ભૂસ્તરશાસ્ત્ર
રેડિયોલેરિયન મૃદ
રેડિયોલેરિયન મૃદ : છિદ્રાળુ, બિનસંશ્લેષિત મૃણ્મય કણજમાવટ. ઓપલસમ સિલિકાથી બનેલા રેડિયોલેરિયાના દૈહિક માળખાના અવશેષોમાંથી તે તૈયાર થાય છે. ઊંડા મહાસાગરના તળ પર જામતાં રેડિયોલેરિયન સ્યંદનોમાંથી તે બને છે. તેનાં છિદ્રો સિલિકાથી ભરાઈ જાય ત્યારે તૈયાર થતા કઠણ ખડકને રેડિયોલેરાઇટ કહે છે. રેડિયોલેરિયન મૃદ અને રેડિયોલેરાઇટ (ખડક) બંને શ્વેત કે ક્રીમ…
વધુ વાંચો >રેતીખડક (sandstone)
રેતીખડક (sandstone) કણજન્ય જળકૃત ખડકો પૈકીનો એક ઘણો જ અગત્યનો ખડક-પ્રકાર. (તેમનાં કણકદ, કણ-આકાર, ખનિજ-બંધારણ અને પ્રકારો માટે જુઓ, રેતીયુક્ત ખડકો.) વર્ગીકરણ : રેતીખડકો મુખ્ય ત્રણ સમૂહોમાં વિભક્ત થાય છે : (1) પાર્થિવ પ્રકાર : આ રેતીખડકના કણોનો ઉદભવસ્રોત ભૂમિસ્થિત ખડકો હોય છે. તેમની ઉત્પત્તિસ્થિતિ કોઈ પણ પ્રકારના પાણીના જથ્થામાં…
વધુ વાંચો >રેતીયુક્ત ખડકો (arenaceous rocks)
રેતીયુક્ત ખડકો (arenaceous rocks) : રેતીના બંધારણવાળા જળકૃત ખડકો. રેતી જેમાં ઘટકદ્રવ્ય હોય અથવા રેતીનું અમુક પ્રમાણ જે ધરાવતા હોય એવા ખડકો માટે આ શબ્દપ્રયોગ થાય છે. ગમે તે ખનિજબંધારણવાળા રેતીના કણોથી બનતી કણરચનાવાળા, જામેલા, ઘનિષ્ઠ ખડકને રેતીયુક્ત ખડક અથવા ‘ઍરેનાઇટ’ કહેવાય છે. ઍરેનાઇટમાં એવા બધા જ ખડકોનો સમાવેશ થાય…
વધુ વાંચો >રોડે, કેશવ પ્રભાકર
રોડે, કેશવ પ્રભાકર (જ. 8 નવેમ્બર 1903, છિંદવાડા; અ. 2 ડિસેમ્બર 1985, નાગપુર, મહારાષ્ટ્ર) : જાણીતા ભૂસ્તરશાસ્ત્રી. કે. પી. રોડે નામથી તેઓ વધુ જાણીતા હતા. છિંદવાડા અને નાગપુર ખાતે શાળાકીય શિક્ષણ પૂરું કરી, 1927માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્ર વિષયના સ્નાતક થયા અને ત્યાં જ વ્યાખ્યાતા તરીકે જોડાયા. તે પછીનાં થોડાંક…
વધુ વાંચો >રહીટિક
રહીટિક : ટ્રાયાસિક (વ. પૂ. 22.5 કરોડ વર્ષથી 19 કરોડ વર્ષ વચ્ચેના કાળગાળાની રચના) અને જુરાસિક (19 કરોડ વર્ષથી 13.6 કરોડ વર્ષ વચ્ચેના કાળગાળાની રચના) વચ્ચે રહેલી સંક્રાંતિ-રચના. આ રચના વાયવ્ય યુરોપના રહીટિક આલ્પ્સમાં સર્વપ્રથમ ઓળખવામાં આવેલી હોવાથી તેને રહીટિક કક્ષા તરીકે ઓળખાવાઈ છે. તે નૉરિયન કક્ષાના ખડકો પર રહેલી…
વધુ વાંચો >લાદીખડક (free stone)
લાદીખડક (free stone) : જળકૃત ખડક-પ્રકાર. વિશેષે કરીને ભારતમાં ઘણા લાંબા સમયથી ફરસબંધી માટે વપરાતા રહેલા સમચોરસ કે લંબચોરસ પથ્થરોને માટે અપાયેલું વેપારી નામ. સામાન્યત: 1 સેમી.થી 10 સેમી. જાડાઈવાળાં પડોમાં જે ખડક સરળતાથી વિભાજિત થઈ શકે અને ફરસબંધી માટે યોગ્ય નીવડી શકે એવો હોય તેને લાદીખડક કહેવાય છે. ઈંટ…
વધુ વાંચો >લાયલ, ચાર્લ્સ (સર) (Sir Charles Lyell)
લાયલ, ચાર્લ્સ (સર) (Sir Charles Lyell) (જ. 14 નવેમ્બર 1797, સ્કૉટલૅન્ડ; અ. 22 ફેબ્રુઆરી 1875, લંડન) : વિક્ટૉરિયન યુગના ઇંગ્લૅન્ડના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. પ્રખર પ્રકૃતિશાસ્ત્રી. બુદ્ધિવાદી પિતાના પુત્ર હોવાને નાતે લાયલને જીવવિજ્ઞાન અને ભૂવિજ્ઞાનનાં રહસ્યો જાણવાની લગની લાગેલી. એમની એ લગનીથી રસ કેળવાતો ગયો અને વધતો ચાલ્યો. અભ્યાસ કર્યો વકીલાતનો. 1825માં…
વધુ વાંચો >લાવા
લાવા : મૅગ્માનો સમાનાર્થી પર્યાય. પ્રસ્ફુટન પામીને સપાટી પર બહાર નીકળી આવતો મૅગ્મા. પૃથ્વીના પોપડામાં ઊંડાઈએ તૈયાર થયેલો મૅગ્મા જ્વાળામુખી શંકુ કે ફાટો દ્વારા બહાર નીકળી આવે ત્યારે તેને લાવા તરીકે ઓળખવામાં આવે છે. પીગળેલા ખડકદ્રવ્યના ઘનીભવન દ્વારા રચાતા ખડકોને પણ લાવા તરીકે ઓળખાવાય છે. સપાટી પર બહાર આવ્યા બાદ…
વધુ વાંચો >લાવાપ્રવાહ
લાવાપ્રવાહ : સામાન્ય અર્થમાં ભૂગર્ભમાંથી બહાર નીકળી વહી જતા લાવાનો પ્રવાહ અને ભૂસ્તરીય સંદર્ભમાં લાવામાંથી ઠરીને બનેલો ખડકરચનાનો થર. લાવાપ્રવાહનાં તાપમાન 1,400° સે.થી 500° સે. સુધીના ગાળાનાં હોય છે. લાવામાંથી તૈયાર થતી રચનાઓના આધારે લાવાપ્રવાહોના ચાર પ્રકારો પાડવામાં આવેલા છે. આ રચનાઓનો આધાર લાવાની સ્નિગ્ધતા, તાપમાન, બંધારણ અને પર્યાવરણ પર…
વધુ વાંચો >લિગ્નાઇટ
લિગ્નાઇટ : કોલસાનો એક પ્રકાર. દુનિયાભરમાં આ પ્રકાર ‘કથ્થાઈ સોનું’ નામથી વધુ જાણીતો છે. લિગ્નાઇટ અથવા ‘કથ્થાઈ કોલસો’ (brown coal) એ ઍન્થ્રેસાઇટ અને બિટુમિનસ કોલસાની સરખામણીએ પ્રમાણમાં હલકી કક્ષાનું ઇંધન છે, જે કાષ્ઠદ્રવ્યમાંથી કોલસામાં પરિવર્તન થવાની પીટ પછીની અને નિમ્ન બિટુમિનસ કોલસાની અગાઉની વચગાળાની કક્ષાનો નિર્દેશ કરે છે. તેનો રંગ…
વધુ વાંચો >