મહેશ ચોકસી

યામાસાકી, મિનોરુ

યામાસાકી, મિનોરુ (જ. 1 ડિસેમ્બર 1912, સિયૅટલ, વૉશિંગ્ટન, અમેરિકા) : અમેરિકાના સ્થપતિ. સિયૅટલની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેઓ ન્યૂયૉર્ક સિટી આવ્યા. ત્યાં તેમણે ડિઝાઇનને લગતી કામગીરી અંગેના સંખ્યાબંધ હોદ્દાઓ સંભાળ્યા. 1943થી 1945 સુધી કોલંબિયા યુનિવર્સિટીમાં સ્થાપત્યલક્ષી ડિઝાઇનના વિષયમાં અધ્યાપન કર્યું. 1945માં સ્થાપત્યની એક મોટી કંપનીમાં મુખ્ય ડિઝાઇનર તરીકે નિમાયા.…

વધુ વાંચો >

યાશિન લેવ

યાશિન લેવ (જ. 22 ઑક્ટોબર 1929, મૉસ્કો; અ. 21 માર્ચ 1990, મૉસ્કો) : ફૂટબૉલના રશિયન ખેલાડી. સોવિયેત સૉકરના એક મહાન અને તેજસ્વી ખેલાડી. 1963ના વર્ષના યુરોપિયન ફૂટબૉલર તરીકેનું સન્માન પામનાર એકમાત્ર ગોલકીપર. તેમણે મૉસ્કો ડાઇનમો સંસ્થા તરફથી આઇસ હૉકીના ખેલાડી તરીકે આરંભ કર્યો અને 1951માં સૉકરની રમતમાં ગંભીરતાપૂર્વક ઝંપલાવ્યું; એમાં…

વધુ વાંચો >

યાંગ, ચાંગ-ક્વાંગ

યાંગ, ચાંગ-ક્વાંગ (જ. 10 જુલાઈ 1933, તાઇતુંગ, તાઇવાન) : તાઇવાનના મેદાની રમતો(athletics)ના ખેલાડી. ડિકૅથ્લોન રમતોની સ્પર્ધામાં ખેલાડી તરીકેની કારકિર્દીના પ્રારંભે જ યાંગ 1954માં એશિયન રમતોત્સવના વિજયપદક(title)-વિજેતા બન્યા. તે વખતે તાઇવાનની મુલાકાતે આવેલા બૉબ મૅથિયાસે તેમને આ રમતોમાં વિશેષ પરિશ્રમ કરવા પ્રોત્સાહન આપ્યું. 1956ની ઑલિમ્પિક રમતોમાં તેમણે પોતાના જુમલા(score)માં 1,000 ઉપરાંત…

વધુ વાંચો >

યાંગ યાંગ

યાંગ યાંગ (જ. 8 ડિસેમ્બર 1963, સિચુઆન પ્રાંત, ચીન) : બૅડમિન્ટનના ચીની ખેલાડી. 1984માં ટૉમસ કપ સ્પર્ધાથી તેમણે તેમની કારકિર્દીનો સૌપ્રથમ વાર પ્રારંભ કર્યો. એમાં તેમણે આઇક્ક સુગિર્યાટો જેવા વિશ્વ-ચૅમ્પિયનને હાર આપી. જોકે ફાઇનલમાં ચીનની ઇન્ડોનેશિયા સામે હાર થઈ. આ બટકા અને સ્નાયુબદ્ધ ડાબેરી ખેલાડી વિશ્વ-બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં 1987 અને 1989માં…

વધુ વાંચો >

યાંગ શાંગફુન

યાંગ શાંગફુન (જ. 1907, તોંગ્નાન, સિચૂન, ચીન; અ. 1989) : ચીનના પ્રજાસત્તાક રાજ્યના પ્રમુખ. તેમણે મૉસ્કો ખાતે અભ્યાસ કર્યો. 1956માં તેઓ પક્ષના સેક્રેટેરિયટમાં વારાફરતી સભ્યપદ ભોગવતા હતા; પરંતુ 1966 –1969ના ગાળાની ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ દરમિયાન, કહેવાતી સુધારણાવાદી નીતિ અપનાવવા બદલ પક્ષમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી. 1978માં તેમને પુનર્નિયુક્ત કરાયા હતા અને…

વધુ વાંચો >

યુસ્તિનૉફ, પીટર ઍલેક્ઝાન્ડર, સર

યુસ્તિનૉફ, પીટર ઍલેક્ઝાન્ડર, સર (જ. 16 એપ્રિલ 1921, લંડન, ઇંગ્લૅન્ડ) : નામી આંગ્લ અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યલેખક. તેમનાં રશિયન માતા-પિતા શ્વેત કુળનાં હતાં. અભ્યાસ કર્યો વેસ્ટમિન્સ્ટર શાળામાં. 1938માં તેમણે રંગભૂમિ પર સૌપ્રથમ અભિનય-પ્રવેશ કર્યો. પછી બીજા વિશ્વયુદ્ધમાં લશ્કરી સેવા બજાવી. 1942માં ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું અને અભિનેતા, લેખક તથા નિર્માતા  એમ…

વધુ વાંચો >

યૂસુફ હુસેનખાન

યૂસુફ હુસેનખાન (જ. 1902, હૈદરાબાદ; અ. 1979) : ઉર્દૂના લેખક, ઇતિહાસકાર, વિદ્વાન અને વિવેચક. તેમના પુસ્તક ‘હાફિઝ ઔર ઇકબાલ’(1976)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકિર હુસેનના તેઓ નાના ભાઈ. ઇટાવા ખાતે શાળાકીય શિક્ષણ; જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી બી.એ.. 1926માં પૅરિસ ગયા. 1930માં ઇતિહાસ વિષયમાં ડી.…

વધુ વાંચો >

યેકિમૉવ, વ્યાચેસ્લાવ

યેકિમૉવ, વ્યાચેસ્લાવ (જ. 4 ફેબ્રુઆરી 1966, વાઈબૉર્ગ, રશિયા) : રશિયા(અગાઉના યુ. એસ. એસ. આર.)ના સાઇક્લિંગના નામી ખેલાડી. 1980માં તેમણે સાઇક્લિંગની પ્રવૃત્તિ અપનાવી. વિક્રમજનક 3 વિજયપદક (1985–86 અને 1989) તથા એક ઍમેટર (1987 – બીજા ક્રમે) વિજયપદક જીતીને તેઓ સહસા વ્યાપક ખ્યાતિ પામ્યા. વળી 1990માં તેઓ પ્રોફેશનલ વિજયપદક પણ જીત્યા. 1984માં…

વધુ વાંચો >

યૅગર, ચક

યૅગર, ચક (જ. 1923, માઇરા, વેસ્ટ વર્જિનિયા) : ધ્વનિમર્યાદા(sound barrier)ને પાર કરી જનારા પ્રથમ અમેરિકન વિમાની. તેમણે ફાઇટર પાઇલટ તરીકે તાલીમ લીધી અને યુરોપમાં અનેક મિશનો પાર પાડ્યાં. તે દરમિયાન તેમનું વિમાન ફ્રાન્સ ઉપર તોડી પડાયું હતું, પણ તે ઊગરી ગયા. 14 ઑક્ટોબર 1947ના રોજ તેમણે બેલ-X-1 નામક રૉકેટ રિસર્ચના…

વધુ વાંચો >

યેઝોફ, નિકોલાઈ ઇવાનોવિચ

યેઝોફ, નિકોલાઈ ઇવાનોવિચ (જ. 1895, પીટર્સબર્ગ, રશિયા; અ. જાન્યુઆરી, 1939) : રશિયાના જાસૂસી પોલીસતંત્રના વડા. પ્રારંભમાં તેઓ પક્ષના માત્ર પ્રાંતીય અધિકારી હતા. સ્ટાલિને તેમને 1936માં પીપલ્સ કૉમિસેરિયટ ઑવ્ ઇન્ટર્નલ અફેર્સ(NKVD)ના વડા તરીકે નિયુક્ત કર્યા. તેમના નેજા હેઠળ લશ્કરી અધિકારીઓની સાફસૂફી (purge) કરવામાં આવી. 1937–38 દરમિયાન તેમણે તાકાતના પ્રદર્શન-રૂપ અદાલતી ખટલા…

વધુ વાંચો >