મહેશ ચોકસી
મીતૈ, સાગોલસેમ લનચેનબા
મીતૈ, સાગોલસેમ લનચેનબા (જ. 1961, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના કવિ. તેમના ‘હિ નંગ્બુ હોન્દેદા’ નામક કાવ્યસંગ્રહને ભારતીય સાહિત્ય અકાદમીનો 1999ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે મણિપુર યુનિવર્સિટીમાંથી હિંદી વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. 1987થી તેઓ ‘ધનમંજરી કલા મહાવિદ્યાલય’માં હિંદીના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરે છે. તેઓ મણિપુરી રાઇટર્સ ઍસોસિયેશનના સેક્રેટરી, મણિપુર…
વધુ વાંચો >મીર તકી મીર (1954)
મીર તકી મીર (1954) : ઉર્દૂ લેખક ખ્વાજા અહમદ ફારૂકી(જ. 30 ઑક્ટોબર, 1917)નો અભ્યાસગ્રંથ. મીર તકી મીર વિશેનો આ સર્વપ્રથમ અભ્યાસપૂર્ણ, વિસ્તૃત અને શ્રદ્ધેય ગ્રંથ લેખી શકાય; આ પૂર્વે કવિના જીવનકવન વિશે બહુ થોડા છૂટાછવાયા લેખો લખાયેલા મળે છે. પુસ્તકમાં પાંચ પ્રકરણો પાડવામાં આવ્યાં છે. પ્રથમ પ્રકરણમાં કવિનું જીવન તથા…
વધુ વાંચો >મી લાઈની ઘટના
મી લાઈની ઘટના : વિયેટનામ યુદ્ધમાં અમેરિકાની સંડોવણીની અત્યંત નિર્દય ઘટના. આ ઘટનામાં 16 માર્ચ 1968ના રોજ અમેરિકન પાયદળ ટુકડીએ મી લાઈ 4 નામના ગામડામાં 400 નિ:શસ્ત્ર વિયેટનામી નાગરિકોની સામૂહિક કતલ કરી હતી. અમેરિકન ટુકડીને દક્ષિણ વિયેટનામના ઈશાન કાંઠે આવેલા ક્વાંગ ન્ગાઈ પ્રાંતમાં હેલિકૉપ્ટરથી ઉતારવામાં આવી હતી. આ પ્રદેશ દાયકાઓથી…
વધુ વાંચો >મુક્તિબોધ, શરદચન્દ્ર
મુક્તિબોધ, શરદચન્દ્ર (જ. 1921; અ. 1984) : મરાઠી ભાષાના કવિ, નવલકથાકાર અને વિવેચક. માર્કસવાદ મારફત સામાજિક પ્રતિબદ્ધતા ધરાવતા લેખક તરીકે તેમની નામના હતી. 1947માં નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા પછી તે સરકારી સેવામાં નાયબ ભાષા-નિયામક તરીકે જોડાયા અને 1957થી 1979માં નિવૃત્તિ સુધી નાગપુર મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ‘નવી માળવાત’ (1949)…
વધુ વાંચો >મુખોપાધ્યાય, શીર્ષેન્દુ
મુખોપાધ્યાય, શીર્ષેન્દુ (જ. 2 નવેમ્બર 1935, જિ. મૈમનસિંગ, હવે બાંગ્લાદેશમાં) : બંગાળી સાહિત્યકાર. તેમની નવલકથા ‘માનવજમિન’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી કૉલકાતાની કાલીઘાટ ઓરિયેન્ટલ એકૅડેમીમાં શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારપછી ‘દેશ’ સાપ્તાહિકના મદદનીશ સંપાદક તરીકે જોડાયા. તેમણે લેખન-કારકિર્દીનો પ્રારંભ…
વધુ વાંચો >મુગલી, આર. એસ.
મુગલી, આર. એસ. (જ. 15 જુલાઈ 1906, હોલે, અલૂર, કર્ણાટક; અ. 20 ફેબ્રુઆરી 1992, બૅંગાલુરુ) : ક્ન્નડ ભાષાના કવિ, વિવેચક અને નવલકથાકાર. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે 14 વર્ષની વયે થોડા સમય માટે શાળા-અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી અભ્યાસ શરૂ કરીને તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ., એમ. એ. તથા ડી. લિટ્.ની ડિગ્રી…
વધુ વાંચો >મુત્સુહીટો
મુત્સુહીટો (જ. 3 નવેમ્બર 1852, ક્યોટો, જાપાન; અ. 30 જુલાઈ 1912, ટોકિયો, જાપાન) : જાપાનના સમ્રાટ. જાપાનની આધુનિકતાના તેઓ પ્રતીક બની રહ્યા. તેઓ કેવળ નામધારી (titular) રાજવી કૉમીના પુત્ર હતા અને તેમના વારસ તરીકે ગાદીએ આવ્યા હતા. એક જ વર્ષના ગાળામાં તો તેમણે છેલ્લા શોગુનને પણ ઉથલાવી દીધા. આ શોગુન…
વધુ વાંચો >મૂન, વિલિયમ
મૂન, વિલિયમ (જ. 1818, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1897) : બ્રિટનના મૂન ટાઇપના સંશોધક. 4 વર્ષના હતા ત્યારથી તેમને અંશત: અંધાવસ્થા હતી, પરંતુ 1840માં તેઓ પૂરા અંધ બની ગયા. તે પછી તેઓ અંધ બાળકોને શિક્ષણ આપવા લાગ્યા. ઉપસાવેલા ટાઇપની તત્કાલ પ્રચલિત પદ્ધતિઓથી તેમને સંતોષ ન હતો. તેથી તેમણે રોમન કૅપિટલો પર…
વધુ વાંચો >મૂર, આર્ચી
મૂર, આર્ચી (જ. 13 ડિસેમ્બર 1913 અથવા 1916, બૅનૉઇટ, મિશિગન; અ. 9 ડિસેમ્બર 1998, સૅન ડાયેગો, કેલિફોર્નિયા) : અમેરિકાના જાણીતા મુક્કાબાજ. મૂળ નામ આર્ચિબાલ્ડ લી રાઇટ. તેમના કહેવા મુજબ તેમની સાચી જન્મતારીખ વિશે કોઈ ચોકસાઈ નથી. તેઓ અત્યારે પણ સૌથી મોટી વયના મુક્કાબાજ છે. લાઇટ-હેવી વેટના કોઈ પણ અન્ય ચૅમ્પિયન…
વધુ વાંચો >મૂર, ચાર્લ્સ વિલાર્ડ
મૂર, ચાર્લ્સ વિલાર્ડ (જ. 31 ઑક્ટોબર 1925, બેન્ટન હાર્બર, મિશિગન; અ. 16 ડિસેમ્બર 1993 ઑસ્ટિન, ટેક્સાસ) : અમેરિકાના સ્થપતિ, શિક્ષક અને લેખક. 1960 પછીના દાયકામાં સ્થાપત્યની આંતરરાષ્ટ્રીય શૈલી પરત્વે ઉદભવેલી પ્રતિક્રિયાના તેઓ અગ્રેસર સ્થપતિ હતા. તેમણે રચેલી સુખ-સગવડભરી અને સુંદર દેખાવની ઇમારતો વ્યવસાયી વર્ગમાં તેમજ સામાન્ય પ્રજાવર્ગમાં પ્રભાવક બની રહી.…
વધુ વાંચો >