ભૌતિકશાસ્ત્ર
તારકવૃંદ
તારકવૃંદ (steller association) : નોંધપાત્ર વિસ્તારમાં છૂટાછવાયા આવેલ વ્યક્તિગત તારાઓનાં લક્ષણ તથા તેમની ગતિની જાણકારીને આધારે નિર્માણ થતું તારાઓનું જૂથ. આમ સમાન લક્ષણો અને સમાન ગતિવાળા તારાઓનું વૃંદ રચાય છે. સૌપ્રથમ 1920માં જોવા મળ્યું હતું કે યુવાન, ઉષ્ણ અને વાદળી તારાઓ એકસાથે જોવા મળે છે. આ તારાઓને (O) અને B…
વધુ વાંચો >તારકો
તારકો (stars) : અવકાશમાં સ્વ-ગુરુત્વને લીધે જકડાઈ રહેલા વાયુના તાપોદ્દીપ્ત જંગી ગોળા. દૂર અને અતિદૂર આવેલા અબજો તારા હકીકતે મહાકાય પિંડ છે પણ પૃથ્વી ઉપરથી જોતાં પ્રકાશના માત્ર બિંદુ જેવડા દેખાય છે. દૂરબીન વડે પણ તે બિંદુવત્ લાગે છે. અવકાશમાં આશરે 200 પરાર્ધ (= 2 × 1020) તારક હોવાનો અંદાજ…
વધુ વાંચો >તારસંચાર
તારસંચાર (telegraphy) : બે અથવા વધુ ભૂમિમથકો વચ્ચે સંદેશા કે માહિતીનું આદાનપ્રદાન કરવાની એક એવી પદ્ધતિ કે જેમાં વિદ્યુતીય આવેગો (impulses) રૂપે સંકેતો (signals) મોકલવામાં અને મેળવવામાં આવે છે. ‘‘Telegraphy’’ શબ્દનો અર્થ ‘‘far-off writing’’ થાય છે. દૂરસંચાર (telecommunications) તરીકે ઓળખાતી વ્યાપક પદ્ધતિઓ પૈકીની આ એક સરળ પદ્ધતિ છે. 1838માં સેમ્યુઅલ…
વધુ વાંચો >તારાગુચ્છ
તારાગુચ્છ (star cluster) : ગુરુત્વાકર્ષણબળને લીધે પુષ્પગુચ્છની જેમ પકડમાં રહેલા તારાઓનું જૂથ. તારાગુચ્છના મુખ્ય બે પ્રકાર છે : (1) વિવૃત (open) ગુચ્છ, જેમાં એકાદ ડઝનથી સેંકડો સુધી તારાની સંખ્યા હોય છે. આવા ગુચ્છમાં તારાઓ ગમે તે રીતે ગોઠવાયેલા હોય છે. (2) ગોળાકાર (globular) ગુચ્છ, જેમાં તારાઓની સંખ્યા હજારોથી લાખો સુધી…
વધુ વાંચો >તારાપુર વિદ્યુતમથક
તારાપુર વિદ્યુતમથક : જુઓ, પરમાણુ વિદ્યુતમથકો
વધુ વાંચો >તારાવિશ્વ
તારાવિશ્વ (galaxy) : વિશ્વના દરેક પ્રકારનાં દ્રવ્ય, રજકણો તથા વાયુ સહિત, સ્વ-ગુરુત્વને લીધે, સંકલિત થયેલ તારાઓનો સમૂહ. ખાસ કરીને વિશાળ તારાવિશ્વો સંમિતિ (symmetry) અને નિયમિતતા ધરાવે છે. તેમનો વ્યાસ કેટલાક હજારથી પાંચ લાખ પ્રકાશવર્ષ જેટલો હોય છે. એક પ્રકાશવર્ષ એટલે પ્રકાશે શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલું અંતર, એટલે કે આશરે 9460…
વધુ વાંચો >તારાવિશ્વ-નિર્દેશાંકો
તારાવિશ્વ-નિર્દેશાંકો (galactic coordinators) : તારાવિશ્વનું સ્થાન દર્શાવતા યામો. તારાવિશ્વનાં સ્થાન વિષુવાંશ (right ascension–RA) અને વિષુવલંબ (declination-D)માં દર્શાવવામાં આવે છે, જેને તારાવિશ્વના નિર્દેશાંકો કહે છે; દા. ત., તારાવિશ્વના ઉત્તરધ્રુવના નિર્દેશાંક RA 12 કલાક 49 મિનિટ અને D. + 27° 24´ છે. તારાવિશ્વના શૂન્યતા-નિર્દેશાંકો, જે તારાવિશ્વની નાભિની દિશા દર્શાવે છે, તેના RA…
વધુ વાંચો >તારાવિશ્વ પ્રભામંડળ
તારાવિશ્વ પ્રભામંડળ (galactic halo) : તારાવિશ્વની આસપાસ ફેલાતો પ્રકાશ. તારાવિશ્વની નાભિ અને સપાટીની આસપાસ આવેલા તારાઓ અને તારાઓના ઝૂમખાથી ઉદભવતા પ્રકાશને તારાવિશ્વ પ્રભામંડળ કહે છે. તારાવિશ્વ પ્રભામંડળ, 200,000 પ્રકાશ-વર્ષ અંતર સુધી વિસ્તરેલા અજ્ઞાત પદાર્થ(dark matter)માંથી, પણ ઉદભવતું હોવાનું મનાય છે. દીપક ભદ્રશંકર વૈદ્ય
વધુ વાંચો >તારાસમુદાય 1 અને 2
તારાસમુદાય 1 અને 2 : વય અને સ્થાન પ્રમાણે પાડવામાં આવેલા તારાના, બે વિભાગો, તારાઓને તેમનાં વય અન સ્થાન પ્રમાણે જુદા જુદા સમુદાયમાં વહેંચવામાં આવે છે. તારાઓના બે મુખ્ય સમુદાય છે : સમુદાય 1 : આમાં મુખ્યત્વે નવા તારાઓ જે તારાવિશ્વના તળમાં આવેલા છે તેમનો સમાવેશ થાય છે. સમુદાય 2…
વધુ વાંચો >તારાસારણી
તારાસારણી (star catalogue) : તારાઓની માહિતી આપતી સારણી. તારાઓની સંખ્યા ઘણી વધારે હોવાથી તેની સારણી, વર્ગીકરણ, નામકરણ વગેરે બનાવવામાં ઘણી મુશ્કેલી રહે છે. વળી કોઈ પણ એક જ પદ્ધતિમાં કે સારણીમાં બધા તારાઓને સમાવી શકાતા નથી. તારાસારણી મુખ્યત્વે તારાની તેજસ્વિતા પ્રમાણે અને વર્ણપટના આધારે તૈયાર કરવામાં આવે છે. મુખ્ય તારાસારણી…
વધુ વાંચો >