેષ વિશ્વવિજયપદકો…

વધુ વાંચો >