ભૂસ્તરશાસ્ત્ર

ભૂચુંબકત્વ

ભૂચુંબકત્વ (geomagnetism) (ભૂસ્તરીય) : પૃથ્વીનો ચુંબકીય ગુણધર્મ. પૃથ્વી સ્વયં એક ચુંબકીય ગોળો છે. તે ચુંબકીય દિકપાત અને ચુંબકીય નમન જેવા ઘટકો ધરાવતા દ્વિધ્રુવીય ચુંબક (dipolar magnet) તરીકે વર્તે છે. સૂર્યકલંકો અને સૂર્ય-ઊર્જાને કારણે ભૂચુંબકીય ઘટકો પર અસર થવાથી ફેરફારો થતા રહે છે. ભૂચુંબકત્વના કારણરૂપ કાયમી ચુંબક-સિદ્ધાંત (permanent magnetic theory), વીજભાર-સિદ્ધાંત…

વધુ વાંચો >

ભૂતકતી-સંચલન

ભૂતકતી-સંચલન (plate tectonics) : પોપડાના ખંડિત વિભાગોનું સંચલન અથવા પ્રવહન. મધ્ય સામુદ્રિક ડુંગરધારો, મહાસાગરીય ખાઈઓ, ખંડીય અને દરિયાઈ વિભાગો, રેખીય પર્વતમાળાઓ, ક્ષૈતિજ ખસેડવાળા પાર્શ્વ સ્તરભંગો, જ્વાળામુખીને પાત્ર પ્રદેશો વગેરે જેવાં ભૂપૃષ્ઠ પર જોવા મળતાં ભૌગોલિક અને ભૂસ્તરીય લક્ષણોના તલસ્પર્શી અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે પૃથ્વીનો પોપડો અનેક વિશાળ ર્દઢ…

વધુ વાંચો >

ભૂતાપીય અને સમુદ્રતાપીય ઊર્જા

ભૂતાપીય અને સમુદ્રતાપીય ઊર્જા (geothermal & ocean-thermal energy) : પૃથ્વીના ગર્ભમાં અતિ ઊંચા તાપમાનને લીધે સંગ્રહાયેલી ઉષ્મા-ઊર્જા અને સમુદ્રમાં સૂર્યનાં કિરણો પડવાથી સંગ્રહાતી ઉષ્મા-ઊર્જા. ભૂતાપીય ઊર્જા ક્યાંક ક્યાંક કુદરતી રીતે બહાર આવે છે તેમજ તેને ઇજનેરી પ્રયત્નો દ્વારા બહાર લાવીને માનવીના ઉપયોગોમાં લાવી શકાય છે. સમુદ્રતાપીય ઊર્જા પણ ઇજનેરી પ્રયત્નો…

વધુ વાંચો >

ભૂતાપીય ઊર્જા

ભૂતાપીય ઊર્જા (geothermal energy) : પૃથ્વીના ઊંડાણમાં રહેલી ઉષ્માશક્તિ. પૃથ્વીના ઊંડાણમાં ઉષ્માશક્તિનો મોટો ભંડાર છે. પૃથ્વીના અંદરના ભાગેથી જેમ ઉપર આવીએ તેમ ઉષ્માશક્તિનું પ્રસરણ (diffusion) થાય છે અને તેનો ફેલાવો થતાં તાપમાન ઘટે છે. તેમ છતાં ઊંડાણે કેન્દ્રમાં તાપમાન વધુ અને મહદ્અંશે એકસરખું રહે છે. આ કારણસર ભૂસ્તરીય ઊર્જા એ…

વધુ વાંચો >

ભૂપરિવર્તન ભૂસ્તરશાસ્ત્ર

ભૂપરિવર્તન ભૂસ્તરશાસ્ત્ર (dynamical geology) : ભૂસ્તરશાસ્ત્રની શાખા. ભૂસ્તરીય પરિવર્તનોનાં કારણો અને પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું વિજ્ઞાન. ભૂગતિવિજ્ઞાન અને ભૂસંચલનવિદ્યાનો સમાનાર્થી શબ્દ. આ શાખા હેઠળ ભૂપૃષ્ઠ-તકતી-સંચલન (plate tectonics), ખંડીય પ્રવહન (continental drift), મહાસાગરીય થાળાંની ઉત્ક્રાંતિ તેમજ વિકાસ, પર્વતનિર્માણક્રિયા, ભૂકંપ, જ્વાળામુખી સમતુલા (isostasy), ભૂસંનતિ (geosyncline), સમુદ્ર-સપાટીના ફેરફારો, દ્વીપચાપ (island arcs), ભૂચુંબકત્વ, સમુદ્રતળવિસ્તરણ (sea…

વધુ વાંચો >

ભૂપાત

ભૂપાત (landslides, rockslides) : પહાડી ઢોળાવો પરથી ખડક- જથ્થાની એકાએક સરકી પડવાની ક્રિયા. ભૂપાત પૃથ્વીના પટ પર કોઈ પણ પ્રકારની આબોહવાવાળા કોઈ પણ પ્રદેશમાં થઈ શકે. ભૂપાત એ ભૂપૃષ્ઠરચનાત્મક અને ગતિવિષયાત્મક પ્રક્રિયા છે. કોઈ પણ પ્રકારનો ઘનિષ્ઠ કે છૂટો ખડકજથ્થો, ભૂમિજથ્થો, અવશિષ્ટ જમીનજથ્થો કે નિક્ષેપજથ્થો પહાડી ઢોળાવો (કોઈ પણ ભૂમિભાગ)…

વધુ વાંચો >

ભૂપૃષ્ઠસંચલન (ભૂસંચલન)

ભૂપૃષ્ઠસંચલન (ભૂસંચલન) : પૃથ્વીના પોપડામાં થતી મોટા પાયા પરની વિરૂપતાઓ કે વિક્ષેપક્રિયાઓ. વિરૂપતામાંથી ખંડનિર્માણ, ગિરિનિર્માણ, મહાસાગરથાળાં, ઉચ્ચપ્રદેશો, ગેડીકરણ, સ્તરભંગક્રિયા, ઊર્ધ્વગમન, અવતલન વગેરે ક્રિયાઓ થતી હોય છે. ભૂપૃષ્ઠસંચલન એ પૃથ્વીના પોપડામાં થતો એવો ભૌતિક ફેરફાર છે, જેનાથી ઉપર્યુક્ત લક્ષણો જન્મે છે. ખંડનિર્માણક્રિયામાં તથા ગિરિનિર્માણક્રિયામાં અનુક્રમે ખંડો અને પર્વતોની રચના થતી હોય…

વધુ વાંચો >

ભૂભૌતિક નિરીક્ષણ

ભૂભૌતિક નિરીક્ષણ : જુઓ ‘ખનિજ’

વધુ વાંચો >

ભૂભૌતિકશાસ્ત્ર

ભૂભૌતિકશાસ્ત્ર :  ભૂવિદ્યાઓ (earth-sciences) પૈકીની એક વિજ્ઞાનશાખા. ભૂસ્તરશાસ્ત્ર સાથે સંકળાયેલી તે એવી શાખા છે, જેમાં પૃથ્વીના અભ્યાસ માટે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક તેને ભૂસ્તરશાસ્ત્રની શાખા તરીકે તો કેટલાક તેને અલગ વિજ્ઞાન તરીકે ઘટાવે છે. પૃથ્વીના બંધારણમાં રહેલાં દ્રવ્યોના ઘનતા, ચુંબકત્વ વગેરે જેવા ગુણધર્મોનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં વિશિષ્ટ…

વધુ વાંચો >

ભૂમધ્યકૃત ખડકો

ભૂમધ્યકૃત ખડકો : જુઓ ખડકો

વધુ વાંચો >