મહેશ ચોકસી

વર્મા, નિર્મલ

વર્મા, નિર્મલ (જ. 3 એપ્રિલ 1929, સિમલા, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસ સાથે એમ.એ.. પ્રેગ ખાતેના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભાષાંતર-કાર્યક્રમનું આયોજન (1960-67). આઇવા ઇન્ટરનૅશનલ રાઇટિંગ પ્રોગ્રામ(1977)માં મુલાકાતી લેખક; ભોપાળ ખાતેની નિરાલા સૃજનપીઠ (1984) તથા સિમલા ખાતેની યશપાલ સૃજનપીઠ (1990) નામના વિદ્યા-આસન(chair)ની કામગીરી સંભાળી. તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી…

વધુ વાંચો >

વર્મા, બલરાજ

વર્મા, બલરાજ (જ. 10 જાન્યુઆરી 1932, પોસી, જિ. હોશિયારપુર, પંજાબ) : ઉર્દૂના લેખક. પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. થોડો વખત મુંબઈના ચલચિત્ર-જગતમાં કામગીરી કર્યા પછી 1945માં કેન્દ્ર સરકારની નોકરીમાં જોડાયા. 1981માં ઉપસચિવ તરીકે નિવૃત્ત. ત્યારબાદ 2 વર્ષ કેન્દ્રીય સંગીત નાટક અકાદમીમાં મદદનીશ સેક્રેટરી તથા ‘સંગીત નાટક’ નામક અંગ્રેજી ત્રૈમાસિકના સંપાદક તરીકે…

વધુ વાંચો >

વર્મા, શ્રીકાંત

વર્મા, શ્રીકાંત (જ. 1931, વિલાસપુર, મધ્યપ્રદેશ; અ. 1986) : હિંદીના અગ્રણી સાહિત્યકાર. તેમની કૃતિ ‘મગધ’ને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે વિલાસપુરમાં શિક્ષણ લીધું હતું. 1956માં તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે તેમની પત્રકારત્વની કારકિર્દીનો પ્રારંભ 1955માં કર્યો હતો. 1958 સુધી તેઓ ‘ભારતીય શ્રમિક’ સાથે…

વધુ વાંચો >

વલ્લીકાન્નન્ (આર. એસ. ક્રિશ્ર્ન સ્વામી)

વલ્લીકાન્નન્ (આર. એસ. ક્રિશ્ર્ન સ્વામી) (જ. 12 નવેમ્બર 1920, રાજાવલ્લીપુરમ્, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ ભાષાના લેખક. પૂરું નામ આર. એસ. કૃષ્ણસ્વામી. 1939માં લેખનપ્રવૃત્તિનો પ્રારંભ. 1941માં વાચન-લેખનની પ્રવૃત્તિ પાછળ પૂરો સમય આપવા માટે સરકારી નોકરીમાંથી રાજીનામું. સાહિત્યિક કારકિર્દી શરૂ કરવા તેઓ ચેન્નઈ (મદ્રાસ) આવ્યા; 1943માં ‘સિનેમા વર્લ્ડ’ (માસિક) તથા 1944માં…

વધુ વાંચો >

વસીમ, અકરમ

વસીમ, અકરમ (જ. 3 જૂન 1966, લાહોર) : પાકિસ્તાનના ક્રિકેટ-ખેલાડી. 1992ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં હરીફોના બૅટધરોને પરાસ્ત કર્યા અને તેઓ વિશ્વના એક મહાન મૅચ-વિજેતા ક્રિકેટર બની રહ્યા. તેઓ ઝડપી ડાબેરી ગોલંદાજ હતા અને ખતરનાક યૉર્કર નાખતા. સાથોસાથ તેઓ એક જુસ્સાદાર બૅટધર પણ બની રહ્યા. 1993ના જાન્યુઆરીમાં તેમણે પાકિસ્તાનનું કપ્તાનપદ…

વધુ વાંચો >

વાઇમાર્ક, ઑલ્વેન (માર્ગારેટ)

વાઇમાર્ક, ઑલ્વેન (માર્ગારેટ) (જ. 14 ફેબ્રુઆરી 1932, ઓકલૅન્ડ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ-પૉમોના કૉલેજ, કૅલિફૉર્નિયા, 1949-51; યુનિવર્સિટી કૉલેજ, લંડન, 1951-52. નિવાસી લેખક, યુનિકૉર્ન થિયેટર ફૉર યંગ પીપલ, લંડન, 1974-75; તથા કિંગ્સ્ટન પૉલિટેકનિક, સરે, 1977, સ્ક્રિપ્ટ સલાહકાર, ટ્રાઇસિઇકલ થિયેટર, લંડન; નાટ્યલેખનનાં અધ્યાપિકા, ન્યૂયૉર્ક યુનિવર્સિટી; નાટ્યલેખનનાં અંશકાલીન ટ્યૂટર, યુનિવર્સિટી ઑવ્ બર્મિંગહામ,…

વધુ વાંચો >

વાઇલ્ડ, જિમી

વાઇલ્ડ, જિમી (જ. 15 મે 1892, ટાઇલરસ્ટાઉન, વેલ્સ, યુ.કે.; અ. 10 માર્ચ 1969, કાર્ડિફ, યુ.કે.) : મુક્કાબાજીના આંગ્લ ખેલાડી. તેઓ વિશ્વના સૌપ્રથમ ફ્લાઇવેટ ચૅમ્પિયન અને એક ચિરકાલીન મહાન મુક્કાબાજ લેખાયા હતા. તેઓ અરૂઢ શૈલીના મુક્કાબાજ હતા અને તેમના કદના પ્રમાણમાં તેમની પ્રહારશક્તિ (hitting power) ભયજનક હતી. આના પરિણામે તેમને ‘ધ…

વધુ વાંચો >

વાજદ, સિકંદરઅલી

વાજદ, સિકંદરઅલી (જ. 1914 બિજાપુર; અ. 1983) : ઉર્દૂના કવિ તથા ન્યાયવિદ. પ્રારંભિક શિક્ષણ ઔરંગાબાદમાં. 1935માં ઓસમાનિયા યુનિવર્સિટીમાંથી બી. એ.. 1937માં હૈદરાબાદ સિવિલ સર્વિસ માટે પસંદગી, 1956માં સેશન્સ જજ તરીકે નિમણૂક. 1964માં સ્વૈચ્છિક નિવૃત્તિ અને એ જ વર્ષે અંજુમન તરક્કી ઉર્દૂ(હિંદ)ની મહારાષ્ટ્ર શાખાના પ્રમુખ ચૂંટાયા. 1970માં ‘પદ્મશ્રી’નું સન્માન; 1972માં રાજ્ય…

વધુ વાંચો >

વાતુક, વેદપ્રકાશ

વાતુક, વેદપ્રકાશ (જ. 13 એપ્રિલ 1932, ફઝલપુર, મેરઠ, ઉત્તર પ્રદેશ) : હિંદી કવિ, અધ્યાપક અને સંશોધક. હાલ અમેરિકામાં કૅલિફૉર્નિયા, બર્કલી ખાતેના ફોકલૉર ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિયામક. અગાઉ લંડન ખાતેની હિંદી પરિષદના સેક્રેટરી (1955-58), ફૉર્ટ કૉલિન્સ ખાતેની કૉલરૅડો સ્ટેટ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક (1961-63), હૅવર્ડ ખાતેની કૅલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટી ખાતે એસોસિયેટ પ્રાધ્યાપક (1965-69),…

વધુ વાંચો >

વાર્કે, પોંકુન્નમ્

વાર્કે, પોંકુન્નમ્ (જ. 1908, પોંકુન્નમ્, કેરળ) : મલયાળમ લેખક. ‘મલયાળમ વિદ્વાન’ની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે શિક્ષકની કારકિર્દી સ્વીકારી. તે પછી નોકરી છોડીને કૉંગ્રેસે શરૂ કરેલી આઝાદીની લડતમાં જોડાયા. પોતાની વાર્તાઓ મારફત વર્ગવિગ્રહ ફેલાવવાના આરોપસર તેમને જેલવાસ મળેલો. પછી પ્રોગ્રેસિવ લિટરરી ઍસોસિયેશનના તેઓ મંત્રી બન્યા. 1967-70 દરમિયાન સાહિત્ય-પ્રવર્તક સહકારન્ સંઘમના…

વધુ વાંચો >