મહેશ ચોકસી
મૉનેટા, અર્નિસ્ટો
મૉનેટા, અર્નિસ્ટો (જ. 20 સપ્ટેમ્બર 1833, મિલાન; અ. 10 ફેબ્રુઆરી 1918, મિલાન) : ઇટાલીના પત્રકાર તથા શાંતિવાદી કાર્યકર્તા. શાંતિ માટેના 1907ના નોબેલ પુરસ્કારના તે સહવિજેતા હતા. રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે તેમણે ઘણી યાતનાઓ વેઠી. 1840માં તેમણે મિલાનના બળવા પ્રસંગે વિવિધ આડશો પાછળથી લડવાનું બન્યું ત્યારે તેમના ચિત્તમાં યુદ્ધની દૂરગામી અસર ઝિલાઈ.…
વધુ વાંચો >મૉન્ટેગ્યુ, ઍશલી
મૉન્ટેગ્યુ, ઍશલી (જ. 28 જૂન 1905, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 26 નવેમ્બર 1999 ન્યૂ જર્સી ) : જાણીતા માનવવંશશાસ્ત્રી. તેમણે લંડન, ફ્લૉરેન્સ તથા કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. વેલકમ હિસ્ટરી મ્યુઝિયમ – લંડન, ન્યૂયૉર્ક યુનિવર્સિટી, હૅનેમાન મેડિકલ કૉલેજ તથા રુટર્જસ યુનિવર્સિટી ખાતે વિવિધ પદ સંભાળ્યાં અને સંશોધનકાર્ય જારી રાખ્યું (1949–55). માનવની જૈવ…
વધુ વાંચો >મૉન્ટેગ્યુ, જ્યૉર્જ
મૉન્ટેગ્યુ, જ્યૉર્જ (જ. 1753, વિલ્ટશાયર ઇંગ્લૅન્ડ; અ. 1815) : આંગ્લ પ્રકૃતિવિશારદ. લશ્કરી કારકિર્દીમાં નિષ્ફળતા મળવાથી તથા તેમના લગ્નના પરિણામે પોતાની જાગીર ગુમાવવી પડે એ રીતે તેમને હાડમારી અને વેદના ભોગવવાં પડવાથી તેમનું ચિત્ત પક્ષીવિજ્ઞાનના અભ્યાસ તરફ વળ્યું. તે ડેવન રહેવા ચાલ્યા ગયા અને ત્યાં રહીને તેમણે તેમનું અધિકૃત અને વિખ્યાત…
વધુ વાંચો >મૉમસેન, ક્રિશ્ચિયન મૅથિયાસ થિયૉડૉર
મૉમસેન, ક્રિશ્ચિયન મૅથિયાસ થિયૉડૉર (જ. 30 નવેમ્બર 1817, ગાર્ડિંગ, જર્મની; અ. 1 નવેમ્બર 1903, શારૉલેટનબર્ગ, જર્મની) : જર્મનીના નામાંકિત ઇતિહાસકાર અને લેખક. તેમણે કીલ ખાતે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રૉટેસ્ટન્ટ સમુદાયના એક પાદરી સમા પોતાના પિતાના પ્રભાવ હેઠળ તેઓ ભાષાવિજ્ઞાની બન્યા અને ગ્રીક, લૅટિન, ફ્રેન્ચ, ઇંગ્લિશ, સ્વીડિશ તથા ઇટાલિયન જેવી ઘણી…
વધુ વાંચો >મૉયનિહૅન, ડૅનિયલ પૅટ્રિક
મૉયનિહૅન, ડૅનિયલ પૅટ્રિક (જ. 16 માર્ચ 1927, ટુલ્સા, ઓક્લહોમા; અ. 26 માર્ચ 2003 વૉશિંગ્ટન) : અમેરિકાના જાણીતા વિદ્વાન અને રાજકારણી. તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં તથા ટફ્ટ્સ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. ત્યારપછી સિરૅકૉઝ, હાર્વર્ડ તથા મૅસચૂસેટ્સના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી ખાતે અધ્યાપનકાર્ય કર્યું. તેમણે પ્રમુખ જૉન્સન તથા પ્રમુખ નિકસનના વહીવટી તંત્રમાં સેવા…
વધુ વાંચો >મૉરિયેક, ફ્રાન્સિસ
મૉરિયેક, ફ્રાન્સિસ (જ. 11 ઑક્ટોબર 1885, બર્ડો, ફ્રાન્સ; અ. 1 સપ્ટેમ્બર 1970, પૅરિસ) : ફ્રાન્સના નામી નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર. તેમને 1952માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. તેમનો જન્મ ચુસ્ત કૅથલિકપંથી માતાપિતાને ત્યાં થયો હતો. તેમનું બાળપણ પાઇનનાં જંગલો અને દારૂનાં પીઠાં વચ્ચે વીત્યું હતું, જેણે તેમની મોટાભાગની કૃતિઓની…
વધુ વાંચો >મૉરિસ, ડૅસમંડ (જૉન)
મૉરિસ, ડૅસમંડ (જૉન) (જ. 24 જાન્યુઆરી 1928 Wilt Shire England U.K.) : બ્રિટનના નિપુણ પ્રાણીવિશારદ અને લેખક. તેમણે બર્મિગહામ અને ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો; તે પછી નિકોલસ ટિંબરગનના હાથ નીચે પ્રાણી-વર્તન વિશે સંશોધન કર્યું. પછી લંડન ઝૂ ખાતે ગ્રેનાડા ટી.વી. ફિલ્મ યુનિટના વડા તરીકે 1956 –59 દરમિયાન કાર્ય કર્યું. 1959–67…
વધુ વાંચો >મૉરિસન, ટોની
મૉરિસન, ટોની (જ. 18 ફેબ્રુઆરી 1931, લૉરેન, ઓહાયો) : અમેરિકાનાં મહિલા નવલકથાકાર. તેમણે અશ્વેત માટે અનામત એવી વૉશિંગ્ટન ડી.સી.ની યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી અને કૉર્નેલ યુનિવર્સિટીમાંથી 1955માં અંગ્રેજી સાથે અનુસ્નાતક બન્યાં. પછી તેમણે હાર્વર્ડ, યેલ અને ન્યૂયૉર્કની રાજ્ય યુનિવર્સિટીઓ સહિત અનેક યુનિવર્સિટીઓ ખાતે અધ્યાપનકાર્ય કર્યું. 1965માં તે…
વધુ વાંચો >મૉરિસન, સ્ટૅન્લી
મૉરિસન, સ્ટૅન્લી (જ. 6 મે, 1889, વૅન્સ્ટીડ, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 11, ઑક્ટોબર 1967) : બ્રિટનના નિપુણ ટાઇપોગ્રાફર તથા વિદ્વાન. પ્રારંભમાં તેઓ લંડનમાં કારકુન તરીકે નોકરી કરતા હતા. પછી 1923–44 તથા 1947 –59 દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસના ટાઇપોગ્રાફિકલ સલાહકાર તરીકે હતા. 1923થી તેઓ મૉનોટાઇપ કૉર્પોરેશનમાં પણ સલાહકાર તરીકે સેવા આપતા રહ્યા.…
વધુ વાંચો >મૉરી, મેથ્યુ ફૉન્ટેન
મૉરી, મેથ્યુ ફૉન્ટેન (જ. 14 જાન્યુઆરી 1806, સ્પૉટસિલ્વેનિયા, કાઉન્ટી, વર્જિનિયા, અમેરિકા; અ. 1 ફેબ્રુઆરી 1873) : અમેરિકાના સાગર-અભ્યાસી નૌસેના-અધિકારી. સાગરનો સુયોજિત તથા વિસ્તૃત અભ્યાસ કરનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. સાગરવિજ્ઞાન તથા નૌકાસંચાલન વિશેની તેમની ભગીરથ કામગીરીને પરિણામે 1853માં બ્રસેલ્સ ખાતે એક આંતરરાષ્ટ્રીય પરિષદ ભરવામાં આવી અને તેમાં ઇન્ટરનૅશનલ હાઇડ્રૉગ્રાફિક બ્યૂરો…
વધુ વાંચો >