મહેશ ચોકસી
બર્નસ્ટાઇન, કાર્લ
બર્નસ્ટાઇન, કાર્લ (જ. 1944, વૉશિંગ્ટન ડી.સી.) : જાણીતા અમેરિકી પત્રકાર અને લેખક. બૉબ વુડ નામના અન્ય એક પત્રકારના સહકાર વડે વૉટરગેટ કૌભાંડ ખુલ્લું પાડનાર પત્રકાર તરીકે તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા. એ કૌભાંડ બહાર આવવાના પરિણામે અમેરિકામાં બંધારણીય કટોકટી ઊભી થઈ હતી અને રિચાર્ડ નિક્સનને પ્રમુખ તરીકે રાજીનામું આપવું પડ્યું હતું.…
વધુ વાંચો >બર્નાર્ડ, એડવર્ડ
બર્નાર્ડ, એડવર્ડ (જ. 1857, નૅશવિલે, ટેનેસી; અ. 1923) : ખ્યાતનામ ખગોળશાસ્ત્રી. તેમણે એક અત્યંત મહત્વની કામગીરીરૂપે સમગ્ર આકાશની પદ્ધતિસર મોજણી (survey) કરી; જે વિસ્તારોમાં તારાનું અસ્તિત્વ ન જણાયું તે વિસ્તારોને તેમણે ‘શ્યામ નિહારિકા’ (Black Nebula) તરીકે ઓળખાવ્યા. તે માટે તેમણે એવું ચોક્કસ તારણ કાઢ્યું કે એ વિસ્તારો ખરેખર તો કોઈ…
વધુ વાંચો >બર્નાર્ડ, ક્રિશ્ચિયન
બર્નાર્ડ, ક્રિશ્ચિયન (જ. 1922, દક્ષિણ આફ્રિકા) : હૃદય-પ્રત્યારોપણના આફ્રિકાના નામાંકિત સર્જન. કેપટાઉન મેડિકલ સ્કૂલમાંથી તે સ્નાતક થયા. અમેરિકામાં સંશોધન કર્યા બાદ, હૃદયની ખુલ્લી શસ્ત્રક્રિયા તથા ખુલ્લા પ્રત્યારોપણ વિશે વધુ કાર્ય કરવા 1958માં તેઓ કેપટાઉન પાછા ફર્યા. ડિસેમ્બર 1967માં તેમણે માનવહૃદયનું સૌપ્રથમ વાર સફળતા-પૂર્વક પ્રત્યારોપણ કર્યું. 18 દિવસ પછી તે દર્દી…
વધુ વાંચો >બર્ની, ચાર્લ્સ
બર્ની, ચાર્લ્સ (જ. 1726, શૉર્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1814) : નિપુણ સંગીતશાસ્ત્રી. પ્રારંભમાં તેમણે ડુરી લેન માટે ‘આલ્ફ્રેડ’, ‘રૉબિન હુડ’ અને ‘ક્વીન મૅબ’ નામની 3 સંગીતરચનાઓ 1745થી ’50 દરમિયાન તૈયાર કરી. 1751–60ના ગાળામાં તેમણે નૉર્ફોક ખાતેની ‘કિંગ્ઝ બિન’ સંસ્થામાં ઑર્ગેનિસ્ટ તરીકે કામગીરી કરી. 1770થી ’72ના ગાળા દરમિયાન ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને…
વધુ વાંચો >બર્નેઝ, એડવર્ડ
બર્નેઝ, એડવર્ડ (જ. 1891, વિયેના; અ. 1995) : જાહેર સંપર્કની પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા. તેઓ સિગ્મંડ ફ્રૉઇડના ભત્રીજા થતા હતા. 1892માં બાળક તરીકે તેમને અમેરિકા લાવવામાં આવ્યા હતા. અમેરિકામાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે જોરદાર પ્રચારકાર્ય કર્યું. 1919માં તેમણે અમેરિકાની જાહેર સંપર્કની સર્વપ્રથમ કંપની શરૂ કરી. તેમણે અને તેમનાં ભાવિ પત્નીએ ભેગાં…
વધુ વાંચો >બર્નેટ, ઍલેસ્ટર
બર્નેટ, ઍલેસ્ટર (જ. 1928) : બ્રિટનના ખ્યાતનામ પત્રકાર અને ટેલિવિઝન-સમાચાર પ્રસારિત કરનારા કસબી. તેમણે ઑક્સફર્ડ ખાતેની વૉર્સેસ્ટ કૉલેજ ખાતે અભ્યાસ કર્યો. પછી 1965–1974 દરમિયાન તેમણે ‘ધી ઇકૉનોમિસ્ટ’ના અને 1947–1976ના ગાળામાં ‘ધ ડેલી એક્સપ્રેસ’ના તંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તે ‘આઇ. ટી. એન.’માં સમાચાર-પ્રસારક તરીકે જોડાયા ત્યારે તેમની પ્રતિભા સમગ્ર રાષ્ટ્રમાં ઝળકી…
વધુ વાંચો >બર્લેસ્ક
બર્લેસ્ક : પ્રહસનપ્રચુર વિડંબનારૂપ મનોરંજનલક્ષી રચના. આ સંજ્ઞાનું મૂળ જોવાયું છે ઇટાલિયન શબ્દ burlesco burlaમાં : તેનો અર્થ થાય છે ઠેકડી અથવા મજાક. તે કોઈ સાહિત્યિક કે સંગીતબદ્ધ રચનાની અતિશયોક્તિપૂર્ણ-અનુકરણરૂપ ઉપહાસિકા જેવી રચના હોય છે અને તેનાં શૈલી તથા ભાવ પૅરડી કરતાં વિસ્તૃત અને જોશીલાં હોય છે. મોટાભાગે તે રંગભૂમિના…
વધુ વાંચો >બાઉડલર, ટૉમસ
બાઉડલર, ટૉમસ (જ. 1754, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1825) : વિદ્વાન સાહિત્ય-રસિક અંગ્રેજ તબીબ. તેમણે કારકિર્દીનો આરંભ કર્યો તબીબ તરીકે, પણ તેમાંથી નિવૃત્ત થઈ, સાહિત્યિક કામગીરી પાછળ સંપૂર્ણ સમય અને ધ્યાન આપવા માટે ‘આઇલ ઑવ્ રાઇટ’માં જઈને વસ્યા. 10 ગ્રંથો રૂપે પ્રગટ થયેલ ‘ધ ફૅમિલી શેક્સપિયર’ (1818) દ્વારા તેમણે અપાર નામના…
વધુ વાંચો >બાઉશ, પિના
બાઉશ, પિના (જ. 1940, સૉલિન્ઝન, જર્મની) : અગ્રણી નૃત્યનિયોજક અને નર્તકી. તેમનું લાડકું નામ હતું ‘ફિલિપિન બાઉશ’. જર્મનીમાં ઇસેન ખાતે થોડો વખત અભ્યાસ કર્યા પછી તેઓ ન્યૂયૉર્ક સિટી ગયાં. થોડો સમય તેઓ મેટ્રોપૉલિટન ઑપેરા બૅલે કંપની સાથે સંકળાયેલાં રહ્યાં; ત્યારબાદ અમેરિકાના નૃત્ય-નિયોજક પૉલ ટેલર સાથે જોડાયાં. છેવટે તેઓ ઇસેન પાછાં…
વધુ વાંચો >બાકમાન, ઇંગબૉર્ગ
બાકમાન, ઇંગબૉર્ગ (જ. 25 જૂન 1926, ક્લૅજનફર્ટ, ઑસ્ટ્રિયા; અ. 16 ઑક્ટોબર 1973) : યુદ્ધ પછીના ઑસ્ટ્રિયાનાં એક સૌથી અગ્રણી લેખિકા. તેમણે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં સર્જન કર્યું છે, પણ તેમની ઊર્મિકવિતા સૌથી વિશેષ જાણીતી છે. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘બૉરૉડ ટાઇમ્સ’(1953)થી જ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી. તેમનાં કાવ્યો ભાષાકીય બારીક ચોકસાઈના કારણે…
વધુ વાંચો >