ભૌતિકશાસ્ત્ર

દ’ બ્રોલ્યી, લૂઈ વિક્તોર

દ’ બ્રોલ્યી, લૂઈ વિક્તોર (જ. 15 ઑગસ્ટ 1892, ડીએપ સેન મરીન, ફ્રાન્સ; અ. 19 માર્ચ 1987, પૅરિસ) : ઇલેક્ટ્રૉન, જે એક કણ છે, તેના તરંગસ્વરૂપની શોધ માટે, ભૌતિકશાસ્ત્રના 1929ના નોબેલ પુરસ્કારવિજેતા. લુઈ ચૌદમાએ તેમના કુટુંબને ‘અમીર’નું બિરુદ આપ્યું હતું. તેમણે ફ્રાન્સના લશ્કરમાં તેમજ સરકારમાં મુત્સદ્દી તરીકે સેવાઓ આપી હતી. ફ્રેન્ચ…

વધુ વાંચો >

દહન

દહન (combustion) : વાયુમય, પ્રવાહી કે ઘન સ્વરૂપમાં હોય એવા કોઈ પણ પદાર્થની બળવાની ક્રિયા. દહન દરમિયાન દહનશીલ પદાર્થ-(ઇંધન)નું ઉપચયન થાય છે અને ઉષ્મા તથા કોઈ વાર પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે. આ ઉપચયનકારક પદાર્થ ઑક્સિજન જ હોય તે આવશ્યક નથી; ઑક્સિજન કોઈ રાસાયણિક સંયોજનનો એક ભાગ હોઈ શકે (દા.…

વધુ વાંચો >

દળમાપકો

દળમાપકો : જુઓ, તુલા.

વધુ વાંચો >

દાબતરંગ

દાબતરંગ : જુઓ, તરંગ (wave).

વધુ વાંચો >

દાબમાપકો

દાબમાપકો (instruments for measuring pressure) : દબાણ માપવાનાં સાધનો. દાબમાપકો સામાન્યત: બે પ્રકારનાં હોય છે : (1) પ્રવાહી દાબમાપક (liquid pressure gauge), (2) વાતાવરણ દાબમાપક (atmospheric pressure gauge). (1) પ્રવાહી દાબમાપક : પ્રવાહીનું દબાણ માપવા માટે સામાન્ય રીતે પ્રવાહી મૅનોમીટર (water manometer)નો ઉપયોગ થાય છે. તેની રચનામાં અંગ્રેજી U આકારમાં…

વધુ વાંચો >

દાલેન, નીલ ગુસ્તાવ

દાલેન, નીલ ગુસ્તાવ (Dalen Nils Gustaf) (જ. 30 નવેમ્બર 1869, સ્ટેમસ્ટૉર્પ, સ્વીડન; અ. 9 ડિસેમ્બર 1937, સ્ટૉકહોમ) : દીવાદાંડી તથા જહાજને પ્રદીપ્ત કરવા, સ્વયંસંચાલિત નિયંત્રક(automatic regulators)ની શોધ માટે, ઈ. સ. 1912ના ભૌતિકશાસ્ત્ર વિષયમાં નોબેલ પુરસ્કાર વિજેતા. ખેડૂતપુત્ર હોવાથી ડેરીઉદ્યોગનો અભ્યાસ કરવા માટે ‘સ્કૂલ ઑવ્ ઍગ્રિકલ્ચર’માં જોડાયા, પરંતુ પાછળથી ગુસ્તાવ દ…

વધુ વાંચો >

દિશાનિર્ધારણ

દિશાનિર્ધારણ (direction-finding) હવાઈ કે દરિયાઈ જહાજ તેની મુસાફરી દરમિયાન તેના માર્ગમાં કયે સ્થળે આવેલું છે તેમ જ આગળ કઈ દિશામાં જઈ રહ્યું છે તે નિશ્ચિત કરતી એક સંરચના. દિશાનિર્ધારણ ત્રણ જુદી જુદી રીતે થઈ શકે છે. (1) દિગ્ધર્મી ઍન્ટેના, (2) ઉપગ્રહ અને (3) રડાર વડે. કાર કે બસના કિસ્સામાં દિશાનિર્ધારણ…

વધુ વાંચો >

દીર્ઘકાલીન પરિવર્તન

દીર્ઘકાલીન પરિવર્તન (secular changes) : ઘણો વધારે અર્ધ-જીવનકાળ ધરાવતાં રેડિયોઍક્ટિવ વિભંજનશીલ તત્વોમાં, લાંબા સમય બાદ થતો ફેરફાર. ભારે અસ્થાયી રેડિયોઍક્ટિવ તત્વોની ન્યૂક્લિયસમાંથી આલ્ફા અને બીટા જેવા અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારિત કણો અને γ (ગૅમા) વિકિરણ-ઊર્જાના ઉત્સર્જનની ઘટનાને રેડિયોઍક્ટિવિટી કહે છે. આ તત્વને રેડિયોઍક્ટિવ કહે છે. જે સમય દરમિયાન તત્વ(કે…

વધુ વાંચો >

દીવા

દીવા (lamps) : હજારો વર્ષ પૂર્વે જ્યારે સૂર્ય કે ચંદ્રના પ્રકાશનો અન્ય કોઈ વિકલ્પ ન હતો ત્યારે તે પ્રકાશ દરમિયાન મનુષ્યો દિવસે કે રાત્રે વિવિધ કાર્ય કરી શકતા હતા, પરંતુ સૂર્યાસ્ત થતાં કે રાત્રિના અંધકાર દરમિયાન અંધકાર છવાય ત્યારે તેમનાં સમગ્ર કાર્ય બંધ થઈ જતાં. જૂના ઇતિહાસના આધારે સંશોધન દ્વારા…

વધુ વાંચો >

દૂરબીન

દૂરબીન (Telescope) : દૂરની વસ્તુ નજીક દેખાય તે માટેનું સાધન. દૂરની વસ્તુનું પ્રતિબિંબ મેળવી તેનું આવર્ધન (magnification) કરવાથી આવું બની શકે છે. ફક્ત સુપરિચિત તારાઓ અને ગ્રહોનો જ અભ્યાસ નહિ, પરંતુ અન્ય અનેક અવકાશી પિંડ, જે દૂરબીન વગર જોઈ શકાતા નથી તેમનો અભ્યાસ પણ ખગોળવેત્તા માટે આ સાધનને કારણે શક્ય…

વધુ વાંચો >