ભૂસ્તરશાસ્ત્ર

ચંદ્ર (ભૂસ્તરીય)

ચંદ્ર (ભૂસ્તરીય) : સૂર્યમંડળમાં પૃથ્વીની સતત પ્રદક્ષિણા કરતો પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ. પૃથ્વી-ચંદ્રનો અન્યોન્ય સંબંધ ગુરુત્વાકર્ષણનો, ગતિવિષયક અને બંધારણીય છે. દિવસની લંબાઈ ચંદ્રના અસ્તિત્વને આભારી છે. એટલું જ નહિ; પરંતુ દિવસ અને ચાંદ્રમાસની લંબાઈમાં ભૂસ્તરીય કાળમાં થતા ગયેલા ફેરફારો પણ પૃથ્વીથી ચંદ્રના અંતર પર આધારિત રહ્યા છે. ચંદ્રની સપાટી પર રક્ષણ…

વધુ વાંચો >

ચાક

ચાક : એક પ્રકારનો ચૂનાખડક. પ્રમાણમાં ખૂબ જ પોચો, અથવા ઓછો સખત બનેલો, સફેદથી આછા રાખોડી રંગવાળો, સૂક્ષ્મ જીવાવશેષ કવચ-કણિકાથી બંધાયેલો, છિદ્રાળુ અને ચૂર્ણશીલ સૂક્ષ્મદાણાદાર ચૂનાખડક. આ ખડકો લગભગ સંપૂર્ણપણે કૅલ્સાઇટના બંધારણવાળા હોય છે, એટલું જ નહિ; પરંતુ તે સંરચનાવિહીન સૂક્ષ્મદાણાદાર કૅલ્સાઇટના જ દ્રવ્યથી સંશ્લેષિત થયેલા હોય છે. સમુદ્રસપાટી નજીકના…

વધુ વાંચો >

ચાર્નોકાઇટ

ચાર્નોકાઇટ : (1) હાઇપરસ્થીન એક આવશ્યક ખનિજઘટક તરીકે જેમાં હાજર હોય એવો ગ્રૅનાઇટ કે ગૅબ્રો ખડક; (2) હાઇપરસ્થીન સહિતના ક્વાટર્ઝોફેલ્સ્પૅથિક નાઇસ કે ગ્રૅન્યુલાઇટ ખડક માટે વપરાતું નામ; (3) ગાર્નેટ અને પ્લેજિયોક્લેઝવાળા કે વિનાના ક્વાર્ટ્ઝ – ઑર્થોક્લેઝ – હાઇપરસ્થીન ખનિજઘટકોની લાક્ષણિકતા ધરાવતો ગ્રૅન્યુલાઇટ ગ્રૅનાઇટથી નોરાઇટ તેમજ હાઇપરસ્થીન પાઇરૉક્સિનાઇટ સુધીનાં ભિન્ન ભિન્ન…

વધુ વાંચો >

ચાલ્કોપાઇરાઇટ

ચાલ્કોપાઇરાઇટ : તાંબાનું ખનિજ. રાસા. બં. : CuFeS2; સ્ફ.વ. ટેટ્રાગોનલ; સ્ફ. સ્વ. : ટેટ્રાહેડ્રનની માફક સ્ફિનૉઇડ ફલકો રૂપે, સ્ફિનૉઇડ ફલક સપાટીઓ રેખાંકનોવાળી, એકબીજાને સમાંતર વિકસેલા સ્ફટિકો, ક્યારેક જૂથમાં મળતા સ્ફટિકો; જથ્થા રૂપે મળે ત્યારે ઘનિષ્ઠ; ક્યારેક દ્રાક્ષના ઝૂમખા જેવા તો ક્યારેક વૃક્કાકાર એટલે કે મૂત્રપિંડના આકારના; યુગ્મતા (112), (012) ફલક…

વધુ વાંચો >

ચાલ્કોસાઇટ

ચાલ્કોસાઇટ : તાંબાનું ખનિજ. રા.બં. : Cu2S; સ્ફ.વ. : ઑર્થોરૉમ્બિક; સ્ફ. સ્વ. : સામાન્યપણે સ્ફટિકો સુવિકસિત, હેક્ઝાગોનલ જેવા દેખાતા, પરંતુ યુગ્મતા(110)ને લીધે તૈયાર થતા પ્રિઝમ ફલકો; ટૂંકાં પ્રિઝમ સ્વરૂપો કે જાડા મેજ આકારના એકાકી સ્ફટિકો પણ મળે છે. જથ્થા રૂપે પણ પ્રાપ્ય; યુગ્મતા (112) અને (032) ફલકોને આધારે પણ જોવા…

વધુ વાંચો >

ચાંદી (ખનિજ)

ચાંદી (ખનિજ) : એક રાસાયણિક તત્ત્વ. ચાંદીના તત્ત્વને Ag તરીકે ઓળખવામાં આવે છે. ચાંદી ધાતુ સ્વરૂપમાં હોય છે. તેની ઇલેક્ટ્રિક અને ઉષ્ણતા વાહકતા અન્ય ધાતુઓમાં સૌથી વધુ જોવા મળે છે.પ્રાચીન સમયમાં ચલણી સિક્કા બનાવવામાં ચાંદીનો ઉપયોગ થતો હતો. ચાંદી હાલના સંજોગોમાં કિંમતી ધાતુની કક્ષામાં આવે છે. અને તેનો એક કિલોનો…

વધુ વાંચો >

ચિરોડી (1)

ચિરોડી (1) (ભૂસ્તરશાસ્ત્ર) : કૅલ્શિયમનો જળયુક્ત સલ્ફેટ. રા. બં. : CaSO4 • 2H2O.  સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ.: મેજ આકારના જાડા-પાતળા, ચપટા સ્ફટિકો, ચોકટના એક્કા જેવા, લાંબા-ટૂંકા પ્રિઝમ (ક્યારેક 3 મીટરની આસપાસની લંબાઈવાળા); સોયાકાર, વીક્ષાકાર, ગુલાબની પાંખડીઓની જેમ આંતરગૂંથણી પામેલી પોપડી સ્વરૂપે, ક્યારેક જથ્થામય, કે સૂક્ષ્મ કે મોટા દાણા…

વધુ વાંચો >

ચૂનાયુક્ત ખડકો (calcareous rocks)

ચૂનાયુક્ત ખડકો (calcareous rocks) : કોઈ પણ પ્રકારનો ચૂનાયુક્ત જળકૃત ખડક. ભૂપૃષ્ઠમાં મળી આવતા કાર્બોનેટ ખડકો પૈકીનો બહોળા પ્રમાણમાં વિતરણ પામેલો, મુખ્યત્વે કૅલ્શિયમ કાર્બોનેટ(CaCO3)ના બંધારણવાળો સ્તરબદ્ધ જળકૃત ખડકનો પ્રકાર. આ સંજ્ઞા કૅલ્શિયમ કે મૅગ્નેશિયમ કે બંનેના સંયુક્ત કાર્બોનેટનું 80 % જેટલું પ્રમાણ ધરાવતા ખડકો માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ…

વધુ વાંચો >

ચેબાઝાઇટ

ચેબાઝાઇટ : સિલિકેટ ખનિજો પૈકી ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : CaAl2Si4O12•6H2O; ક્યારેક Ca ઓછાવત્તા પ્રમાણમાં Naથી વિસ્થાપિત થાય છે. K પણ નજીવા પ્રમાણમાં આવી શકે. સ્ફ. વ. હેક્ઝાગોનલ. કૅલ્સાઇટ જેવા સાદા રૉમ્બોહેડ્રલ; સ્ફ. સ્વ. : સ્ફટિકો યુગ્મસ્ફટિકો પણ મળે. યુગ્મતા (0001); સં. : સ્પષ્ટ ; ભં. સ. : ખરબચડી,…

વધુ વાંચો >

ચેમ્બરલિન, ટૉમસ ક્રાઉડર

ચેમ્બરલિન, ટૉમસ ક્રાઉડર (જ. 25 સપ્ટેમ્બર 1843, ઇલિનોય, યુ. એસ.; અ. 15 નવેમ્બર 1928, શિકાગો, ઇલિનોય, યુ. એસ.) : અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી. હિમકાળ અને આંતરહિમકાળ દરમિયાન થયેલી હિમચાદરોની વૃદ્ધિ અને પીછેહઠ પરથી ચતુર્થ જીવયુગના પ્લાયસ્ટોસીન સમયના ગાળાનો વયનિર્ણય સૂચવવામાં તે અગ્રણી હતા. લોએસની ઉત્પત્તિ પણ તેમણે પ્રસ્થાપિત કરી આપેલી. તેમણે જ…

વધુ વાંચો >