ભૂસ્તરશાસ્ત્ર
સુવર્ણ (ભૂસ્તરશાસ્ત્ર)
સુવર્ણ (ભૂસ્તરશાસ્ત્ર) : માનવસંસ્કૃતિના ઇતિહાસમાં મનુષ્યે ખોદીને કાઢેલી અને ઉપયોગમાં લીધેલી પ્રાચીન ધાતુઓ પૈકીની એક. સુવર્ણખનનની નોંધો ઋગ્વેદ, પુરાણો, અન્ય શાસ્ત્રો, હિબ્રૂ ગ્રંથો તેમજ ગ્રીક અને રોમન સાહિત્યમાંથી મળી રહે છે. મિસર અને બૅબિલોનિયાના નવપાષાણ યુગના સ્તરોમાંથી 8,000 વર્ષ જૂના સુવર્ણ-અલંકારોના અવશેષો મળેલા હોવાની નોંધ છે. ભારત તેમજ અન્ય દેશોની…
વધુ વાંચો >સૂકું થાળું (Playa)
સૂકું થાળું (Playa) : શુષ્ક પ્રદેશોમાં જોવા મળતું, તદ્દન ઓછી ઊંડાઈનું, છીછરું થાળું. દરિયાકિનારાના ખુલ્લા, છૂટાછવાયા તટપ્રદેશ કે નદીતટના ઓછી ઊંડાઈવાળા છીછરા વિભાગો, જે સામાન્યત: રેતાળ હોય, શુષ્ક પ્રદેશોની તદ્દન નજીક હોય, તેમને પણ સૂકા થાળા તરીકે ઓળખાવી શકાય. રણના અફાટ મેદાની વિસ્તારમાંના છીછરા થાળામાં વરસાદ પડ્યા પછી જળ એકત્રિત…
વધુ વાંચો >સૂક્ષ્મ સંરચનાઓ
સૂક્ષ્મ સંરચનાઓ : ખડકોમાં જોવા મળતી વિવિધ સંરચનાઓ. અગ્નિકૃત ખડકોમાં જોવા મળતાં કણરચના અને સંરચના જેવાં બે અગત્યનાં લક્ષણો વચ્ચે બધે જ અર્થનો સમજફેર પ્રવર્તે છે. કણરચના એ ખડકમાંનાં ખનિજકણોની અરસપરસની ગોઠવણી હોઈ તે ખડકની પરખ માટેનું એક વિશિષ્ટ સમાંગ લક્ષણ બની રહે છે; જ્યારે સંરચના એ ખડકનું આંતરિક ભૌમિતિક…
વધુ વાંચો >સૂક્ષ્મસ્તર-રચના (Lamination)
સૂક્ષ્મસ્તર–રચના (Lamination) : જળકૃત ખડકસ્તરમાં જોવા મળતી તદ્દન પાતળાં પડોમાં ગોઠવાયેલી સંરચના. વિશેષે કરીને તે શેલ જેવા સ્તરોમાં જોવા મળતી હોય છે. ખડકસ્તરના બંધારણમાં રહેલાં સમાંગ કણકદવાળાં ખનિજ ઘટકો વારાફરતી પડ-સ્વરૂપે વ્યવસ્થિતપણે ગોઠવણી પામેલાં હોય ત્યારે આ પ્રકારની સૂક્ષ્મસ્તર-રચના તૈયાર થાય છે. તેને પડરચના પણ કહે છે. આવાં પડની જાડાઈ…
વધુ વાંચો >સૅડલ રીફ્સ (Saddle Reefs)
સૅડલ રીફ્સ (Saddle Reefs) : બખોલ-પૂરણીનો એક પ્રકાર. જ્યારે સ્લેટ અને ક્વાર્ટઝાઇટ જેવા નરમ અને સખત (દૃઢ) ખડકસ્તરો એક પછી એક ઉપર-નીચે ગોઠવાયેલા તેમજ ગેડીકરણ પામેલા જોવા મળે ત્યારે તે નિર્દેશ કરે છે કે તેમના ગેડીકરણ દરમિયાન તેમણે દાબનાં પ્રતિબળોની જુદી જુદી અસર ગ્રહણ કરી હોય છે; પરિણામે તેમના ઊર્ધ્વવાંકના…
વધુ વાંચો >સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન ધનબાદ
સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન, ધનબાદ : ભારત સરકારની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે સ્થાપેલ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓમાંની એક. આ સંસ્થાની સ્થાપના 10મી મે, 1956માં કરવામાં આવી. આ સંસ્થામાં ખનનપ્રક્રિયાને સલામત, ઉત્પાદકીય, સસ્તી, બિનપ્રદૂષક તેમજ પર્યાવરણસંગત બનાવવા આવશ્યક સંશોધનનાં તથા વિકાસનાં કાર્યો હાથ ધરવામાં આવે છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય ખનિજ-સંલગ્ન ઔદ્યોગિક…
વધુ વાંચો >સોડાલાઇટ
સોડાલાઇટ : સોડાલાઇટ સમૂહ(સોડાલાઇટ, હૉયનાઇટ, નોસેલાઇટ અને લેઝ્યુરાઇટ)નું મુખ્ય ખનિજ. રાસા. બં. : 3NaAlSiO4·NaCl (3Na2Al2Si2O8·2NaCl); સિલિકા : 37.2 %; ઍલ્યુમિના : 31.6 %; સોડા 25.6 % અને ક્લોરિન : 7.3 % – જે મળીને કુલ 101.7 % થાય, પરંતુ (θ = 2Cl)ના 1.7 % બાદ કરતાં 100 % થઈ જાય…
વધુ વાંચો >સોનામા ગિરિનિર્માણ
સોનામા ગિરિનિર્માણ : પર્મિયન ભૂસ્તરીય કાળ દરમિયાન વાયવ્ય નેવાડા વિસ્તારમાં કૉર્ડિલેરન ભૂસંનતિના ઊંડા જળરાશિમાંથી ઉત્થાન પામેલી ગિરિનિર્માણ-ઘટના. વર્તમાન પૂર્વે અંદાજે 28 કરોડ વર્ષથી 22.5 કરોડ વર્ષ વચ્ચેના પ્રથમ જીવયુગના અંતિમ ચરણ પર્મિયન સમયગાળા દરમિયાન ગિરિનિર્માણની આ ઘટના બનેલી. આ ગિરિનિર્માણક્રિયાના બે સ્પષ્ટ પુરાવા આજે પણ જોવા મળે છે : (1)…
વધુ વાંચો >સોનામુખી
સોનામુખી : જુઓ મીંઢીઆવળ.
વધુ વાંચો >સોપસ્ટોન
સોપસ્ટોન : શંખજીરુંનું ખનિજ બંધારણ ધરાવતો ખડક અથવા અશુદ્ધ શંખજીરુંનું ઘનિષ્ઠ-દળદાર સ્વરૂપ. તેને સ્ટિયેટાઇટ પણ કહે છે. તેનો સ્પર્શ સાબુ કે તેલ જેવો મુલાયમ હોય છે. આ ખડક શ્વેતથી રાખોડી કે રાખોડી-લીલો હોય છે અને કઠિનતા ઓછી હોય છે, નખથી તેને ખોતરી શકાય છે. પેરિડોટાઇટ જેવા પારબેઝિક અગ્નિકૃત ખડકની મૂળ…
વધુ વાંચો >