ભૂગોળ

કલ્યાણ ભૂગોળ

કલ્યાણ ભૂગોળ : ભૌગોલિક પરિબળોના પરિપ્રેક્ષ્યમાં સામાજિક સુખાકારી કે કલ્યાણની વિચારણા કરતી ભૂગોળની વિશિષ્ટ શાખા. માનવભૂગોળના ક્ષેત્રમાં વિકાસ પામતી આ શાખા પ્રમાણમાં નવી છે. ‘સામાજિક કલ્યાણ’ની વિભાવના પ્રાકૃતિક વાતાવરણ, રહેઠાણ, રોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષણ, સમૃદ્ધિ, આરામ તથા સામાજિક સગવડોના સંદર્ભમાં નિશ્ચિત કરવાનો પ્રયાસ થયો છે. સામાજિક કલ્યાણ એ વસ્તુલક્ષી તથા આત્મલક્ષી…

વધુ વાંચો >

કવચ વિરૂપણ

કવચ વિરૂપણ (tectonic movement) : ભૂકવચની સતત બદલાતી રૂપરચના. પૃથ્વીનાં આંતરિક અને બાહ્ય બળોના ફેરફારોને પરિણામે જ ભૂસપાટી પર અગણિત ભૂમિઆકારોનો ઉદભવ, વિકાસ અને હ્રાસ થયા કરે છે. ભૂકવચમાં થતાં નિરંતર પરિવર્તનોને કારણે જ ભૂમિસ્વરૂપો સતત બદલાતાં રહે છે. પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમી અને દબાણના ફેરફારોને કારણે જ ભૂકવચનાં ખડકદ્રવ્યોમાં…

વધુ વાંચો >

કળણભૂમિ (ભૂગોળ)

કળણભૂમિ (ભૂગોળ) : પાણીના ભરાવાવાળો, કાદવકીચડ અને ભેજવાળી ભૂમિનો પ્રદેશ. તેમાં સંપૂર્ણપણે અથવા અંશત: પાણી, તાજી અથવા સડેલી વનસ્પતિ તથા જમીનના બનેલા વિશાળ કાંઠાળ વિસ્તારો હોય છે. સપાટી પર તેમાં પાણીના સમતલ પ્રદેશનો ભાસ થાય છે. કળણભૂમિના પ્રદેશમાં વૃક્ષો તથા જંગલો હોય છે તો કાદવવાળી, નીચાણની ભેજવાળી જમીન અને પોચી…

વધુ વાંચો >

કંડલા

કંડલા : ગુજરાતમાં આવેલું મહાબંદર. જે દિનદયાલ બંદર તરીકે ઓળખાય છે. ભારતનાં અગિયાર પ્રમુખ બંદરો પૈકીનું એક. તે કચ્છના અખાતના શીર્ષ ભાગ પર, 22o 58′ ઉ. અ. અને 70o 13′ પૂ. રે. ઉપર આવેલું છે. 1947માં ભારતના ભાગલા પડતાં કરાંચી બંદર પાકિસ્તાનમાં જતાં, તેની ખોટ પૂરવા, ભારતના પશ્ચિમ કિનારે બંદર…

વધુ વાંચો >

કંદહાર

કંદહાર : અફઘાનિસ્તાનના અગ્નિ-ભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન : તે 31o 32′ ઉ. અ. અને 65o 30′ પૂ. રે.ની આજુબાજુનો 1,29,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઓટુઝગાન પ્રાંત, પૂર્વે ઝાબોલ પ્રાંત તથા દક્ષિણે હેલમંડ પ્રાંત અને પાકિસ્તાન આવેલાં છે.…

વધુ વાંચો >

કંપાલા

કંપાલા : પૂર્વ આફ્રિકાના યુગાન્ડા રાજ્યની રાજધાની અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 0o 19′ ઉ. અ. અને 32o 25′ પૂ. રે. છ ટેકરીઓ ઉપર વસેલા આ શહેરનો વિસ્તાર છે 22 ચોકિમી. અને વસ્તી છે 32,98,000 (2020). સૌથી ઊંચી ટેકરી 1190 મીટરની છે. તે કેન્યાના બંદર મૉમ્બાસા સાથે રેલવે…

વધુ વાંચો >

કાઓ-સુંગ

કાઓ-સુંગ (Kaohsiung) : તાઇવાનના નૈર્ઋત્ય ભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22o 37′ ઉ. અ. અને 120o 17′ પૂ. રે. પર આવેલું છે. તેની ઉત્તરે તાઇનાન, પૂર્વમાં પિંગટંગ, દક્ષિણે લ્યુઝોનની સામુદ્રધુની તથા પશ્ચિમે દક્ષિણી ચીની સમુદ્ર આવેલા છે. આ વિસ્તારમાં યુ-શાન પર્વત (સર્વોચ્ચ…

વધુ વાંચો >

કાકરગામ

કાકરગામ : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું ગામ. ‘પ્રબંધચિંતામણિ’ અને ‘પુરાતન પ્રબંધસંગ્રહ’માં વનરાજની આરંભિક કારકિર્દીને લગતા કેટલાક રસપ્રદ પ્રસંગોના સંદર્ભમાં કાકરગામનો પ્રાચીન ઉલ્લેખ આવે છે. એ અનુસાર વનરાજ પોતાના મામા સાથે બધે ધાડો પાડવા લાગ્યો. એક દિવસ કાકરગામમાં એક વણિકને ત્યાં ખાતર પાડી ધન ચોરતાં વનરાજનો હાથ દહીંના વાસણમાં પડ્યો,…

વધુ વાંચો >

કાકીનાડા (જિલ્લો)

કાકીનાડા (જિલ્લો) : આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જેનું પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી નિર્માણ કરાયું છે. (26 જાન્યુઆરી, 2022) ભૌગોલિક સ્થાન – આબોહવા – વનસ્પતિ : તે 16 93´ ઉ. અ. અને 82 22´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે અલ્લુરી સીતારામ રાજુ જિલ્લો, દક્ષિણે બંગાળનો  ઉપસાગર અને યાનમ જિલ્લો, પૂર્વે અનકાપલ્લી…

વધુ વાંચો >

કાઠમાંડુ (કાષ્ઠમંડુ)

કાઠમાંડુ (કાષ્ઠમંડુ) : નેપાળની રાજધાનીનું શહેર. ભૌગોલિક સ્થાન : 27° 43′ ઉ. અ. અને 85° 19′ પૂ. રે.. આ શહેર સમુદ્રની સપાટીથી આશરે 1400મી.ની ઉંચાઇએ આવેલું છે. ઇન્દ્રચોકની પશ્ચિમ તરફના બજારના ભાગને કાષ્ઠમંડુ (કાષ્ઠમંડપ) કહે છે. તે મંડપ એક જ વૃક્ષના લાકડામાંથી તૈયાર કરેલો છે. આવા બે મંડપો છે. મોટા…

વધુ વાંચો >