મહેશ ચોકસી

રેમોન્ટ, વ્લાડિસ્લો સ્ટૅનિસ્લો

રેમોન્ટ, વ્લાડિસ્લો સ્ટૅનિસ્લો (જ. 7 મે 1867, કૉબીલો વીલ્કી, પોલૅન્ડ, અ. 7 ડિસેમ્બર 1925, વૉર્સો) : 1924ના વર્ષના સાહિત્યના નોબેલ પુરસ્કારના પોલૅન્ડના વિજેતા. તેમનો જન્મ પવનચક્કીના માલિકના એક મોટા કુટુંબમાં થયો હતો. બાળક તરીકે શાળામાં તેમણે રશિયન ભાષાનો અભ્યાસ ફરજિયાત કરવો પડતો હતો; પરંતુ તેઓ પોલિશ ભાષા પ્રત્યેનો પ્રેમ વિકસાવતા…

વધુ વાંચો >

રેમૉસ-હૉટો જોસ

રેમૉસ-હૉટો જોસ (જ. 1950) : (અગ્નિ ઇન્ડોનેશિયા) પૂર્વ ટિમૉરના રાજકીય આંદોલનકાર. પૂર્વ ટિમૉરમાં સ્વાતંત્ર્ય-આંદોલનને ટેકો આપવા બદલ પૉર્ટુગીઝ સરકારે તેમને દેશનિકાલ કર્યા હતા. 1972–75 દરમિયાનના આંતરયુદ્ધમાં ભાગ લેવા તેઓ દેશ પાછા આવ્યા અને ફ્રૅટલિનના ગેરીલા-સભ્ય બન્યા. 1975માં ઇન્ડોનેશિયા તરફથી આક્રમણ થતાં તેઓ ઑસ્ટ્રેલિયા ચાલ્યા ગયા. તેમણે પૂર્વ ટિમૉરના વિદેશ મંત્રી…

વધુ વાંચો >

રેરડન, રેમંડ

રેરડન, રેમંડ (જ. 8 ઑક્ટોબર 1932, ટ્રેડગર, મન્માઉથશાયર, યુ.કે.) : સ્નૂકરના 1970ના દશકાના ટોચના આંગ્લ ખેલાડી. 1970માં બીજા પ્રયત્ને તેઓ વિશ્વવિજયપદકના વિજેતા બન્યા; એ પછી 1973થી ’76 દરમિયાન દર વર્ષે અને 1978માં પણ વિજયપદકના વિજેતાનો એ જ દોર ચાલુ રહ્યો; 1978નું છેલ્લું વિશ્વવિજયપદક તો તેઓ 45 વર્ષ 6 મહિનાની ઉંમરે…

વધુ વાંચો >

રેસ્ટરેશન કૉમેડી

રેસ્ટરેશન કૉમેડી : અંગ્રેજી નાટ્યસાહિત્યનો એક હાસ્યરસિક નાટ્યપ્રકાર. 1660માં ઇંગ્લૅન્ડની રાજગાદીએ ચાર્લ્સ બીજાનું પુન:રાજ્યારોહણ થયું ત્યારથી માંડીને અઢારમી સદીના પૂર્વાર્ધમાં ‘સેન્ટિમેન્ટલ કૉમેડી’ના આગમન સુધી તેનો પ્રસાર રહ્યો. તે ‘આર્ટિફિશિયલ કૉમેડી’ અથવા ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ તરીકે પણ ઓળખાય છે. રાજવી સત્તાના ઉદય સાથે લંડનનાં નાટ્યગૃહો ફરીથી ધમધમતાં થવા માંડ્યાં અને નાટ્યભજવણી…

વધુ વાંચો >

રૉઇટર, પૉલ જૂલિયસ

રૉઇટર, પૉલ જૂલિયસ (જ. 21 જુલાઈ 1816, કૅસલ, જર્મની; અ. 25 ફેબ્રુઆરી 1899, નીસ, ફ્રાન્સ) : સૌથી પહેલી સમાચાર એજન્સીના સ્થાપક. આ સમાચાર-સેવા હજુ પણ તેમના નામથી ઓળખાય છે. તેઓ યહૂદી માતા-પિતાનું સંતાન હતા. મૂળ નામ ઇઝરાયલ બિયર જોસેફટ હતું, પણ 1844માં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ‘રૉઇટર’નું નવું નામ અપનાવ્યું.…

વધુ વાંચો >

રૉ, ઍડવિન ઍલિયટ વર્ડોન (સર)

રૉ, ઍડવિન ઍલિયટ વર્ડોન (સર) (જ. 1877, ગ્રેટર માન્ચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 1958) : અગ્રણી આંગ્લ વિમાન-ઉત્પાદક. તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો એંજિનના કારખાનામાં કામ કરતાં. તે પછી 3 વર્ષ ઇજનેર તરીકે તેમણે દરિયાઈ સફરમાં ગાળ્યાં. તે પાછા ફર્યા ત્યારે તેમને ઉડ્ડયનમાં રસ જાગ્યો હતો; 1907માં તેમણે બ્રુકલૅન્ડ્ઝમાં એક બાઇપ્લેનનું નિર્માણ…

વધુ વાંચો >

રૉજર્સ, જિંજર

રૉજર્સ, જિંજર (જ. 1911, ઇન્ડિપેન્ડન્સ, મિસૂરી; અ. 1995) : અમેરિકાનાં ફિલ્મ અભિનેત્રી. મૂળ નામ વર્જિનિયા કૅથરિન મૅકમૅથ. વ્યવસાયી કલાકાર તરીકે તેમણે 14 વર્ષની વયે એડી ફૉયના મનોરંજન કરતા વૃંદ સાથે પ્રારંભ કર્યો. 1928 સુધીમાં તેઓ પોતાના પ્રથમ પતિ જૅક પેપરની સાથે ગીત-નૃત્યકારની બેલડી તરીકે મનોરંજન પીરસતાં થયાં. રૂપેરી પડદે તેમણે…

વધુ વાંચો >

રોઝનબર્ગ દંપતી

રોઝનબર્ગ દંપતી : જૂલિયસ રોઝનબર્ગ (1918–53) અને ઇથેલ રોઝનબર્ગ (1915–53) (બંનેનો જન્મ ન્યૂયૉર્ક સિટી) : શંકાસ્પદ અમેરિકન જાસૂસ દંપતી. સમગ્ર ઍટલૅંટિક દેશોમાં પથરાયેલી જાસૂસી જાળના ભાગ રૂપે તેઓ કાર્ય કરતાં હતાં એવો આક્ષેપ તેમના પર મૂકવામાં આવ્યો હતો. બ્રિટનમાં ક્લૉસ ફ્યુફ્સના કેસની સુનાવણી દરમિયાન તેમનાં નામ-કામની જાણ થઈ હતી. જૂલિયસ…

વધુ વાંચો >

રોઝબી, કાર્લ-ગુસ્તાફ

રોઝબી, કાર્લ-ગુસ્તાફ (જ. 1898, સ્ટૉકહોમ; અ. 1957) : સ્વીડનના નામાંકિત હવામાનશાસ્ત્રી. તેમણે સ્ટૉકહોમ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. 1919માં તે બર્ગેન જિયોફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. 1926માં તેઓ અમેરિકા ગયા અને 1938માં ત્યાંના નાગરિક બન્યા. 1928માં તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી ખાતે હવામાનશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. 1941માં તેઓ શિકાગો ગયા અને 1950માં સ્ટૉકહોમ પાછા…

વધુ વાંચો >

રોઝ, મરે

રોઝ, મરે (જ. 6 જાન્યુઆરી 1939, બર્મિંગહામ, ઇંગ્લૅન્ડ) : ઑસ્ટ્રેલિયાના તરણ-ખેલાડી. 1956માં મેલબૉર્ન ખાતેના ઓલિમ્પિક રમતોત્સવ ખાતે ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ખેલાડી તરીકે 3 સુવર્ણ ચન્દ્રકના વિજેતા બન્યા અને તરણ-સ્પર્ધામાં વીરોચિત બહુમાન પામ્યા; 400 મી. અને 1,500 મી.ની તરણ-સ્પર્ધાના સુવર્ણ ચન્દ્રક ઉપરાંત ઑસ્ટ્રેલિયાની ટીમને 4 × 200 મી.ની રિલે સ્પર્ધામાં…

વધુ વાંચો >