ભૂસ્તરશાસ્ત્ર

પાવાગઢ (ભૂસ્તરીય)

પાવાગઢ (ભૂસ્તરીય) : મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવારૂપ ગુજરાતનો પર્વતસમૂહ. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વડોદરાથી આશરે 48 કિલોમીટરને અંતરે આવેલા પાવાગઢ પર્વતસમૂહ(22o 28′ ઉ. અક્ષાંશ, 73o 34′ 30″ પૂ. રેખાંશ)ની ટેકરીઓ વિશિષ્ટ ભૂમિસ્વરૂપ તો રચે જ છે, પરંતુ ભૂસ્તરીય દૃષ્ટિએ તેમનું આગવું મહત્ત્વ એટલા માટે છે કે મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવા…

વધુ વાંચો >

પાહોઈહો લાવા (રજ્જુ-લાવા) (Pahoehoe lava Ropy lava)

પાહોઈહો લાવા (રજ્જુ–લાવા) (Pahoehoe lava, Ropy lava) : લાવા-પ્રવાહોમાંથી તૈયાર થતી દોરડા જેવી સંરચના. પૃથ્વીના પેટાળમાંથી બહાર નીકળી આવતો મોટાભાગનો લાવા સામાન્યત: પ્રવાહી સ્થિતિવાળો, બેસાલ્ટ બંધારણવાળો તેમજ ઊંચા તાપમાનવાળો હોય છે. તેની સ્નિગ્ધ કે તરલ સ્થિતિ મુજબ બે પ્રકાર પાડવામાં આવેલા છે : (1) ‘આ’ લાવા, જે સ્નિગ્ધ અને ઘટ્ટ…

વધુ વાંચો >

પિલો સંરચના

પિલો સંરચના : બેઝિક બંધારણવાળા કેટલાક ખડકો (ખાસ કરીને સ્પિલાઇટ) દ્વારા રજૂ થતી વિશિષ્ટ સંરચના. આ સંરચના ઊપસેલા તકિયા કે ભરેલા કોથળાઓની માફક ગોળાકાર સ્વરૂપોમાં તૈયાર થતી હોય છે. આવાં તકિયા-સ્વરૂપો એકબીજાની ઉપર તરફ ઓછાવત્તા પ્રમાણમાં એવી રીતે ગોઠવાયેલાં દેખાય છે કે એક તકિયાનો ઊપસેલો ભાગ બીજા તકિયાની કિનારીના ખાડાવાળા…

વધુ વાંચો >

પીટ

પીટ : છીછરાં સરોવરો, પંકવિસ્તારો કે અન્ય છીછરાં, ભેજવાળાં રહેતાં ગર્તસ્થાનોમાં ઊગેલા છોડ, જામતી શેવાળ, સાઈપરેસી પ્રકારની ‘સેજ’, ઘાસ પ્રકારની ‘રશ’, ઇક્વિસેટમ પ્રકારની ‘હૉર્સટેઇલ’ તેમજ અન્ય વનસ્પતિના વિઘટન-વિભંજન દ્વારા તૈયાર થતો કાળા કે ઘેરા રંગનો અવશેષ-જથ્થો. ક્યારેક તેમાં પારખી શકાય એવા વનસ્પતિના ટુકડાઓ પણ રહી જતા હોય છે, તો ક્યારેક…

વધુ વાંચો >

પુન:સ્ફટિકીકૃત કણરચનાઓ (crystalloblastic textures)

પુન:સ્ફટિકીકૃત કણરચનાઓ (crystalloblastic textures) : વિકૃત ખડકોમાં સ્ફટિકીકરણ પ્રક્રિયાઓને કારણે તૈયાર થતી વિવિધ લાક્ષણિક કણરચનાઓ. વિકૃત ખડકોમાં સ્ફટિકીકરણની પ્રક્રિયા દરમિયાન સ્ફટિકવિકાસ મોટે ભાગે ઘન માધ્યમમાં થતો હોય છે. તેથી મૅગ્માજન્ય દ્રવમાં મુક્ત રીતે થતા સ્ફટિકીકરણથી પરિણમતી કણરચનાઓની સરખામણીમાં તે સ્પષ્ટપણે જુદી પડી આવે છે. વિકૃતીકરણ દરમિયાન આવશ્યક ખનિજોનું સ્ફટિકીકરણ ક્રમાનુસાર…

વધુ વાંચો >

પૂરપ્રવાહ-પ્રસ્તર (torrential bedding)

પૂરપ્રવાહ–પ્રસ્તર (torrential bedding) : સ્તરરચના અથવા પ્રસ્તરીકરણનો એક લાક્ષણિક પ્રકાર. રણ જેવા શુષ્ક કે અર્ધશુષ્ક પ્રદેશોમાં થોડા સમયગાળા માટે પડી જતા વરસાદના, સૂસવાતા ક્રિયાશીલ પવનોના તેમજ જ્યાં સૂકાં ભેજવાળાં થાળાં(playa)ની નિક્ષેપક્રિયાના સંજોગો હોય ત્યાં પૂરપ્રવાહ-પ્રસ્તરરચનાની શક્યતા રહે છે. નદીજન્ય સંજોગો હેઠળ પણ પૂર આવે ત્યારે સ્થૂળ પરિમાણવાળા દ્રવ્યનો બોજ આગળ…

વધુ વાંચો >

પેન્જિયા

પેન્જિયા : ભૂસ્તરીય કાળમાં અગાઉ અસ્તિત્વ ધરાવતો ઉત્તર ગોળાર્ધસ્થિત બધા જ ખંડોથી બનેલો વિશાળ ભૂમિસમૂહ. લોરેશિયા અને ગાડવાના ખંડો ભેગા હતા ત્યારનો તે એકમાત્ર વિશાળ તર્કમાન્ય ભૂમિસમૂહ છે. તેમાંથી વિભાગીકરણ થઈને વર્તમાન ખંડોની ગોઠવણી થયેલી છે. વૅગનર-સૂચિત ખંડીય પ્રવહન થયું તે અગાઉ પેન્જિયાના નામથી ઓળખાતા સંયુક્ત ભૂમિસમૂહનું અસ્તિત્વ હતું. પેન્જિયાનું…

વધુ વાંચો >

પૅન્થાલસા

પૅન્થાલસા : જુઓ, પેન્જિયા.

વધુ વાંચો >

પેરિક્યુટિન

પેરિક્યુટિન : મેક્સિકોમાં આવેલો જ્વાળામુખી પર્વત. પશ્ચિમ ગોળાર્ધમાં છેલ્લે છેલ્લે પ્રસ્ફોટ પામી તૈયાર થયેલો જ્વાળામુખી. નૈર્ઋત્ય મેક્સિકોના ઉરુઅપન (Uruapan) શહેર નજીક તે આવેલો છે. જ્વાળામુખીના પ્રસ્ફોટની ક્રિયાથી નાશ પામેલા પેરિક્યુટિન નામના ગામ પરથી તેને પ્રસ્તુત નામ અપાયેલું છે. 1943ના ફેબ્રુઆરીની 20મી તારીખે આ ગામના એક મકાઈના ખેતરની ફાટમાંથી આ જ્વાળામુખીનું…

વધુ વાંચો >

પેલિયોજીન-નિયોજીન (Palaeogene-Neogene)

પેલિયોજીન–નિયોજીન (Palaeogene-Neogene) : કૅનોઝૉઇક યુગના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ કાળગાળા. આંતરરાષ્ટ્રીય ભૂસ્તરીય પરિષદ (International Geological Congress) દ્વારા કૅનોઝૉઇક યુગને બે ભાગમાં વહેંચી નાખવામાં આવેલો છે, જે પૈકીનો પેલિયોસીન, ઇયોસીન અને ઑલિગોસીન કાલખંડોનો સમાવેશ કરતો કાળગાળો પેલિયોજીન અને માયોસીન, પ્લાયોસીન, પ્લાયસ્ટોસીન અને અર્વાચીન કાલખંડોનો સમાવેશ કરતો કાળગાળો નિયોજીન તરીકે ઓળખાય છે. યુ.એસ.ના…

વધુ વાંચો >