ભૂસ્તરશાસ્ત્ર
પરવાળાંના ટાપુઓ
પરવાળાંના ટાપુઓ : પરવાળાંના ખરાબાઓ(coral reefs)માંથી ઉદ્ભવેલા ટાપુઓ. સામાન્ય રીતે આવા પ્રવાળખડકોની શ્રેણીઓ ઉષ્ણ-ઉપોષ્ણ કટિબંધના પ્રાદેશિક વિભાગોના સમુદ્રોમાં, વિશેષે કરીને પ્રશાંત મહાસાગરમાં, વધુ પ્રમાણમાં જોવા મળે છે. બધી મળીને આવી શ્રેણીઓ લગભગ 8 લાખ ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ભૂપૃષ્ઠ પરના ખડકોમાંથી મોટે ભાગે નદીઓ દ્વારા થતા ધોવાણને કારણે તથા…
વધુ વાંચો >પરિવેષ્ટિત કિનારી (kelyphitic border)
પરિવેષ્ટિત કિનારી (kelyphitic border) : એક ખનિજની આજુબાજુ મોટે ભાગે વિકેન્દ્રિત સ્થિતિમાં જોવા મળતો અન્ય ખનિજવિકાસ થતાં બનેલો કિનારીવાળો ભાગ અથવા બે ખનિજો વચ્ચેની સંપર્ક-કિનારીવાળો ભાગ. આ પર્યાય પ્રક્રિયા-કિનારી કે ખવાણ પામેલી કિનારી (પ્રાથમિક ખનિજ-કિનારી પરની પરિવર્તન કે ખવાણપેદાશ) માટે અથવા પ્રાથમિક ખનિજ ઉપર પછીથી વિકસેલા ખનિજ-આચ્છાદન (ગ્રોસ્યુલેરાઇટ ઉપર ઇડોક્રેઝના…
વધુ વાંચો >પરોક્ષ નમનકોણ
પરોક્ષ નમનકોણ : જુઓ, નમન, નમનકોણ (dip), નમનદિશા
વધુ વાંચો >પર્થાઇટ (Perthite)
પર્થાઇટ (Perthite) : ફેલ્સપારનો પ્રકાર. બે ફેલ્સ્પારના આંતરવિકાસથી બનતું ખનિજ. ઑર્થોક્લેઝ અથવા માઇક્રોક્લિનનો આલ્બાઇટ સાથે આંતરવિકાસ રચાતાં તૈયાર થતું, મૂળ ખનિજોથી અલગ પડતું, ફેલ્સ્પાર ખનિજ. સૂક્ષ્મદર્શક હેઠળ જોવા મળતા આ પ્રકારના આંતરવિકાસને સૂક્ષ્મ-પર્થાઇટ (micro-perthite) કહેવો એ વધુ યોગ્ય ગણાય. આ પ્રકારના આંતરવિકાસમાં પોટાશ-ફેલ્સ્પારમાં સોડા-પ્લેજિયો- ક્લેઝની દોરીઓ, ટુકડાઓ કે વીક્ષાકારો જોવા…
વધુ વાંચો >પર્મિયન રચના
પર્મિયન રચના પ્રથમ જીવયુગના છ કાળગાળાઓ પૈકી છઠ્ઠા ક્રમે આવતા સૌથી ઉપરના વિભાગ પર્મિયન કાળ દરમિયાન તૈયાર થયેલી ખડકરચના. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં આ રચનાના સ્તરોની જમાવટ આજથી ગણતાં 28 ણ્ કરોડ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 22.5 કરોડ વર્ષ અગાઉ પૂરી થયેલી હોઈને તેનો કાળગાળો 5.5 કરોડ વર્ષનો ગણાય. તેની…
વધુ વાંચો >પર્યાવરણ અને ભૂસ્તરશાસ્ત્ર
પર્યાવરણ અને ભૂસ્તરશાસ્ત્ર : પર્યાવરણની ભૂસ્તરશાસ્ત્ર પર થતી અસરનો અભ્યાસ. ભૂસ્તરરચના માટેનાં દ્રવ્યો તૈયાર કરવા માટે જરૂરી બધાં જ ક્રિયાશીલ પરિબળો પર, દ્રવ્યોમાંથી રચાતી નિક્ષેપક્રિયા પર તેમજ તત્કાલીન જીવંત પ્રાણીઓ કે વનસ્પતિ પર અને ભૂપૃષ્ઠ પર અસ્તિત્વ ધરાવતા બાહ્ય સંજોગોની સંયુક્ત અસરનો અભ્યાસ જે શાખા દ્વારા કરી શકાય તેને પર્યાવરણીય…
વધુ વાંચો >પર્વતો (mountains)
પર્વતો (mountains) પૃથ્વીના ભૂમિભાગ પરના આજુબાજુના વિસ્તાર કરતાં પ્રમાણમાં વધુ ઊંચાઈવાળાં ભૂમિસ્વરૂપો. પર્વતો મોટે ભાગે તો હારમાળાઓ રૂપે વિસ્તરેલા હોય છે, પરંતુ ક્યારેક છૂટાછવાયા ભૂમિલક્ષણ તરીકે પણ જોવા મળે છે; જેમ કે, અરવલ્લી અને હિમાલય એ હારમાળાનાં સ્વરૂપો છે, જ્યારે પાવાગઢ અને ગિરનાર છૂટાં પર્વતસ્વરૂપો છે. સમુદ્રસપાટીથી 610 મીટર કે…
વધુ વાંચો >પશ્ચકંપો (aftershocks)
પશ્ચકંપો (aftershocks) : મુખ્ય ભૂકંપ પછીનાં-અનુગામી કંપનો. મુખ્ય ભૂકંપને અનુસરતાં અને એક જ કે નજીકના કેન્દ્રમાંથી ઉત્પન્ન થતાં રહેતાં પશ્ચાદ્વર્તી કંપનોને પશ્ચકંપો કહે છે. સામાન્ય રીતે તો મુખ્ય ભૂકંપ થયા પછી અસંખ્ય કંપ થતા રહે છે, જેમની પ્રત્યેકની તીવ્રતા સમય જતાં ક્રમશ: ઘટતી જાય છે. આવા શ્રેણીબંધ પશ્ચકંપો ઘણા દિવસો…
વધુ વાંચો >પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય)
પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય) : ભારતીય દ્વીપકલ્પના પશ્ચિમ કિનારાની અંદર તરફ 21 ઉ. અક્ષાંશથી 12o ઉ. અક્ષાંશ સુધી અરબી સમુદ્રના કિનારાને લગભગ સમાંતર અખંડિતપણે વિસ્તરેલી સહ્યાદ્રિ પર્વતમાળા. દક્ષિણમાં નીલગિરિ પર્વતોમાં તે ભળી જાય છે અને ત્યાંથી આગળ પાલઘાટના માર્ગને વટાવી અનામલાઈની ટેકરીઓને સ્વરૂપે દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા સુધી ચાલુ રહેતી…
વધુ વાંચો >પંક-જ્વાળામુખી
પંક–જ્વાળામુખી : નાના જ્વાળામુખી જેવો દેખાતો કાદવમાંથી બનેલો શંકુ આકારનો ટેકરો. તે સામાન્ય જ્વાળામુખીની પ્રતિકૃતિ હોય છે અને સંભવત: ભૂકંપપ્રક્રિયાના પરિણામે ઉત્પન્ન થયેલી ફાટો મારફતે બહાર નીકળી આવેલા તરલ, અર્ધઘટ્ટ કે ઘટ્ટ પ્રવાહી પંકમાંથી તૈયાર થાય છે. જ્વાળામુખી-વિસ્તારમાંના ગરમ પાણીના ઝરા દ્વારા જ્વાળામુખી-ભસ્મ કે મૃણ્મય દ્રવ્યનો જથ્થો ભળીને પંકસ્વરૂપે બહાર…
વધુ વાંચો >