મહેશ ચોકસી

માઇલસ્ટોન, લૂઇસ

માઇલસ્ટોન, લૂઇસ (જ. 30 સપ્ટેમ્બર 1895, ઑડેસા, રશિયા; અ. 25 સપ્ટેમ્બર 1980) : ફિલ્મ-દિગ્દર્શક. અગાઉ ક્યારેય ન બન્યું હોય તેવું સૌથી પ્રભાવક અને પ્રખ્યાત યુદ્ધવિરોધી ઑસ્કર ઍવૉર્ડ વિજેતા ચલચિત્ર ‘ઑલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’(1930)ના દિગ્દર્શક તરીકે તેઓ વિશ્વવિખ્યાત બન્યા છે. તેમણે અનેક ચિત્રો બનાવ્યાં છે, પણ તે બધાં આ…

વધુ વાંચો >

માઉઝો, દામોદર

માઉઝો, દામોદર (જ. 1 ઑગસ્ટ 1944, મજોર્ધ, ગોવા) : કોંકણી ભાષાના નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. તેમની નવલકથા ‘કાર્મેલિન’ને 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્યના વિષયમાં સ્નાતક થયા. પોતાના વતનમાં તેમણે ધંધો શરૂ કર્યો. તેમણે 2 નવલકથાઓ, ટૂંકી વાર્તાના 2 સંગ્રહો અને બાલસાહિત્યનાં 3…

વધુ વાંચો >

માઉન્ટફર્ડ, ચાર્લ્સ પર્સી

માઉન્ટફર્ડ, ચાર્લ્સ પર્સી (જ. 1890, હૅલૅટ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા; અ. 1976) : માનવવંશવિજ્ઞાની અને લેખક. પોસ્ટ-ઑફિસ માટેના મિકૅનિક તરીકે તે ઑસ્ટ્રેલિયાના મૂળ આદિવાસીઓના પરિચયમાં આવ્યા અને તેમની જીવનશૈલીના નિષ્ણાત જાણકાર બની ગયા. તેમણે 1937માં ગુમ થયેલા સાહસખેડુ લુદવિગ લિચહાર્ટની શોધમાં સાહસ-અભિયાન હાથ ધર્યું; 1938થી 1960ના ગાળા દરમિયાન તેમણે મધ્ય ઑસ્ટ્રેલિયામાં 10…

વધુ વાંચો >

માઉન્ટબૅટન, એડવિના, કાઉન્ટેસ ઑવ્ માઉન્ટબૅટન

માઉન્ટબૅટન, એડવિના, કાઉન્ટેસ ઑવ્ માઉન્ટબૅટન (જ. 1901; અ. 1960) : બર્માના અર્લ માઉન્ટબૅટન લૂઇનાં પત્ની; 1922માં તેમનાં માઉન્ટબૅટન સાથે લગ્ન થયાં હતાં. 1940–42 દરમિયાનના લંડનમાં થયેલા ઉગ્ર અને વિનાશક હવાઈ હુમલા વખતે તેમણે રેડ ક્રૉસ તથા સેંટ જૉન ઍમ્બ્યુલન્સ બ્રિગેડને ગણનાપાત્ર સેવા આપી હતી અને 1942માં એ સંસ્થાનાં તેઓ સુપરિન્ટેન્ડન્ટ-ઇન-ચીફ…

વધુ વાંચો >

માક્કીઆયૉલી

માક્કીઆયૉલી : ઓગણીસમી સદીના ફ્લૉરેન્સના ચિત્રકારોનું જૂથ. ઇટાલીની નિયમપરસ્તીને વરેલી કલા-એકૅડેમી સામે તેમનો ઉગ્ર વિરોધ હતો. સર્જન માટેની પ્રેરણા મેળવવા તે પ્રકૃતિ તરફ વળ્યા. આ જૂથનું વલણ એવું હતું કે રંગના ધબ્બા (ઇટાલિયન શબ્દ macchia, અંગ્રેજી patches) ચિત્રકલાનું સૌથી મહત્વનું પાસું છે. કોઈ પણ ચિત્રની દર્શકના ચિત્ત પર જે છાપ…

વધુ વાંચો >

માટિર માનુષ

માટિર માનુષ (1930) : કાલિંદીચરણ પાણિગ્રહીની ઊડિયા નવલકથા. 1930ના અરસામાં સમગ્ર ભારત બ્રિટિશ શાસન સામેની લડતમાં પ્રવૃત્ત હતું, ત્યારે આ નવલનું પ્રકાશન એક મહત્વની સાહિત્યિક, સામાજિક તથા રાજકીય ઘટના બની રહી. કટક જિલ્લામાં વિટુપા નદીના કાંઠે આવેલા પધાનપરા ગામમાં રહેતા નમ્ર અને રૂઢિપરાયણ ખેડૂત પરિવારની રસપ્રદ કથા આમાં આલેખાઈ છે.…

વધુ વાંચો >

માતહારી

માતહારી (જ. 1876, લ્યૂવૉર્ડન, નેધરલૅન્ડ્ઝ; અ. 1917) (મૂળ નામ – માર્ગારેટ ગર્ટ્ર્યૂડ મેકલૉડ) : મહિલા જાસૂસ. 1905માં તેમણે ફ્રાન્સમાં નૃત્યાંગના તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–16) દરમિયાન યુદ્ધના બંને પક્ષે તેમણે સરકારમાં તથા લશ્કરમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા અનેક અધિકારીઓ સાથે પ્રેમસંબંધ કેળવ્યા હતા. તેઓ જર્મન દેશ માટે જાસૂસી કરવા…

વધુ વાંચો >

માને, લક્ષ્મણ

માને, લક્ષ્મણ (જ. 1949) : મરાઠી લેખક. ‘ઉપરા’ નામની તેમની જીવનકથાને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ મહારાષ્ટ્ર સરકારના સહકાર વિભાગમાં સતારા ખાતે સેવા આપતા હતા. પુણે ખાતેની કેસરી મરાઠા સંસ્થાના એન. સી. કેલકર પુરસ્કારના પણ તેઓ વિજેતા બન્યા હતા, અને તેમને ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી સ્કૉલરશિપ મળી હતી.…

વધુ વાંચો >

મામુ (1913)

મામુ (1913) : ફકીરમોહન સેનાપતિ કૃત ઊડિયા નવલકથા. નોંધપાત્ર બનેલી આ સામાજિક નવલ, લેખકની શ્રેષ્ઠ રચના ‘ચમન અથા ગૂંથા’ના પ્રકાશન પછી 15 વર્ષે પ્રગટ થયેલી ત્રીજી કૃતિ છે; કૌટુંબિક જીવનની આ કથાનું વસ્તુ 1840–1880ના સમયગાળાના ઓરિસાની સામાજિક તથા આર્થિક પરિસ્થિતિની પશ્ચાદભૂમિકામાં આલેખાયું છે. ‘મામુ’(મામા)નાં વસ્તુગૂંથણી, વિષયમાવજત, સમગ્ર રૂપરેખા તથા મનોવલણ…

વધુ વાંચો >

મામ્બ્રો, અરવિંદ

મામ્બ્રો, અરવિંદ (જ. 1938) : કોંકણી સાહિત્યકાર. ‘પણજી આતમ મ્હાતારી જાલ્યા’ નામની તેમની કોંકણી કૃતિને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે પણજી, બેલગામ તથા મુંબઈમાં શિક્ષણ લીધું હતું. મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. થોડો સમય રંગમંચ-કલાકાર તથા આકાશવાણીના કથાલેખક તરીકે પણ કામ કર્યું હતું. 1965થી 1967…

વધુ વાંચો >