ભૂસ્તરશાસ્ત્ર

મૅગ્માજન્ય ખનિજો

મૅગ્માજન્ય ખનિજો (Pyrogenetic Minerals) : મૅગ્માના સ્ફટિકીકરણની પ્રારંભિક કક્ષાએ બનતાં ખનિજો. અગ્નિકૃત ખડકોમાં જોવા મળતાં નિર્જલીય ખનિજો, જે મૅગ્મામાંથી ઘણા ઊંચા તાપમાને તૈયાર થયેલાં હોય અને જેમાં બાષ્પશીલ ઘટકોનું પ્રમાણ તદ્દન નજીવું હોય એવાં ખનિજોને મૅગ્માજન્ય ખનિજો કહે છે. ઑલિવિન, પાયરૉક્સિન અને ફેલ્સ્પાર તેનાં વિશિષ્ટ ઉદાહરણો છે. સામાન્ય રીતે મૅગ્માના…

વધુ વાંચો >

મૅગ્માજન્ય ખવાણ

મૅગ્માજન્ય ખવાણ (magmatic stopping) : પ્રાદેશિક ખડકો પર મૅગ્માથી થતી આત્મસાતીકરણની ક્રિયા. પોપડાના અંદરના ભાગોમાં નાના કે મોટા પાયા પર મૅગ્માની અંતર્ભેદનક્રિયા યજમાન (પ્રાદેશિક) ખડકો પર થતી હોય છે. મૅગ્માને ઉપર કે આજુબાજુ તરફ જવા માટે જગા કરવી પડે છે. સામાન્ય રીતે તો ફાટો કે સાંધા કે અન્ય નબળા વિભાગો…

વધુ વાંચો >

મૅગ્માજન્ય નિક્ષેપો

મૅગ્માજન્ય નિક્ષેપો (magmatic deposits) : મૅગ્મામાંથી તૈયાર થયેલા નિક્ષેપો. પોપડાની જુદી જુદી ઊંડાઈવાળા વિભાગોમાં મૅગ્માના સ્ફટિકીકરણની ક્રિયાને પરિણામે વિવિધ અગ્નિકૃત ખડકો તૈયાર થવાની સાથે સાથે 1,500° થી 900° સે. તાપમાન અને ઊંચાથી મધ્યમ દબાણના સંજોગોની અસર હેઠળ, તેમાં રહેલા ઘટકોના પ્રમાણ મુજબ ઓછાવત્તા મૂલ્યવાળા આર્થિક ખનિજનિક્ષેપો પણ બનતા રહે છે.…

વધુ વાંચો >

મૅગ્માજન્ય સ્વભેદન

મૅગ્માજન્ય સ્વભેદન (magmatic differentiation) : મૅગ્મામાંથી ક્રમશ: તૈયાર થતા અગ્નિકૃત ખડકોના વિવિધ પ્રકારો. પોપડાની અમુક ઊંડાઈએ પ્રવર્તતી ગરમીની અસર હેઠળ અગાઉથી ત્યાં અસ્તિત્વ ધરાવતા ઘનખડકોના પીગળી જવાથી મૅગ્મા બને છે – એવું એક મંતવ્ય હાલ પ્રવર્તે છે. ભૂસ્તરીય ઇતિહાસકાળ દરમિયાન પ્રત્યેક 3થી 5.5 કરોડ વર્ષના કાળગાળાને આંતરે આંતરે તૈયાર થતા…

વધુ વાંચો >

મેટાગૅબ્બ્રો, મેટાડોલેરાઇટ, મેટાબેસાલ્ટ

મેટાગૅબ્બ્રો, મેટાડોલેરાઇટ, મેટાબેસાલ્ટ : બેઝિક અગ્નિકૃત ખડકોની પરિવર્તિત વિકૃતિજન્ય પેદાશો. અગ્નિકૃત ખડકોનાં નામમાં આવતો ‘મેટા’ પૂર્વગ, અગાઉના ખડક પર વિકૃતિ દ્વારા ખનિજીય અને રાસાયણિક બંધારણમાં થયેલા પરિવર્તનનો સંકેત કરે છે. બેઝિક અગ્નિકૃત ખડકો પર થતી દાબઉષ્ણતા-વિકૃતિની અસરને પરિણામે સોસ્યુરાઇટીભવન, ક્લૉરાઇટીભવન, યુરેલાઇટીભવન જેવા ફેરફારો તેનાં ઉદાહરણો ગણાય. ઘણાખરા ખનિજીય ફેરફારો તો…

વધુ વાંચો >

મેટામિક્ટ–મેટામિક્ટીભવન

મેટામિક્ટ–મેટામિક્ટીભવન : અમુક ખનિજોના મૂળભૂત આણ્વિક માળખામાં થતું ભંગાણ તથા પરિણામી પુનર્રચના. ખનિજ અંતર્ગત યુરેનિયમ કે થૉરિયમની કિરણોત્સર્ગિતા દ્વારા જેમનું મૂળભૂત આણ્વિક રચનાત્મક માળખું ઓછાવત્તા પ્રમાણમાં પુનર્રચના પામ્યું હોય એવાં ખનિજો માટે આ શબ્દપ્રયોગ ઉપયોગમાં લેવાય છે. ક્યારેક આવાં ખનિજો સ્ફટિકમય સ્થિતિમાંથી દળદાર સ્થિતિમાં પણ ફેરવાઈ જતાં હોય છે. સ્ફટિકમય…

વધુ વાંચો >

મેટાસિલિકેટ ખનિજો

મેટાસિલિકેટ ખનિજો : જુઓ, ઓર્થોસિલિકેટ ખનિજો

વધુ વાંચો >

મેઢ, સુકુમાર શ્યામલાલ

મેઢ, સુકુમાર શ્યામલાલ (જ. 2 ઑક્ટોબર 1928, વારાણસી) : ગુજરાતના ખ્યાતનામ ભૂસ્તરવિદ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રણેતા. જન્મ ગુજરાતી નાગર કુટુંબમાં. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં 1948માં એમ.એસસી.ની પદવી મેળવી. 1951માં મ. સ. યુનિવર્સિટી, વડોદરા ખાતે સિવિલ ઇજનેરીમાં ઇજનેરી ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં અધ્યાપક તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો.…

વધુ વાંચો >

મેદાનો

મેદાનો : ભૂમિસ્વરૂપોનો એક પ્રકાર. વિશાળ વિસ્તારમાં પથરાયેલા સપાટ લક્ષણવાળા ભૂમિભાગો. પૃથ્વીના પટ પરના ખંડીય ભૂમિભાગો જે ઘણો મોટો વિસ્તાર આવરી લેતા હોય, લગભગ સમતલ સપાટ લક્ષણ ધરાવતા હોય અથવા તદ્દન ઓછા તફાવતના ઊંચાણ-નીચાણવાળા તેમજ આછા ઢોળાવવાળા હોય તેમને સામાન્ય રીતે મેદાનો તરીકે ઓળખાવી શકાય, પછી તે સમુદ્રસપાટીથી નજીકની ઊંચાઈએ…

વધુ વાંચો >

મૅન્ટેલ, ગિડિયૉન ઍલ્જરનન

મૅન્ટેલ, ગિડિયૉન ઍલ્જરનન (જ. 3 ફેબ્રુઆરી 1790, Lewes Syssex, ઇંગ્લૅન્ડ; અ. 10 નવેમ્બર 1852, લંડન) : બ્રિટિશ ભૂસ્તરશાસ્ત્રી. ડાયનોસૉર જીવાવશેષનો ખોજક. લૂઇસમાં રહેતા મોચીના પુત્ર મૅન્ટેલે લંડન ખાતે તબીબીનો અભ્યાસ કરેલો. 1811માં લૂઇસ ખાતે તેણે સર્જન તરીકે કારકિર્દીની શરૂઆત તો કરેલી, પરંતુ ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસ તરફનો તેનો ઝોક વધતો જતો હતો.…

વધુ વાંચો >