ભૌતિકશાસ્ત્ર

ગ્લૅશો, શેલ્ડન એલ.

ગ્લૅશો, શેલ્ડન એલ. (જ. 5 ડિસેમ્બર 1932, ન્યૂયૉર્ક, મેનહટન, યુ.એસ.) : વિદ્યુત્-ચુંબકત્વ અને મંદ-ન્યૂક્લિયર આંતરક્રિયાના એકીકૃત (unified) વાદ(QCD)ના રચયિતા અમેરિકન ભૌતિકવિજ્ઞાની અને સ્ટીવન વિનબર્ગ તથા અબ્દુસ સલામ સાથે 1979ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમના પિતાનું નામ લેવિસ ગ્લાશો અને માતાનું નામ બેલાની રૂબિન હતું. તે યહૂદી હતાં. ગઈ સદીના આરંભે રશિયાથી…

વધુ વાંચો >

ગ્લૅસર, ડોનાલ્ડ આર્થર

ગ્લૅસર, ડોનાલ્ડ આર્થર(Glacer, Donald Arthur) (જ. 21 સપ્ટેમ્બર 1926, ક્લીવલૅન્ડ, ઓહાયો, યુ. એસ.; અ. 28 ફેબ્રુઆરી 2013 બર્કલી, કેલિફોર્નિયા) : નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન ભૌતિકશાસ્ત્રી. ચેતાજીવવિજ્ઞાની અને બબલ ચેમ્બરના શોધક. અવપારમાણ્વિક (subatomic) કણોની વર્તણૂકના અવલોકનમાં વપરાતા, ‘બબલ ચેમ્બર’ નામના સંશોધન-ઉપકરણની શોધ માટે તેમને ચોત્રીસ વર્ષની યુવાન વયે 1960નો ભૌતિકશાસ્ત્ર વિષયનો…

વધુ વાંચો >

ગ્લૉબર રૉય જે.

ગ્લૉબર રૉય જે. (Glauber, Roy J.) (જ. 1 સપ્ટેમ્બર 1925, ન્યૂયૉર્ક, યુ. એસ. એ., અ. 26 ડિસેમ્બર 2018, ન્યૂટન, મેસેચ્યુસેટસ, યુ. એસ. એ.) : અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2005ના નોબેલ પુરસ્કારના વિજેતા. ક્વૉન્ટમ સિદ્ધાંતની પ્રકાશીય (optical) સંબદ્ધતા(coherence)ના ક્ષેત્રે આપેલા મહત્વના ફાળા બદલ જ્હૉન એલ. હૉલ અને થિયૉડૉર હાન્શની ભાગીદારીમાં…

વધુ વાંચો >

ઘન-અવસ્થા જ્ઞાપકો (solid-state detectors)

ઘન-અવસ્થા જ્ઞાપકો (solid-state detectors) : ભિન્ન તીવ્રતા અને ભિન્ન તરંગલંબાઈવાળા વિકિરણના જ્ઞાપન માટે યોગ્ય ઘન પદાર્થો કે તેમના મિશ્રણમાંથી તૈયાર કરેલી અર્ધવાહક રચનાઓ (semiconductors devices). વિકિરણને દ્રવ્યની ઉપર આપાત કરતાં, તેની અને દ્રવ્યની ઇલેક્ટ્રૉન-સંરચના (electronic configuration) વચ્ચે આંતરક્રિયા (interaction) થાય છે, જે વિકિરણ અને દ્રવ્યના પ્રકાર ઉપર આધારિત હોય છે.…

વધુ વાંચો >

ઘન-અવસ્થા પ્રયુક્તિઓ (solid state devices)

ઘન-અવસ્થા પ્રયુક્તિઓ (solid state devices) ટ્રાન્ઝિસ્ટર, સંકલિત પરિપથ (integrated circuits), ઑપ્ટોઇલેક્ટ્રૉનિક, સૂક્ષ્મતરંગ તથા દિષ્ટકારક (rectifier) જેવા અને અર્ધવાહક (semi-conductor) દ્રવ્યમાંથી બનાવેલ ઇલેક્ટ્રૉનિક ઘટકો. અર્ધવાહકો : અર્ધવાહક દ્રવ્ય એટલે લાકડું, કાચ, પ્લાસ્ટિક અને રબર જેવા મંદવાહક પદાર્થો કરતાં વધારે સારું વિદ્યુતવાહક દ્રવ્ય; પણ ચાંદી, તાંબું કે પારા જેવા સુવાહક પદાર્થો કરતાં…

વધુ વાંચો >

ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્ર (solid state physics)

ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્ર (solid state physics) ઘનપદાર્થના રાસાયણિક, ભૌતિક, પરાવૈદ્યુત, સ્થિતિસ્થાપક, યાંત્રિક, ચુંબકીય અને ઉષ્મીય ગુણધર્મોનો અભ્યાસ તથા મૂળભૂત ભૌતિક નિયમોના સંદર્ભમાં તેમની સ્પષ્ટતા. ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્રમાં પદાર્થના બંધારણ ઉપર આધારિત ગુણધર્મોને બદલે સંયોજનોના વિશાળ સમૂહના સામાન્ય ગુણધર્મો ઉપર ભાર મુકાયો છે. ઘન પદાર્થના બંધારણીય ગુણધર્મોનો અભ્યાસ ઘન-અવસ્થા રસાયણ-શાસ્ત્રમાં થાય છે, જ્યારે…

વધુ વાંચો >

ઘનતા (density)

ઘનતા (density) : પદાર્થના એકમ કદ(volume)માં રહેલું દ્રવ્ય (matter) કે દળ (mass). પદાર્થના દળને તેના કદ વડે ભાગવાથી ઘનતાનું મૂલ્ય મળે છે. તેથી ઘનતા માટેનું સૂત્ર : ઘનતાના આ મૂલ્યને નિરપેક્ષ ઘનતા (absolute density) કહે છે. કોઈ પદાર્થની સાપેક્ષે મેળવવામાં આવતી ઘનતાને સાપેક્ષ ઘનતા (relative density) કહે છે. S. I.…

વધુ વાંચો >

ઘનતામાપકો

ઘનતામાપકો : અન્ય પદાર્થોથી ખનિજની ભિન્નતા દર્શાવતો ભૌતિક ગુણધર્મ તે ઘનતા. તેનું માપ કરનાર ઉપકરણો તે ઘનતામાપકો. કોઈ નિયમિત આકારના પદાર્થનું દળ ભૌતિક તુલા (physical balance) અથવા કમાન કાંટા (spring balance) વડે નક્કી કરવામાં આવે છે. આકારને અનુરૂપ નિશ્ચિત ગણિતીય સૂત્રનો ઉપયોગ કરીને કદ શોધવામાં આવે છે. દળને કદ વડે…

વધુ વાંચો >

ઘન દ્રાવણ (solid solution)

ઘન દ્રાવણ (solid solution) : બે કે વધુ પદાર્થોનું આણ્વિક કક્ષાએ એકબીજા સાથે મિશ્રણ કરતાં ઉદભવતો નવો ઘન પદાર્થ. સ્ફટિકરચનામાં એક ઘટકના પરમાણુઓ, આયનો કે અણુઓ, સામાન્યત: બીજા ઘટકના લૅટિસ સ્થાનમાં ગોઠવાયેલા હોય છે. અમુક મિશ્રધાતુઓ (alloys) એક ધાતુનું બીજી ધાતુમાં આવેલું મિશ્રણ છે. સમરૂપી ક્ષારો (isomorphic salts) પણ કેટલીક…

વધુ વાંચો >

ઘસારો (wear)

ઘસારો (wear) : સરકવાની પ્રક્રિયાને કારણે ઘન સપાટીમાંથી થતું દ્રવ્યનું ખવાણ. મોટરકાર, વૉશિંગ મશીન, ટેપરેકર્ડર, કૅમેરા, કપડાં વગેરે નકામાં બની જવાનું આ મુખ્ય કારણ છે. ઘસારાની ઘટનાના થોડાક ઉપયોગ છે પરંતુ મહદંશે તે એક અનિષ્ટ છે અને તેની અસરો નિવારવા માટે મોટા પ્રમાણમાં માનવશક્તિ અને દ્રવ્યશક્તિ વેડફાઈ જાય છે. ઘણાંબધાં…

વધુ વાંચો >