ભૌતિકશાસ્ત્ર

રુન્કૉર્ન સ્ટેનલી કીથ

રુન્કૉર્ન સ્ટેનલી કીથ (જ. 19 નવેમ્બર 1922, સાઉથ પૉર્ટ, લકેશાયર, ઇંગ્લૅન્ડ) : પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવર્તક ઉત્ક્રમણો(reversals)નો પુરાવો આપનાર પ્રથમ બ્રિટિશ ભૂભૌતિક વિજ્ઞાની (geophysicist). આવા ઉત્ક્રમણને ભૂભૌતિક ધ્રુવીય (polar) ઉત્ક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1956થી 196૩ સુધી તે ડર્હાહામ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગના નિયામક તરીકે રહ્યા. પછી તે 196૩માં ન્યૂકૅસલ…

વધુ વાંચો >

રુબિયા, કાર્લો

રુબિયા, કાર્લો (જ. ૩1 માર્ચ 19૩4, ગોરિઝિયા, ઇટાલી) : મંદ આંતરક્રિયાના સંવાહકો તરીકે ક્ષેત્ર-કણો (field-particles) W અને Zની શોધ બદલ સાઇમન વાન દર મીર સાથે 1984નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઇટાલિયન ભૌતિકવિજ્ઞાની. કાર્લોએ સ્નાતક સુધીનું શિક્ષણ કોલંબિયા અને રોમ યુનિવર્સિટીમાંથી લીધું. 1960થી તેમણે CERN(જિનીવા)માં સંશોધક ભૌતિકવિજ્ઞાની તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેમણે…

વધુ વાંચો >

રુસ્કા અર્ન્સ્ટ

રુસ્કા અર્ન્સ્ટ (જ. 25 ડિસેમ્બર 1906; અ. 27 મે 1988, વેસ્ટ બર્લિન) : ઇલેક્ટ્રૉન-પ્રકાશિકી(electron optics)માં મૂળભૂત સંશોધનકાર્ય અને પ્રથમ ઇલેક્ટ્રૉન-માઇક્રોસ્કોપની રચના કરવા બદલ અન્ય બે વિજ્ઞાનીઓ સાથે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના પ્રારંભકાળમાં પરમાણુની આંતરિક સંરચના સ્પષ્ટ થઈ. વિજ્ઞાનીઓને ખ્યાલ આવ્યો કે પરમાણુની…

વધુ વાંચો >

રેઇનવૉટર જેમ્સ

રેઇનવૉટર જેમ્સ (જ. 9 ડિસેમ્બર 1917, કાઉન્સિલ, ઇડાહો, યુ.એસ.; અ. 31 મે 1986, યૉન્કર્સ, ન્યૂયૉર્ક) : ઈ. સ. 1975નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર, અમેરિકન નાગરિકત્વ ધરાવનાર ભૌતિકવિજ્ઞાની. પારમાણ્વિક ન્યૂક્લિયસમાં સામૂહિક ગતિ અને કણગતિ વચ્ચેના સંબંધ(જોડાણ)ને લગતી શોધ તથા આ સંબંધ ઉપર આધારિત પારમાણ્વિક ન્યૂક્લિયસની સંરચનાના વિકાસને લગતી શોધ બદલ તેમને…

વધુ વાંચો >

રેખા-વિસ્તરણ (line broadenning)

રેખા-વિસ્તરણ (line broadenning) : વર્ણપટવિજ્ઞાન મુજબ ઉત્સર્જન-રેખાનું મોટી તરંગલંબાઈ કે આવૃત્તિના પ્રદેશમાં થતું વિસ્તરણ. વર્ણપટ-રેખાના કેન્દ્રથી બન્ને બાજુ, જ્યાં કેન્દ્રની તીવ્રતા કરતાં અડધી તીવ્રતા મળતી હોય તેવાં બે બિંદુઓ વચ્ચેના અંતરને તે રેખાની પહોળાઈ તરીકે લેવામાં આવે છે. કોઈ પણ વર્ણપટ-રેખા સંપૂર્ણ તીવ્ર હોતી નથી, અર્થાત્ તેની આવૃત્તિ તદ્દન એક…

વધુ વાંચો >

રેડિયલ, તરંગફલન (radial wave-function) R(r) અથવા R(nl)

રેડિયલ, તરંગફલન (radial wave-function) R(r) અથવા R(nl) : પરમાણુના નાભિકથી તેના અંતરના ફલન (function) તરીકે ઇલેક્ટ્રૉનની વર્તણૂક દર્શાવતું તરંગફલન. પરમાણુઓ અથવા અણુઓમાંના ઇલેક્ટ્રૉનની વર્તણૂક સમજવા માટે ક્વૉન્ટમ યાંત્રિકીનો ઉપયોગ થાય છે. આ સિદ્ધાંત પ્રણાલીના ક્વૉન્ટીકૃત (quantized) ઊર્જાસ્તરોની આગાહી કરે છે. અહીં અણુ કે પરમાણુની કક્ષકોમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રૉનની ગતિ વર્ણવવામાં…

વધુ વાંચો >

રેડિયો-ઍક્ટિવ કચરો (radio-active waste)

રેડિયો-ઍક્ટિવ કચરો (radio-active waste) : ન્યૂક્લિયર બળતણની દહન-પ્રક્રિયા દરમિયાન રિઍક્ટરમાં આડપેદાશ રૂપે નીપજતાં હાનિકારક રેડિયો-ઍક્ટિવ તત્વો. સામાન્ય રીતે ભૌતિક પદાર્થો કે રસાયણોના ઉત્પાદન તેમજ બીજી ઔદ્યોગિક ગતિવિધિઓના કારણે આડપેદાશ રૂપે જે કચરો ઉત્પન્ન થાય છે તે માનવજીવન તેમજ પર્યાવરણ માટે હાનિકારક હોય છે. આ કચરો ઝેરી હોય કે સળગી જાય…

વધુ વાંચો >

રેડિયો-ઍક્ટિવ કાલગણના (radio active dating)

રેડિયો-ઍક્ટિવ કાલગણના (radio active dating) : રેડિયો-ઍક્ટિવ ન્યૂક્લાઇડોની મદદ વડે કોઈ પણ પ્રાચીન ખડક કે વનસ્પતિની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ. યુરેનિયમ, રેડિયમ જેવાં ભારે તત્વો રેડિયો-ઍક્ટિવ હોય છે, અર્થાત્ આપમેળે તેમાંથી વિકિરણો નીકળે છે. આ પ્રક્રિયામાં એક તત્વનું બીજા તત્વમાં રૂપાંતરણ થાય છે. દરેક રેડિયો-ઍક્ટિવ તત્વને પોતાનો અર્ધજીવનકાળ અથવા અર્ધઆયુષ્ય…

વધુ વાંચો >

રેડિયો-ઍક્ટિવ ક્ષય

રેડિયો-ઍક્ટિવ ક્ષય : યુરેનિયમ, થોરિયમ, રેડિયમ જેવાં ભારે તત્વોમાં પરમાણુઓની સ્વયંભૂ વિભંજન થવાની ઘટના. આવી પ્રક્રિયા અથવા રેડિયો-ઍક્ટિવ ક્ષયને કારણે તત્વનો પરમાણુ-ક્રમાંક બદલાય છે. પરિણામે એક તત્વનું બીજા તત્વમાં રૂપાંતર થાય છે. ક્ષયની પ્રક્રિયા દરમિયાન વિકિરણનું ઉત્સર્જન થાય છે. આ વિકિરણમાં આલ્ફા, બીટા અને ગૅમાનો સમાવેશ થાય છે. આલ્ફા અને…

વધુ વાંચો >

રેડિયો-ઍક્ટિવ તત્વો

રેડિયો-ઍક્ટિવ તત્વો : રેડિયો-સક્રિયતા ધરાવતાં એવાં તત્ત્વો કે જેમના પરમાણુઓ અસ્થિર હોઈ વધારાની ઊર્જા સ્વયંભૂપણે (spontaneously) આલ્ફા (α), બીટા (β) કે ગૅમા (β) – વિકિરણ રૂપે ઉત્સર્જિત કરે છે. જો પરમાણુ α-કણ (હીલિયમ નાભિક) ઉત્સર્જિત કરે તો તેના પરમાણુક્રમાંક(atomic number)માં 2 એકમનો અને પરમાણુભાર(atomic weight)માં 4 એકમનો ઘટાડો થાય છે.…

વધુ વાંચો >