મહેશ ચોકસી
મૂર, જ્યૉર્જ
મૂર, જ્યૉર્જ (જ. 24 ફેબ્રુઆરી 1852, બેલીગ્લાસ, કાઉન્ટી મેયો, આયર્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1933, લંડન, યુ.કે.) : આઇરિશ લેખક. અંગ્રેજી સાહિત્યમાં પ્રકૃતિપરક અથવા વાસ્તવલક્ષી નવલકથાના તેઓ આદ્ય પ્રણેતા લેખાય છે. તેમની સૌથી જાણીતી નવલકથા ‘એસ્થર વૉટર્સ’(1894)માં ધાર્મિક મનોવૃત્તિની યુવતી તથા તેના અવૈધ પુત્રની કથાની પશ્ચાદભૂમિકામાં પ્રતિકૂળતા તથા ગરીબી સામેના એ…
વધુ વાંચો >મૂર, પૅટ્રિક
મૂર, પૅટ્રિક (જ. 4 માર્ચ 1923, પીનર, મીડલસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 9 ડિસેમ્બર 2012, સેલ્સી વેસ્ટસસેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના અવૈતનિક ખગોળશાસ્ત્રી, લેખક અને પ્રસારણકર્તા. શૈશવથી જ બીમાર રહેવાથી તેમને ઘરઆંગણે જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. બીબીસી પર લાંબા સમયથી ચાલતી ટેલિવિઝન શ્રેણી ‘ધ સ્કાય ઍટ નાઇટ’(1957)ના તેઓ ઉત્સાહી, ઉદ્યમી અને જાણકાર…
વધુ વાંચો >મૂર, ફ્રાન્સિસ
મૂર, ફ્રાન્સિસ (જ. 1657, બ્રિજનૉર્થ; ઇંગ્લૅન્ડ: અ. આશરે 1715) : બ્રિટનના ફલજ્યોતિષી. 1700માં તેમણે ‘વૉઇસિઝ ઑવ્ ધ સ્ટાર્સ’ પ્રગટ કર્યું; પાછળથી તે ‘ઓલ્ડ મૂર્સ ઍલ્મનૅક’ તરીકે જાણીતું બન્યું; અને હજુ પણ તે વરસોવરસ છપાય છે અને તેમાં આગામી વર્ષની આગાહીઓ આપી હોય છે. મહેશ ચોકસી
વધુ વાંચો >મૂર, રૉજર (જ્યૉર્જ)
મૂર, રૉજર (જ્યૉર્જ) (જ. 14 ઑક્ટોબર, 1927, લંડન, ઇંગ્લૅન્ડ) : જાણીતા આંગ્લ ફિલ્મ-અભિનેતા. તે એક આર્ટસ્કૂલમાં ચિત્રકલાના વિદ્યાર્થી હતા. 1945માં તેમણે એક એક્સ્ટ્રા તરીકે ફિલ્મક્ષેત્રે અભિનયનો પ્રારંભ કર્યો; સાથોસાથ તેઓ રંગભૂમિ-ક્ષેત્રે પણ નાનાં-નાનાં પાત્રોમાં અભિનય આપતા રહ્યા. તે પછી તેઓ લશ્કરી સેવામાં પણ જોડાયા. 1953માં તેમણે ‘ઍ પિન ટુ સી…
વધુ વાંચો >મૂર્તિ, ચિદાનંદ
મૂર્તિ, ચિદાનંદ (જ. 10 મે 1931, હીરેકોગલુર, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. તેમના વિવેચનગ્રંથ ‘હોસતુ હોસતુ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1997ના વર્ષનો ઍવૉર્ડ અપાયો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ. એ. તથા પીએચ. ડી. ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના વિષયમાં ઉચ્ચ સંશોધન કર્યું. વિભિન્ન વિષયોને લગતાં તેમનાં 19 પુસ્તકોમાં ઊંડી…
વધુ વાંચો >મૅક, કૉની
મૅક, કૉની (જ. 22 ડિસેમ્બર 1862, ઈસ્ટ બ્રુકફીલ્ડ, મૅસેચૂસેટ્સ; અ. 8 ફેબ્રુઆરી 1956, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા) : અમેરિકાના બેઝબૉલ ખેલાડી અને મૅનેજર. 1886થી 1916 દરમિયાન વિવિધ ટીમમાં તે ‘કૅચર’ તરીકે રમ્યા. 1894–96માં પિટ્સબર્ગ ખાતે મૅનેજર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. 1901માં તે ફિલાડેલ્ફિયા ગયા અને ત્યાં 50 વર્ષ રહ્યા. તેમને નામે ચઢેલા…
વધુ વાંચો >મૅકગિલ, રાલ્ફ (એમર્સન)
મૅકગિલ, રાલ્ફ (એમર્સન) (જ. 5 ફેબ્રુઆરી 1898, સૉડી નજીક, ટેનેસી, અમેરિકા; અ. 3 ફેબ્રુઆરી 1969, આટલાન્ટા, જ્યૉર્જિયા) : અમેરિકાના આંદોલનકારી પત્રકાર. આટલાન્ટાના ‘કૉન્સ્ટિટ્યૂશન’ અખબારમાંના તેમના તંત્રીલેખોનો દક્ષિણ અમેરિકાના સામાજિક પરિવર્તનમાં નિર્ણાયક ફાળો રહ્યો. ‘નૂતન દક્ષિણના અંતરાત્મા’ તરીકે તે ઓળખાયા. દક્ષિણનાં રાજ્યો વિશે ઉત્તર તથા પશ્ચિમ અમેરિકામાં યથાર્થ સમજૂતી પ્રગટાવવામાં તેમનું…
વધુ વાંચો >મૅકડાવેલ, એડ્વર્ડ
મૅકડાવેલ, એડ્વર્ડ (જ. 18 ડિસેમ્બર 1860, ન્યૂયૉર્ક સિટી; અ. 23 જાન્યુઆરી 1908, ન્યૂયૉર્કસિટી, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન સંગીત-નિયોજક. અમેરિકાના સંગીતના ઇતિહાસમાં તે અનોખું સ્થાન ધરાવે છે. પ્રથમ કોટિના આ સંગીત-નિષ્ણાતને ઓગણીસમી સદીના અંતે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી. અમેરિકન સંગીતવિશ્વમાં અગાઉ ક્યારેય જોવા નહિ મળેલાં ઉચ્ચ ધોરણો સ્થાપવામાં તે અગ્રેસર બન્યા. શિક્ષણની…
વધુ વાંચો >મૅકડિવિટ, જેમ્સ ઍલ્ટન
મૅકડિવિટ, જેમ્સ ઍલ્ટન (જ. 10 જૂન 1929, શિકાગો, અમેરિકા; અ. 13 ઑક્ટોબર 2022 ટક્સન, ઍરિઝોના, અમેરિકા) : અમેરિકાના અવકાશયાત્રી. અમેરિકાના હવાઈ દળમાં તે 1951માં જોડાયા; કોરિયામાં યુદ્ધવિષયક કામગીરી અંગે 150 જેટલાં ઉડ્ડયન કર્યાં; 1959માં મિશિગન યુનિવર્સિટીમાંથી તે ઇજનેરીના વિષયમાં સ્નાતક થયા. એડ્વર્ડ્ઝ એરફૉર્સ બેઝ, કૅલિફૉર્નિયા ખાતે તે પ્રાયોગિક ધોરણે ટેસ્ટ…
વધુ વાંચો >મેકડૉનાલ્ડ-રાઇટ, સ્ટૅન્ટન
મેકડૉનાલ્ડ-રાઇટ, સ્ટૅન્ટન (જ. 8 જુલાઈ 1890, ચાર્લોટસ્વિલે, વર્જિનિયા; અ. 22 ઑગસ્ટ 1973, લૉસ એન્જલસ, કેલિફૉર્નિયા, યુ.એસ.) : ‘એબ્સ્ટ્રૅક્શન’ ચિત્રશૈલીના એક સ્થાપક અમેરિકન કલાકાર. મૉર્ગન રસેલના સહયોગમાં તેઓ 1912માં ‘સિન્ક્રોનિઝમ’ના સહસ્થાપક બન્યા. 1900નાં પ્રારંભિક વર્ષોમાં પૅરિસમાંના અભ્યાસકાળ દરમિયાન તેઓ પ્રભાવવાદી (impressionist) કલાકારોની કૃતિઓથી તેમજ એ કલાવાદના અનુગામીઓ પૈકી પૉલ સેઝાં, જ્યૉર્જ…
વધુ વાંચો >