ભૂગોળ

કોશી

કોશી : પૂર્વ નેપાળમાંથી નીકળી બિહારમાં થઈને ગંગાને મળતી ઉત્તર ભારતની નદી. તેની લંબાઈ 590 કિમી. છે. માઉન્ટ એવરેસ્ટ સહિતના નેપાળનો ત્રીજો ભાગ અને તિબેટનો કેટલોક વિસ્તાર તેના વહનક્ષેત્રમાં છે. ઇન્ડો-નેપાળ સરહદથી 30 કિમી. ઉત્તરે તેને કેટલીક નદીઓ મળે છે અને શિવાલિક ગિરિમાળાને દક્ષિણ બાજુએ ભેદીને તે વહે છે. આ…

વધુ વાંચો >

કોસ્ટરેન્જ

કોસ્ટરેન્જ : ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે સાન્ટા બાર્બરા- (કૅલિફૉર્નિયા)ની સમીપથી શરૂ થઈને મેક્સિકો, બાજા, કૅલિફૉર્નિયા, ઑરેગોન, વૉશિંગ્ટન, બ્રિટિશ કોલંબિયા થઈને કેનાઈ દ્વીપકલ્પ (અલાસ્કા) સુધી વિસ્તરેલી પર્વતીય હારમાળા. ભૌગોલિક સ્થાન : 41° 00´ ઉ. અ. અને 123° 00´ પ.રે. તેની પૂર્વમાં કૅલિફૉર્નિયાની ગ્રેટ વૅલી અને ઑરેગોનની વિલમેટ ખીણ આવેલ છે. કૅનેડામાં…

વધુ વાંચો >

કોસ્ટારિકા

કોસ્ટારિકા : ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડતી પટ્ટી ઉપર આવેલો પ્રજાસત્તાક દેશ. તેની ઉત્તરે નિકારાગુઆ, પૂર્વમાં કૅરિબિયન સમુદ્ર, દક્ષિણમાં પનામા તથા પશ્ચિમમાં પૅસિફિક મહાસાગર છે. 300 વર્ષ સુધી તે સ્પેનની વસાહત હતી. વિસ્તાર : 50,900 ચોકિમી. વસ્તી : 49.25 હજાર (2023). વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. 82.6 છે. સાન હોઝે…

વધુ વાંચો >

કોહિમા

કોહિમા : નાગાલૅન્ડના સરહદી રાજ્યની રાજધાની તથા જિલ્લો. ભૌગોલિક સ્થાન : 25° . 40´ ઉ. અ. અને 94°.07´ પૂ. રે.. કોહિમા જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 3144 ચોકિમી. છે અને તેની વસ્તી 2,70,063 (2011) હતી. કોહિમા જિલ્લામાં અંગામી, ઝેલિયાન્ગ, રેંગના અને કિકુની નામની જાતિના આદિવાસીઓ રહે છે. પૂર્વ સરહદે નાગાલૅન્ડ, મણિપુર અને…

વધુ વાંચો >

કોંકણ

કોંકણ : પશ્ચિમઘાટ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલો મહારાષ્ટ્રનો દમણથી ગોવા સુધીનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : આશરે 15°થી 21° ઉ.અ. અને 73° 30′ થી 74° પૂ.રે. તેની ઉત્તરે તેરખોલ નદી, દક્ષિણે કર્ણાટકનો ઉત્તર જિલ્લો, પૂર્વ તરફ પશ્ચિમઘાટ અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. પ્રાચીન કાળમાં તાપીથી દક્ષિણે આવેલો સમગ્ર પ્રદેશ…

વધુ વાંચો >

કૉંગો નદી

કૉંગો નદી : આફ્રિકાની નાઈલ પછીની બીજા નંબરની નદી. પાણીના જથ્થાની ર્દષ્ટિએ આ નદી આફ્રિકાની સૌથી મોટી નદી ગણી શકાય. તે દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં આવેલા ઝામ્બિયાના બેંગ્વેલૂ સરોવરમાંથી નીકળીને પૂર્વ તરફ ઝાઇર દેશમાં થઈ મટાડી બંદર પાસે આટલાંટિક મહાસાગરને મળે છે. દુનિયામાં ધનુષ્યાકારે વહેતી આ એકમાત્ર નદી છે જે ઉત્તર…

વધુ વાંચો >

ક્યુરાઇલ ટાપુઓ

ક્યુરાઇલ ટાપુઓ : જાપાનના હોકાઇડોથી સાઇબીરિયાના કામચાટકા દ્વીપકલ્પ સુધી આશરે 1,050 કિમી. લંબાઈમાં પથરાયેલા ટાપુઓની શ્રેણી. ભૌગોલિક સ્થાન : તેનો 46° 10′ ઉ. અ. અને 152° 00′ પૂ. રે.નો 15,599 ચોકિમી વિસ્તાર છે. દરિયાકિનારાની લંબાઈ 1,210 કિમી. આ ટાપુશ્રેણીમાં 30 મોટા અને 20 નાના ટાપુઓ તથા બીજા ઘણા ખડકાળ વિભાગો…

વધુ વાંચો >

ક્યૂબા

ક્યૂબા : મેક્સિકોના અખાત અને કૅરિબિયન (ઍન્ટિલીઝ) સમુદ્રની મધ્યમાં આવેલો વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓમાં સૌથી મોટો ટાપુ. તે 40° અને 38′ ઉ. અ. અને 73° અને 32′ પ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની લંબાઈ 1200 કિમી. અને પહોળાઈ 30થી 200 કિમી. છે. ક્ષેત્રફળ 1,10,860 ચોકિમી. તેના કુલ પંદર પ્રાંતો છે. દક્ષિણ…

વધુ વાંચો >

ક્યોટો

ક્યોટો : જાપાનની જૂની રાજધાની. જાપાનનાં મોટાં નગરોમાંનું એક. આ નગર 35° 5′ ઉ. અ. અને 135° 45′ પૂ. રે. ઉપર આવેલું છે. તે જાપાનની પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક ગણાય છે. નવી રાજધાની ટોકિયોની પશ્ચિમે 510 કિમી. અંતરે તથા ઓસાકા બંદરના ઈશાન ખૂણા તરફ 46 કિમી. અંતરે તે આવેલું…

વધુ વાંચો >

ક્રાઇસ્ટચર્ચ

ક્રાઇસ્ટચર્ચ : ન્યૂઝીલૅન્ડનું બીજા ક્રમનું ઔદ્યોગિક નગર તથા કૅન્ટરબરી પ્રાંતનું પાટનગર. તે 43° 32′ દ. અ. અને 172° 38′ પૂ. રે. ઉપર આવેલું છે. 1848માં સ્થપાયેલ ઍંગ્લિકન ચર્ચ ઍસોસિયેશનના પ્રયત્નથી 1850ના અરસામાં આ નગરની સ્થાપના થઈ હતી. 1850-51માં ત્યાં પ્રવાસીઓનો પહેલો સમૂહ દાખલ થયો હતો અને તેમણે ઊભી કરેલી વસાહતનું…

વધુ વાંચો >