ભૌતિકશાસ્ત્ર

ગતિ-સમીકરણ

ગતિ-સમીકરણ (equation of motion) : આપેલા નિર્દેશતંત્રને સાપેક્ષ કોઈ પદાર્થનું સ્થાન, વેગ કે પ્રવેગનું નિરૂપણ કરતું ગણિતીય સૂત્ર. ન્યૂટનના બીજા નિયમના કથન અનુસાર કોઈ પદાર્થ ઉપર લાગતું બળ F પદાર્થના દ્રવ્યમાન m અને તેના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ aના ગુણાકાર બરાબર હોય છે, માટે F = ma. પ્રાચીન યંત્રશાસ્ત્રમાં આ પાયાનું…

વધુ વાંચો >

ગન અસર

ગન અસર (Gunn effect) : કેટલાક અર્ધવાહક (semi-conductor) પદાર્થમાંથી વહેતી વીજધારા(electric current)ના ઉચ્ચ આવૃત્તિવાળા દોલન દ્વારા, માઇક્રોવેવ તરીકે ઓળખાતા એક પ્રકારના ટૂંકા રેડિયોતરંગો ઉત્પન્ન કરતી અસર. ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid-state physics)ની ગન ડાયૉડ તરીકે ઓળખાતી પ્રયુક્તિ(device)માં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે. બી. ગન નામના વિજ્ઞાનીએ 1960ના પ્રારંભે આ અસરની શોધ કરી…

વધુ વાંચો >

ગલન

ગલન (melting) : ઘન પદાર્થની પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામવાની ક્રિયા. આ ઘટના સ્ફટિકીકરણથી ઊલટી છે. શુદ્ધ ઘન પદાર્થને ગરમી આપવામાં આવતાં તેની અંદરના કણોની સરેરાશ આંદોલનીય ઊર્જા વધતી જાય છે અને છેલ્લે એક એવી પરિસ્થિતિ સર્જાય છે કે જ્યારે સ્ફટિકમાંના કણો તેમનાં પરિરોધી (confining) બળોની ઉપરવટ જઈ શકે તેટલી ઊર્જા…

વધુ વાંચો >

ગલનબિંદુ

ગલનબિંદુ (melting point) : ઘન પદાર્થ પીગળવાની શરૂઆત કરે અને પ્રવાહીરૂપ ધારણ કરે તે તાપમાન. ઘન પદાર્થનું સમગ્રપણે પ્રવાહીમાં રૂપાંતર (transformation) થતું રહે ત્યાં સુધી આ તાપમાન અચળ રહેતું હોય છે અને પદાર્થને ઉષ્મા આપવા છતાં તે ઉષ્મા થરમૉમિટર ઉપર નોંધાતી નથી. આમ ગલનબિંદુ તાપમાને પીગળી રહેલા ઘન પદાર્થને આપવામાં…

વધુ વાંચો >

ગાઇગર-મુલર ગણક

ગાઇગર-મુલર ગણક (Geiger-Mટller counter) : બીટા-કણ અને બ્રહ્માંડ કિરણો (cosmic rays) જેવાં વિકિરણની તીવ્રતા (intensity) માપવા માટેનું ઉપકરણ. હાન્સ ગાઇગર અને વિલ્હેલ્મ મુલર નામના બે જર્મન ભૌતિકશાસ્ત્રીઓની આ શોધ હોવાથી, ઉપકરણનું નામાભિધાન તેમનાં નામ ઉપરથી કરવામાં આવેલું છે. તેનો ઉપયોગ પ્રયોગશાળાના એક સાધન તરીકે, રેડિયોઍક્ટિવ ખનિજની શોધ માટેનો, ધાતુનાં પતરાંનો…

વધુ વાંચો >

ગાઇગર, હાન્સ વિલ્હેલ્મ

ગાઇગર, હાન્સ વિલ્હેલ્મ (જ. 30 સપ્ટેમ્બર 1882, નૉઇ-સ્ટાટ-એન ડર-હાર્ટ; અ. 24 સપ્ટેમ્બર 1945, પોટ્સડૅમ) : ન્યૂક્લિયર વિજ્ઞાનમાં પાયાના સંશોધન તથા ગાઇગર કાઉન્ટર ઉપકરણની શોધ માટે વિખ્યાત જર્મન ભૌતિકશાસ્ત્રી. આ ઉપકરણ દ્વારા ગાઇગરે આલ્ફા તથા બીટા કણો શેના બનેલા છે તેની શોધ કરી. વિજ્ઞાની અર્નેસ્ટ રુધરફર્ડની સાથે 1930માં દર્શાવ્યું કે આલ્ફા…

વધુ વાંચો >

ગાબૉર, ડેનિસ

ગાબૉર, ડેનિસ (જ. 5 જૂન, 19૦૦, બુડાપેસ્ટ, હંગેરી; અ. 8 ફેબ્રુઆરી, 1979, લંડન) : હંગેરીમાં જન્મેલ ઇલેક્ટ્રિકલ ઇજનેર અને 1971ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. આ પારિતોષિક તેમની હોલૉગ્રાફીની શોધ માટે મળ્યું હતું; તેમાં લેન્સનો ઉપયોગ કર્યા વગર ત્રિ-પરિમાણમાં છબી મેળવી શકાય છે અને તેના ઘણા બધા ઉપયોગ છે. 1927થી બર્લિનમાં આવેલી…

વધુ વાંચો >

ગાલ્વાની, લૂઈજી

ગાલ્વાની, લૂઈજી (જ. 9 સપ્ટેમ્બર 1737, બલોન્યા, પેપલ સ્ટેટ્સ; અ. 4 ડિસેમ્બર 1798, પ્રજાસત્તાક સિસૅલપાઇન) : ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી અને તબીબ. પ્રાણી-માંસપેશીમાં રહેલી જે વિદ્યુત અંગે પોતે કલ્પના કરી હતી તેના પ્રકાર તથા તેની અસરો વિશે તેમણે નિરીક્ષણ કર્યું હતું. તેમની શોધખોળ ‘વૉલ્ટેઇક પાઇલ’ તરીકે ઓળખાતા એક પ્રકારના વિદ્યુતકોષ (battery) પ્રતિ…

વધુ વાંચો >

ગાળણક્રિયા

ગાળણક્રિયા (filtration) : તરલ-ઘનના અવલંબન(suspension)ને પડદા(septum, membrane)માંથી પસાર કરીને તેના ઘટકરૂપ ઘન કણોને અલગ કરવાની ક્રિયા. આ કણો પડદા ઉપર કે તેની અંદર રોકાઈ રહે છે. આ પડદાને ગાળણ માધ્યમ કહે છે અને જેના આધારે આ માધ્યમને યોગ્ય સ્થાને ચુસ્ત રીતે ગોઠવી શકાય તથા ઘન કણોની કેક માટે જરૂરી અવકાશ…

વધુ વાંચો >

ગિબ્ઝ, જોસિયા વિલાર્ડ

ગિબ્ઝ, જોસિયા વિલાર્ડ (જ. 11 ફેબ્રુઆરી 1839, ન્યૂહેવન, કનેક્ટિક્ટ, અમેરિકા; અ. 28 એપ્રિલ 1903, ન્યૂહેવન) : સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી તથા રસાયણશાસ્ત્રી. તેમની વીસમી સદીના અંતભાગમાં અમેરિકાના એક મહાન વિજ્ઞાની તરીકે ગણના થઈ હતી. ઉષ્માગતિશાસ્ત્ર(thermodynamics)નો ઉપયોગ કરીને તેમણે ભૌતિક રસાયણવિજ્ઞાન(physical chemistry)ના ખાસ્સા મોટા ભાગનું પ્રયોગસિદ્ધ (empirical) વિજ્ઞાનમાંથી આનુમાનિક (deductive) વિજ્ઞાનમાં રૂપાંતર કર્યું…

વધુ વાંચો >